બિગ બૉસ 6 : ઇમામ સિદ્દીકી ઇઝ બૅક

મુંબઈ, 24 નવેમ્બર : વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી ઇમામ સિદ્દીકી કે જેમને બિગ બૉસ 6ના ઘરમાંથી ઉતાવળે હાંકી કઢાયા હતાં, તેઓ ફરી એક વાર બિગ બૉસના ઘરમાં એન્ટ્રી કરશે. નોંધનીય છે કે ઇમામ સિદ્દીકીએ બિગ બૉસના ઘરના પ્રતિસ્પર્ધી આશકા ગોરડિયા તેમજ દિનેશ યાદન નિરહુઆ સાથે ખૂબ જ ભુંડી રીતે વ્યવહાર કર્યો હતો. ઇમામ હવે બિગ બૉસના બે નવા પ્રતિસ્પર્ધીઓ દુનિયાના સૌથી નાના કદના સ્ત્રી જ્યોતિ આમ્ગે તથા ચંદ્રકાંતા એક્ટર સંતોષ શુક્લા સાથે બિગ બૉસના પાડોશી ઘરમાં રહેશે.

Imam & Rakhi

બિગ બૉસના પાડોશી ઘરમાં પરત ફરતા અગાઉ ઇમામે પીટીઆઈ સાથે પણ મુલાકાત કરી અને પોતાના દુર્વ્યવહાર અંગે માફી માંગી. તેમણે જણાવ્યું - હું પોતાના વર્તન માટે ખૂબ જ શર્મિંદા છું. હું પોતાની જાત ઉપરથી નિયંત્રણ ગુમાવી બેઠો હતો. મને ખબર નથી કે તે વખતે મને શું થઈ ગયુ હતું. આની પાછળ મારો નેગેટિવ પબ્લિસિટી મેળવવાનો ઇરાદો નહોતો.

ઇમામ સિદ્દીકીએ જણાવ્યું કે તેઓ માનોરોગી નથી અને તેઓ આ વાત સાબિત પણ કરી શકે છે. વાઇલ્ડ કાર્ડ પ્રતિસ્પર્ધીએ આ સાથે જ જણાવ્યું - મેં પરત ફરવાનો ફેંસલો એટલા માટે કર્યો કારણ કે હું લોકોને જણાવવા માંગુ છું કે હું સાઇકો નથી. હું કઈંક વધુ જ ઓવર કૉન્ફિડેન્ટ હતો અને તેથી મારી આબરૂ ખરાબ થઈ. હું હવે અગાઉ કરતા વધુ શાંત રહીશ અને પોતાના બંને નવા પ્રતિભાગીઓ સાથે સારી રીતે વર્તીશ.

ઇમામ બાદ બિગ બૉસમાં રાખી સાવંત એન્ટ્રી કરવાનાં છે. કહેવાય છે કે રાખી બિગ બૉસના નવા પાડોશણ બનશે અને આ મડ હાઉસમાં લોકો માટે વધુ મનોરંજક વસ્તુઓ કરશે. પરંતુ અમને ભય માત્ર એટલો છે કે ક્યાંક આ મડ હાઉસ રાખી અને ઇમામના પગલે મૅડ હાઉસ ન બની જાય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X