અક્ષય કુમાર સાથેનો ટોપલેસ ફોટો શેર કર્યો આ ટીવી એક્ટ્રેસે

Written By:
Subscribe to Oneindia News

લોકપ્રિય સિરિયલ 'ઇસ પ્યાર કો ક્યા નામ દૂં 3'માં રિતુ શિવપુરીએ પોતાના સ્ટાયલિશ અવતાર અને કિલર લૂક્સ સાથે સૌનું મન જીતી લીધું છે. સિરિયલમાં તે ઇન્દ્રાણી યશ નારાયણ વશિષ્ઠના રોલમાં જોવા મળી રહી છે, જે નેગેટિવ પાત્ર છે. તે સોશિયલ મીડિયા પર ખાસી એક્ટિવ છે અને સોશિયલ મીડિયાની તસવીરોમાં તેનો કંઇ અલગ જ અંદાજ જોવા મળે છે. થોડા સમય પહેલાં જ તેણે બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર સાથેનો થ્રોબેક ફોટો શેર કર્યો હતો, જેને કારણે હાલ તે ખૂબ ચર્ચામાં છે.

રિતુ શિવપુરી અને અક્ષય કુમાર

રિતુ શિવપુરી અને અક્ષય કુમાર

રિતુએ અક્ષય કુમાર સાથેનો આ હોટ ટોપલેસ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. આ ફોટો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેને કારણે રિતુ લાઇમલાઇટમાં આવી ગઇ છે. રિતુએ બોલિવૂડમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

બોલિવૂડ ડેબ્યૂ

બોલિવૂડ ડેબ્યૂ

રિતુએ વર્ષ 1993માં આવેલ ફિલ્મ 'આંખે' દ્વારા બોલિવૂડમાં પદાર્પણ કર્યું હતું અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી. 'આંખે' વર્ષ 1993ની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની હતી. આ એક્શન કોમેડી ફિલ્મમાં તેની સાથે ગોવિંદા અને ચંકી પાંડે હતા.

સુપરહિટ સોંગ

સુપરહિટ સોંગ

આ ફિલ્મમાં રિતુ પર શૂટ કરવામાં આવેલ ગીત 'ઓ લાલ દુપટ્ટેવાલી તેરા નામ તો બતા' ખાસું હિટ રહ્યું હતું. આજે પણ તેને આ સોંગ દ્વારા ઓળખવામાં આવે છે. આ સિવાય તે અનેક યાદગાર ફિલ્મો જેવી કે 'હદ કર દી આપને', 'લજ્જા', 'શક્તિ', વગેરેમાં જોવા મળી છે.

ટીવી ડેબ્યૂ

ટીવી ડેબ્યૂ

લગ્ન બાદ તેણે બોલિવૂડ ફિલ્મોને અલવિદા કહી દીધું હતું. ટીવીમાં ડેબ્યૂ કરતાં પહેલાં તેણે ખાસો લાંબો બ્રેક લીધો હતો. અનિલ કપૂરના ટીવી શો '24'ની બીજી સિઝન દ્વારા તેણે ટીવીમાં ડેબ્યૂ કર્યું હતું. આ શોમાં તે ડૉ.સની મહેતા નામની ફોરેન્સિક અધિકારીના રોલમાં જોવા મળી હતી.

દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2017

દાદા સાહેબ ફાળકે એવોર્ડ 2017

આ ટેલિવિઝન શો માટે તેને બેસ્ટ ડેબ્યૂ એક્ટર ઓન ટેલિવિઝનનો દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હતો. 'ઇસ પ્યાર કો ક્યા નામ દૂં'ના પોતાના પાત્ર અંગે વાત કરતાં તેણે કહ્યું હતું કે, આ શો કોઇ ફિલ્મની માફક શૂટ થઇ રહ્યો છે અને મને ખરેખર એવું લાગે છે જાણે હું નાના પડદાની ગુલશન ગ્રોવર હોઉં.

સ્ટાલિશ અવતાર પસંદ છે

સ્ટાલિશ અવતાર પસંદ છે

આ અંગે વાત કરતાં તેણે આગળ કહ્યું હતું કે, આ શોમાં મારો લૂક મને ઘણો પસંદ છે. આ પાત્ર મારા સાચા કેરેક્ટર કરતાં ઘણું અલગ છતાં રસપ્રદ છે. આ પહેલાં ક્યારેય ટીવી સ્ક્રિન પર મને આ રીતે પ્રોજેક્ટ કરવામાં નથી આવી.

English summary
Iss Pyaar Ko Kya Naam Doon 3 actress Ritu Shivpuri recently shared a topless picture with Akshay Kumar.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.