Super Hot: પહેલીવાર જોવા મળ્યો જેનિફરનો બેફિકર અંદાજ
જેનિફર વિંગેટે પહેલીવાર હોટ ફોટોશૂટ કરાવ્યું છે, જે જોઇને સૌ દંગ રહી ગયાં છે.
ટેલિવિઝન જગતની લોકપ્રિય એક્ટ્રેસ જેનિફર વિંગેટ ટીવી સિરિયલમાં મોટાભાગે સીધા-સાદા રોલ ભજવતી જોવા મળી છે. સોની ટીવી પર આવતી પ્રખ્યાત સિરિલ બેહદ માં તે બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે, પરંતુ સોશિયલ મીડિયા પર જે રીતની તસવીરો તે પોસ્ટ કરી રહી છે, એ જોઇને ઘણા ચોંકી ઉઠ્યા છે.
જેનિફરે હાલમાં જ હોટ ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તે પહેલીવાર બિકિની માં જોવા મળી છે. જેનિફરના ફોટોશૂટની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરોમાં તે અત્યંત હોટ લાગી રહી છે.

જેનિફર વિંગેટ
પતિ કરણ સિંહ ગ્રોવર સાથેના ડિવોર્સ બાદ પોતાના કરિયરને પાટા પર ચડાવવા જેનિફરે અત્યંત મહેનત કરી છે. તે પોતાના કરિયરનો ગ્રાફ જાળવી રાખવા માટે અત્યંત કટિબદ્ધ છે, તે આ ફોટો શૂટ પરથી સાબિત થાય છે.

બોલિવૂડમાં આવવાની તૈયારી
એવી પણ અફવા છે કે, અન્ય ટેલિવિઝન એક્ટ્રેસની માફક જેનિફર પણ હવે બોલિવૂડમાં નસીબ અજમાવવા માંગે છે અને આથી જ તેણે આ ફોટોશૂટ કરાવ્યું છે.

ઘણી ટીવી એક્ટ્રેસિસ કરાવે છે હોટ ફોટોશૂટ
આ ફોટોશૂટમાં જેનિફર સાથે મોડેલ સૈફ કબલી નજરે પડે છે. મોટા ભાગની ટીવી એક્ટ્રેસિસ માટે હવે હોટ ફોટોશૂટ કે બિકિની મોટી વાત નથી રહી. નિયા શર્મા, રૂબિના, અનિતા હંસનંદાની સાથે હવે જેનિફર વિંગેટનું નામ પણ આ લિસ્ટમાં આવી ગયું છે.

બેહદ સિરિયલ
જો કે, હાલ જેનિફરને કરિયર મામલે કોઇની મદદની જરૂર નથી. જેનિફરની સોની પર આવતી સિરિયલ બેહદ અત્યંત પોપ્યૂલર છે, જેનિફર આ સિરિયલમાં લીડ રોલ કરી રહી છે અને તેની એક્ટિંગ અને સુંદરતાના ભરપૂર વખાણ પણ સાંભળવા મળે છે.

પર્સનલ લાઇફ
જેનિફરે પોતાના દિલ મિલ ગયે સિરિયલના કો-સ્ટાર કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા, પરંતુ આ લગ્ન વધુ સમય ન ટક્યાં. હાલ જેનિફર સિંગલ છે, કરણ સિંહ ગ્રોવર અને બિપાશા બાસુના લગ્ન સમયે તેણે આ બંન્નેને સુખી જીવનની શુભકામનાઓ પણ પાઠવી હતી.

પહેલીવાર કરાવ્યું હોટ ફોટોશૂટ
જેનિફર છેલ્લા ઘણા સમયથી એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં છે, તેની સુંદરતાના ટીવી પડદે ભરપૂર વખાણ થયા છે. પરંતુ આ પહેલાં ક્યારેય તેણે આવું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું નથી.













Click it and Unblock the Notifications
