• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હારીને પણ ઘણુ જીતી ગયાં કામ્યા : જુઓ તસવીરી સફર

|

લોનાવાલા, 16 ડિસેમ્બર : ટેલીવિઝન સીરિયલોમાં પોતાની મજબૂત ભૂમિકાઓ વડે દર્શકોના દિલોમાં પોતાના પ્રત્યે નફરત પેદા કરી નાંખનાર બહેતરીન અભિનેત્રી કામ્યા પંજાબી શનિવારે રાત્રે બિગ બૉસ 7માંથી બહાર થઈ ગયાં. કામ્યા પોતાના પારિવારિક જીવનમાં થતી ઉથલ-પુથલમાંથી બચવા અને પોતાને થોડોક સમય આપવા ખાતર બિગ બૉસમાં ગયા હતાં. બિગ બૉસમાં કામ્યાએ પોતાને એક મજબૂત ખેલાડી તરીકેને રજૂ કરી.

કામ્યા પંજાબી બિગ બૉસ 7 વિનર તરીકેના પ્રબળ દાવેદાર હતાં, પરંતુ બિગ બૉસના ઘરની અંદરના રાજકારણે આખરે તેમને બહાર કરી જ નાંખ્યાં. કામ્યા શરુઆતમાં થોડાક નેગેટિવ બની સામે આવ્યા હતાં, પરંતુ ધીમે-ધીમે તેમની પર્સનાલિટીની ગણી બધી હકારાત્મક બાબતો પણ સામે આવી કે જેથી કામ્યા દર્શકો સામે ખૂબ જ અલગ રીતે દેખાયાં. બિગ બૉસમાંથી બહાર નિકળ્યા બાદ કામ્યાનું કહેવુ હતું કે તેમને દુઃખ છે, પણ આ વાતની ખુશી છે કે ઘરની અંદર તેઓ કોઈ પણ પ્રકારનું રાજકારણ કરતા નજરે નહીં પડ્યાં.

કામ્યા પંજાબી ભલે બિગ બૉસ 7માંથી બહાર થઈ ગયા હોય, પણ ઘરની અંદર તેમના વ્યવહારના કારણે ઘરના સભ્યો તેમને બહુ મિસ કરે છે. ખાસ તો કામ્યાની સૌથી નજીક ગણાતા વીજે ઍન્ડી કામ્યા બહાર જતાં ભાંગી પડ્યાં અને રડ્યાં. કામ્યાએ બિગ બૉસના ઘરમાં ઘણુ બધુ હાસલ કર્યું છે. સૌપ્રથમ તો તેઓ પોતાની લાઇફના આ મુશ્કેલ સમયમાં પોતાની જાતને સાચવવામાં સફળ નિવડ્યાં, કારણ કે તેમને ઘરમાં નવા લોકો સાથે રહેવાની તક મળી અને તેમની સાથે એડજસ્ટ કરતાં તેઓ પોતાની મુશ્કેલીઓને થોડીક ભુલાવી શક્યાં.

કામ્યા પંજાબી દર્શકોના ફૅવરિટ સ્પર્ધક હતાં, પણ કદાચ છેલ્લા કેટલાંક દિવસોમાં તેઓ દર્શકોને એંટરટેન કરવામાં નિષ્ફળ રહ્યાં. તેથી બહાર થઈ ગયાં. કામ્યાએ બિગ બૉસ 7માં રહી વર્લ્ડ રેકૉર્ડ પણ તોડ્યો. તેમણે પોતાની જાતને એક સ્ટ્રૉંગ મહિલા તરીકે સાબિત કરી અને દાખવી દીધું કે તેઓ કોઈના કરતાય ઓછા નથી. કામ્યા પંજાબી ભલે બિગ બૉસ ન જીતી શક્યાં હો, પણ તેમણે દર્શકોના દિલ, સ્પર્ધકોની મૈત્રી, પ્રેમ અને ઘણુ બધુ જીતી લીધું. આશા છે કે ઘરની બહાર આવ્યા બાદ કામ્યા પંજાબી પોતાના જીવનમાં અનેક હકારાત્મક પરિવર્તનો અનુભવશે.

આવો તસવીરોમાં જોઇએ કામ્યા પંજાબીની બિગ બૉસ 7ની સફર :

આઠમા સભ્ય કામ્યા

આઠમા સભ્ય કામ્યા

કામ્યા પંજાબી બિગ બૉસ 7માં આઠમા સભ્ય હતાં. તસવીરમાં સલમાન ખાન, સાતમા સભ્ય એઝલ અને કામ્યા.

પહેલા દિવસે કામ્યા

પહેલા દિવસે કામ્યા

બિગ બૉસ 7ના પહેલા દિવસે ખુશખુશાલ જણાતા કામ્યા.

કુશાલ-કામ્યા

કુશાલ-કામ્યા

કુશાલ ટંડન સાથે ચર્ચા કરતાં કામ્યા.

ચર્ચામાં વ્યસ્ત

ચર્ચામાં વ્યસ્ત

કામ્યા, પ્રત્યુષા બૅનર્જી અને અરમાન કોહલી ચર્ચા કરતાં.

ગૌહર સામે શંકા

ગૌહર સામે શંકા

અગિયારમો દિવસ - ગૌહરના ન્યાય સામે શંકા વ્યક્ત કરતાં કામ્યા.

ગૌહર સામે શંકા

ગૌહર સામે શંકા

અગિયારમો દિવસ - ગૌહરના ન્યાય સામે શંકા વ્યક્ત કરતાં કામ્યા.

સમજાવતાં

સમજાવતાં

અગિયારમો દિવસ - કામ્યા સમજાવી રહ્યાં છે કે કેમ તેઓ દર રોજ બધા સાથે ચર્ચા કરવામાં માને છે.

ઍન્ડીનું સ્વાગત

ઍન્ડીનું સ્વાગત

અગિયારમો દિવસ - વીજે ઍન્ડીનું નરકમાં સ્વાગત કરતાં કામ્યા.

દલીલ

દલીલ

બારમો દિવસ - દલીલ કરતાં કામ્યા પંજાબી.

બીઈંગ હ્યુમન શર્ટ

બીઈંગ હ્યુમન શર્ટ

બારમો દિવસ - બીઈંગ હ્યુમન ટી-શર્ટમાં કામ્યા.

ગૌહર-કામ્યા વચ્ચે તિરાડ

ગૌહર-કામ્યા વચ્ચે તિરાડ

તેરમો દિવસ - ગૌહર અને કામ્યા વચ્ચે તિરાડ વધુ પહોડી થઈ ગઈ.

રડતા કામ્યા

રડતા કામ્યા

તેરમો દિવસ - કામ્યા અને ગૌહર વચ્ચે ઝગડા બાદ રડતા કામ્યાં.

નિયંત્રણના પ્રયત્ન

નિયંત્રણના પ્રયત્ન

તેરમો દિવસ - કામ્યા પરિસ્થિતિને નિયંત્રણમાં કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

વીજેને સમજાવતાં

વીજેને સમજાવતાં

ત્રેવીસમો દિવસ - વીજે ઍન્ડીને શાંત પાડવાના પ્રયત્ન કરતાં કામ્યા.

પ્રત્યુષા-કામ્યા

પ્રત્યુષા-કામ્યા

ચોવીસમો દિવસ - એક્ટ દરમિયાન પ્રત્યુષા અને કામ્યા.

પ્રત્યુષા-કામ્યા

પ્રત્યુષા-કામ્યા

બત્રીસમો દિવસ - પ્રત્યુષા અને કામ્યા.

ચિંતિત કામ્યા

ચિંતિત કામ્યા

તેત્રીસમો દિવસ - અરમાન વિશે ચિંતિત કામ્યા.

બેસ્ટ પરફૉર્મર

બેસ્ટ પરફૉર્મર

તેત્રીસમો દિવસ - અપૂર્વે કામ્યાને બેસ્ટ પરફૉર્મર જાહેર કર્યાં.

માફી માંગતા અરમાન

માફી માંગતા અરમાન

સાડત્રીસમો દિવસ - કામ્યા પાસે પોતાના વ્યવહાર બદલ માફી માંગતાં અરમાન.

સમજાવતાં વીજે

સમજાવતાં વીજે

સાડત્રીસમો દિવસ - રડતા કામ્યાને સમજાવતાં વીજે.

કુશાલ પણ

કુશાલ પણ

સાડત્રીસમો દિવસ - રડતા કામ્યાને સાંત્વન આપતા કુશાલ.

અરમાન સાથે ઝગડો

અરમાન સાથે ઝગડો

સાડત્રીસમો દિવસ - અરમાન સાથે ઝગડો કરતા કામ્યા.

ઉગ્ર કામ્યા

ઉગ્ર કામ્યા

અરમાન સાથે ઝગડા દરમિયાન ઉગ્ર કામ્યા.

અરમાન ડિસ્ટર્બ

અરમાન ડિસ્ટર્બ

સાડત્રીસમો દિવસ - અરમાનને કામ્યાએ જ ડિસ્ટર્બ કર્યા હતાં.

ચેતવણી આપતા અરમાન

ચેતવણી આપતા અરમાન

અરમાન આ મુદ્દે કામ્યાને ચેતવણી આપી હતી.

ચર્ચામાં લીન

ચર્ચામાં લીન

ઓગણચાલીસમો દિવસ - ગૌહર, એલી, કામ્યા ચર્ચા કરતાં.

ચર્ચામાં લીન

ચર્ચામાં લીન

ઓગણચાલીસમો દિવસ - ચર્ચામાં વ્યસ્ત કામ્યા અને વીજે.

કામ્યા અપસેટ

કામ્યા અપસેટ

ઓગણચાલીસમો દિવસ - એલીના કારણે અપસેટ છે કામ્યા.

એલી-કામ્યા ઝગડ્યાં

એલી-કામ્યા ઝગડ્યાં

ઓગણચાલીસમો દિવસ - એલી અને કામ્યા વચ્ચે ઝગડો થયો.

પ્રત્યુષા સાથે

પ્રત્યુષા સાથે

ચાલીસમો દિવસ - પ્રત્યુષા સાથે દુઃખ હળવું કરતા કામ્યા.

અપસેટ કામ્યા

અપસેટ કામ્યા

ચાલીસમો દિવસ - વીજેની ફેક ગેમના કારણએ અપસેટ કામ્યા.

પ્રત્યુષા-કામ્યા

પ્રત્યુષા-કામ્યા

પિસ્તાલીસમો દિવસ - એઝાજ અને ઍન્ડીને ઇગ્નોર કરતા પ્રત્યુષા-કામ્યા.

નેતા બન્યા કામ્યા

નેતા બન્યા કામ્યા

ઇકાવનમો દિવસ - કામ્યાએ નેતા તરીકેનો રોલ કર્યો.

ગૌહર-કામ્યા

ગૌહર-કામ્યા

બાવનમો દિવસ - કામ્યા સાથે પોતાનો અવાજ રેઇઝ કરતાં ગૌહર.

કામ્યા અપહૃત

કામ્યા અપહૃત

અઠાવનમો દિવસ - કામ્યાનું અપહરણ થયું.

આઇસોલેટેડ રૂમમાં કામ્યા

આઇસોલેટેડ રૂમમાં કામ્યા

અપહૃત કામ્યાને આઇસોલેટેડ રૂમમાં રખાયાં.

કામ્યા મુક્ત

કામ્યા મુક્ત

ઓગણસાઇઠમો દિવસ - કામ્યાને મુક્ત કરાયાં.

અપસેટ કામ્યા

અપસેટ કામ્યા

સાઇઠમો દિવસ - ગૌહર બેસ્ટ પરફૉર્મર જાહેર કરાતાં અપસેટ કામ્યા.

સંગ્રામ

સંગ્રામ

એકસઠમો દિવસ - કામ્યાના હાથે ઍવૉર્ડ મેળવતા સંગ્રામ સિંહ.

એઝાઝ

એઝાઝ

એકસઠમો દિવસ - કામ્યાના હાથે ઍવૉર્ડ મેળવતા એઝાઝ.

કારેલા ખાતા કામ્યા

કારેલા ખાતા કામ્યા

બોત્તેરમો દિવસ - ટાસ્ક દરમિયાન કારેલા ખાતા કામ્યા.

માતા સાથે કામ્યા

માતા સાથે કામ્યા

ચુમોત્તેરમો દિવસ - બિગ બૉસમાં આવેલા માતા સાથે કામ્યા.

કામ્યા-સોફિયા

કામ્યા-સોફિયા

ઓગણ્યાએંસીમો દિવસ - ટાસ્ક દરમિયાન કામ્યા-સોફિયા.

દલીલ

દલીલ

એંસીમો દિવસ - કામ્યા-ગૌહર વચ્ચે દલીલ.

 કામ્યા-એઝાઝ

કામ્યા-એઝાઝ

ફુટેજ જોતાં કામ્યા અને એઝાઝ.

English summary
Bigg Boss 7 contestant Kamya Punjabi evicted from Bigg Boss 7 house. Kamya Punjabi was one of the strongest contestant of Bigg Boss 7.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more