સામાજિક જાગૃતિનો પર્યાય બન્યો નાનો પડદો, હવે કંગના કરશે હલ્લા બોલા!

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 20 ફેબ્રુઆરી : બૉલીવુડ અભિનેત્રી કંગના રાણાવત શુક્રવારે મુંબઈમાં એક નવા ટેલીવિઝન શો હલ્લા બોલને લૉન્ચ કરવા જઈ રહ્યાં છે.

નાના પડદે સામાજિક મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવા અંગેના અનેક કાર્યક્રમોની શ્રેણીમાં કંગના રાણાવત હવે જોડાવા જઈ રહ્યાં છે. તાજેતરમાં ક્રિશ 3 અને રજ્જો જેવી ફિલ્મોમાં દેખાયેલા તથા હવે મહિલા આધારિત ક્વીન ફિલ્મમાં દેખાનાર કંગના રાણાવત હવે મહિલાઓ માટેનો શો હલ્લા બોલ લઈને આવી રહ્યાં છે.

મળતી માહિતી મુજબ હલ્લા બોલ શોને અભિનેત કરણ ટેકર હોસ્ટ કરશે. આ એ જ કરણ ટેકર છે કે જેમણે એક હજારોં મેં મેરી બહના હૈમાં વીરેનનો રોલ કર્યો છે. હલ્લા બોલ યુવાઓનો શો છે કે જે તેવી મહિલાઓ પર આધારિત છે કે જેઓ છેડખાની તથા યૌન-શોષણનો ભોગ બન્યાં છે. શોના દરેક એપિસોડમાં એક યુવાન આઇકૉન દર્શાવાશે. હલ્લા બોલ શો 28મી ફેબ્રુઆરીથી બિંદાસ ચૅનલ ઉપર પ્રસારિત થશે.

ચાલો આપને બતાવીએ નાના પડદે પ્રસારિત સામાજિક જાગૃતિ અંગેના કાર્યક્રમોની ઝલક :

એક કિરણ રોશની કી

એક કિરણ રોશની કી

નાના પડદા ઉપર સામાજિક જાગૃતિ અંગેના અનેક કાર્યક્રમો પ્રસારિત થતાં રહ્યાં છે. તેમાં જ દૂરદર્શન ઉપર પ્રસારિત થયેલ એક કિરણ રોશની કીનો સમાવેશ થાય છે.

આપકી કચહરી

આપકી કચહરી

થોડાક વર્ષ પહેલા કિરણ બેદી પણ સ્ટાર પ્લસ ઉપર આપકી કચહરી નામનો શો લઈને આવ્યા હતાં કે જેમાં લોકોના ઝગડાનો ઉકેલ લાવવામાં આવતો હતો.

સત્યમેવ જયતે

સત્યમેવ જયતે

સત્યમેવ જયતે સામાજિક જાગૃતિ અંગેનો સૌથી લોકપ્રિય શો છે. આમિર ખાનના આ શોની ખૂબ જ પ્રશંસા થઈ છે. તેનો બીજો ભાગ માર્ચમાં શરૂ થનાર છે.

હલ્લા બોલ

હલ્લા બોલ

હવે કંગના રાણાવત પણ એવો જ એક શો હલ્લા બોલ લઈને આવી રહ્યાં છે. આ શો મહિલાઓ અને તેમના યૌન શોષણ પર આધારિત હશે. આવતીકાલે કંગના આ શો લૉન્ચ કરવાનાં છે.

English summary
Actress Kangana Ranaut, who will be next seen on the silver screen in "Queen", will launch a new TV show titled "Halla Bol" here Friday.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.