સુનીલની ચડતી-કપિલની પડતી..નસીબે જબરુ ચકરડું માર્યું..

Written By:
Subscribe to Oneindia News

કપિલ શર્મા ના ફેન અને ધ કપિલ શર્મા ના ચાહકો માટે વધુ એક દુઃખના સમાચાર છે. ધ કપિલ શર્મા શો બંધ થવાનો હોવાની ખબર છે. કપિલના સુનીલને મનાવવાના તમામ પ્રયાસો સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. સુનીલ ગ્રોવર ની સાથે અન્ય ત્રણ ટીમ મેમ્બરે પણ કપિલનો સાથ છોડી દીધો છે.

કપિલને બમ્પર લોસ

કપિલને બમ્પર લોસ

કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચેના અણબનાવ બાદ વાત વધતી જ જાય છે. સુનીલ ગ્રોવરની સાથે કિકૂ શારદા, અલી અસગર અને ચંદન પ્રભાકરે પણ આ શો છોડી દીધો છે. કપિલ બાદ નવજોત સિંહ સિદ્ધૂએ પણ સુનીલ અને ચંદનને મનાવવાના પ્રયાસો કરી જોયા, પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. એટલે કે એક સાથે શોમાંથી ડૉ.ગુલાટી, નર્સ બમ્પર, ચંદુ ચાવાળો અને નાનીએ એક્ઝિટ લીધી છે.

ચેનલવાળાને હેરાનગતિ

ચેનલવાળાને હેરાનગતિ

આ કારણે સોની ચેનલને પણ હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે. એવી ખબર હતી કે, તમામ એક્ટર્સને શોમાં પાછા લાવવા માટે ચેનલવાળા તેમની પ્રાઇઝ વધારવા પણ તૈયાર હતા. પરંતુ ગુત્થીએ ખૂબ વધુ હાઇક માંગતા વાત ત્યાં અટકી પડી હતી. ત્યાર બાદ ચેનલે સુનીલના રિપ્લેસમેન્ટની શોધ શરૂ કરી હતી.

કોઇ રિપ્લેસમેન્ટ નહીં

કોઇ રિપ્લેસમેન્ટ નહીં

પરંતુ તાજેતરના સમાચાર અનુસાર, સોની ટીવી આમાંથી કોઇ એક્ટરનું રિપ્લેસમેન્ટ કરવા નથી માંગતી. આ જ કારણે તેઓ ધ કપિલ શર્મા શો ઓફ એર કરવાનું વિચારી રહ્યાં છે. આ કારણે કપિલની મુસીબતોની લિસ્ટમાં વધુ એક મુદ્દો ઉમેરાઇ ગયો છે.

નવા શોનું એનાઉન્સમેન્ટ

નવા શોનું એનાઉન્સમેન્ટ

તો બીજી બાજુ સુનીલ ગ્રોવરે પોતાના નવા શોનું એનાઉન્સમેન્ટ કરી દીધું છે. જ્યારે ઝગડાની વાત બહાર આવી ત્યારે લાગતું હતું કે, થોડી ઘણી સમજાવટ બાદ સુનીલની શોમાં વાપસી થશે. પરંતુ આવી તમામ અફવાઓનું ખંડન કરતાં સુનીલ ગ્રોવરે પોતાનો નવો શો એનાઉન્સ કરી દીધો છે. તેમણે નવા શોનું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે.

સુનીલને કીકૂનો સાથ

સુનીલને કીકૂનો સાથ

સુનીલ ગ્રોવરના નવા શોના પોસ્ટરમાં તેની સાથે બમ્પર નર્સ કીકૂ શારદા પણ જોવા મળે છે. સુનીલ પોતે પણ ડૉ.મશહૂર ગુલાટીના ગેટ-અપમાં જોવા મળી રહ્યાં છે. સ્પષ્ટ છે કે, કપિલને બોયકેટ કરી ટીમે એ જ પાત્રો અને થીમ સાથે નવો શો શરૂ કરી તેમણે કપિલનો તગડો જવાબ આપ્યો છે. સુનીલના આ નવા શોનું નામ 'ડૉ.મશહૂર ગુલાટી કૉમેડી ક્લિનિક' રાખ્યું છે.

દિલ્હીમાં લાઇવ ટેલિકાસ્ટ

દિલ્હીમાં લાઇવ ટેલિકાસ્ટ

આ પોસ્ટરમાં સુનીલે મેન્શન કર્યું છે કે, તેમની સાથે કીકૂ શારદા અને અન્ય આર્ટિસ્ટ પણ નજરે પડશે. શક્ય છે કે, સુનીલ સાથે આ શોમાં અલી અને ચંદન પણ જોવા મળે. કપિલે ધ કપિલ શર્મા શોના પહેલા એપિસોડનું શૂટિંગ દિલ્હીના સ્ટેડિયમમાં કર્યું હતું, એ જ રીતે સુનીલ પણ તેમના આ નવા શોના પહેલા એપિસોડનું શૂટિંગ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં કરશે, જેનું 1 એપ્રિલ, 2017ના રોજ લાઇવ ટેલિકાસ્ટ પણ જોવા મળશે.

કપિલ અને સુનીલની લડાઇ

કપિલ અને સુનીલની લડાઇ

ઉલ્લેખનીય છે કે, કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરની ફ્લાઇટમાં લડાઇ થઇ હતી. ઑસ્ટ્રેલિયાથી ભારત પરત ફરતી વખતે ફ્લાઇટમાં દારૂના નશામાં કપિલ સુનીલ પર વરસી પડ્યા હતા. તેમણે સુનીલનો કોલર પકડી તેની સાથે મારપીટ કરી હતી અને અપશબ્દો પણ કહ્યા હતા. સુનીલે એ સમયે તો કપિલને કોઇ જવાબ નહોતો આપ્યો, પરંતુ હવે આ નવા શોના એનાઉન્સમેન્ટ સાથે તેમણે કપિલને સણસણતો જવાબ પકડાવ્યો છે.

English summary
Comedy king Kapil Sharma's show is reportedly going off air now. Sunil Grover has announced his new show.
Please Wait while comments are loading...