કપિલ શર્મા હોસ્પિટલમાં દાખલ, કારણ કામનું ટેન્શન?

Posted By:
Subscribe to Oneindia News

કપિલ શર્મા પોતાના શો ધ કપિલ શર્મા શોનું શૂટિંગ કરી રહ્યાં હતા, એવામાં અચાનક તેમની તબિયત ખરાબ થતાં તેમને હોસ્પિટલ ભાગવું પડ્યું હતું. ડૉક્ટરો અનુસાર લો બીપીને કારણે કપિલને અનઇઝીનેસ લાગી રહી હતી.

સૂત્રો અનુસાર, બુધવારે કપિલ શર્મા પરેશ રાવલ સાથે તેમની આગામી ફિલ્મ વેલકમ ટુ લંડનના પ્રમોશન માટે એપિસોડ શૂટ કરવાના હતા. સેટ પર પહોંચતા જ કપિલને નબળાઇ લાગવાને કારણે શૂટિંગ કેન્સલ કરવું પડ્યું હતું અને કપિલને તુરંત હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

મુસીબતમાં કપિલ શર્મા

મુસીબતમાં કપિલ શર્મા

કપિલ શર્માની બગડતી તબિયતનું કારણ કામનું ટેન્શન પણ હોઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરના વિવાદ બાદ કપિલ ઘણી સેલિબ્રિટિઝના બ્લેક લિસ્ટમાં આવી ગયા છે. તેમના શોની ટીઆરપી પણ સતત ડાઉન જઇ રહી હતી, ગયા અઠવાડિયે ફરી એકવાર કપિલનો શો ટીઆરપીની ગેમમાં ટોપ 10માં આવ્યો હતો.

સલમાનની નારાજગી

સલમાનની નારાજગી

કહેવાઇ રહ્યું છે કે, સુનીલ-કપિલના વિવાદ બાદ સલમાને કપિલને સલાહ આપી હતી કે, તે પોતાના સ્ટારડમ પર નિયંત્રણ રાખતાં શીખે. ત્યારબાદ ટ્યૂબલાઇટના પ્રમોશન માટે કપિલના શો પર જવાની સલમાને ના પાડી દીધી છે. જો કે, સલમાન કૃષ્ણા અભિષેકના શો પર પોતાની ફિલ્મનું પ્રમોશન કરવા પહોંચ્યા હતા.

સલમાન-સુનીલનો મહાએપિસોડ

સલમાન-સુનીલનો મહાએપિસોડ

એવી પણ ખબરો આવી રહી છે કે, સલમાન ખાન હંમેશની માફક પોતાની ફિલ્મના પ્રમોશન માટે મહાએપિસોડ શૂટ કરનાર છે, જેનો પ્રોમો શૂટ કરી લેવામાં આવ્યો છે. સલમાન ખાન સાથે આ મહાએપિસોડમાં કપિલ શર્માના જૂના ટીમ મેમ્બર સુનીલ ગ્રોવર, અલી અસગર અને સુગંધા મિશ્રા જોવા મળનાર છે. કપિલ માટે આ મોટો ઝાટકો છે.

અક્ષય પણ છે નારાજ?

અક્ષય પણ છે નારાજ?

કહેવાઇ રહ્યું છે કે, અક્ષય કુમાર પણ કપિલના શોને ઇગ્નોર કરી રહ્યાં છે. સુનીલ ગ્રોવર આ શોનો ભાગ હતા ત્યારે અક્ષય 'હાઉસફુલ 3' અને 'જોલી એલએલબી 2' જેવી ફિલ્મોના પ્રમોશન માટે કપિલ શર્મા શો પર પહોંચ્યા હતા, પરંતુ સુનીલની એક્ઝિટ બાદ જ્યારે 'નામ શબાના'ની કાસ્ટને શોનું આમંત્રણ મળ્યું ત્યારે અક્ષયે શો પર જવાનો ઇનકાર કરી દીધો હતો.

ફિરંગી

ફિરંગી

ઉલ્લેખનીય છે કે, કપિલ હાલ કોમેડી શો ઉપરાંત પોતાની આગામી ફિલ્મ 'ફિરંગી'ની પણ તૈયારીઓ કરી રહ્યાં છે. કપિલ શર્માના બગડેલા સ્ટારડમ અને બગડેલી તબિયતને કારણે આ ફિલ્મને પણ નુકસાન થઇ શકે છે. કપિલની પહેલી બોલિવૂડ ફિલ્મ 'કિસ કિસ કો પ્યાર કરું' પણ ખાસ ચાલી નહોતી, આ ફિલ્મ રિલીઝ થઇ ત્યારે કપિલ પોતાના કરિયરના પિક પોઇન્ટ પર હતા અને આમ છતાં દર્શકોને થિયેટર સુધી લાવવામાં નિષ્ફળ રહ્યા હતા.

English summary
Kapil Sharma admitted to hospital between shoot after low blood pressure.
Please Wait while comments are loading...