પોતાની એક્સ મેનેજર અને પત્રકાર વિરુદ્ધ કપિલે ફરિયાદ નોંધાવી

Posted By:
Subscribe to Oneindia News

કોમેડિયન કપિલ શર્મા ઘ્વારા પોતાની એક્સ મેનેજર નીતિ, પ્રીતિ અને પત્રકાર વિકી લાલવાની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. કપિલ શર્માનો આરોપ છે કે આ લોકો તેમની પાસે 25 લાખ રૂપિયા માંગી રહ્યા છે. પૈસા નહીં આપવા પર ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ પર તેમને બદનામ કરવામાં આવી રહ્યા છે. કપિલ શર્માએ પત્રકાર વિકી લાલવાની પર આરોપ લગાવ્યો છે કે પૈસા નહીં આપવાને કારણે વિકી તેમના વિરુદ્ધ ખોટો પ્રચાર કરી રહ્યા છે.

પત્રકાર વિકી લાલવાની ઘ્વારા આરોપ

પત્રકાર વિકી લાલવાની ઘ્વારા આરોપ

પત્રકાર વિકી લાલવાની ઘ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે કપિલ શર્મા તેમના વિરુદ્ધ આવી રહેલી ખબરોથી અપસેટ છે. હું તો મારુ કામ કરી રહ્યો છું. કપિલ શર્માએ મને ફોન કરીને ખરાબ ભાષાનો પ્રયોગ કર્યો અને મારી દીકરી માટે અપશબ્દ કહ્યા.

ટ્વિટર એકાઉન્ટ ઘ્વારા આપત્તીજનક શબ્દોનો ઉપયોગ

ટ્વિટર એકાઉન્ટ ઘ્વારા આપત્તીજનક શબ્દોનો ઉપયોગ

આપને જણાવી દઈએ કે શુક્રવારે કપિલ શર્માના ટ્વિટર એકાઉન્ટ ઘ્વારા આપત્તીજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમના ટવિટ વાંચીને બધા જ હેરાન થઇ ગયા હતા. ટવિટ વાંચીને એવું લાગી રહ્યું હતું કે કોઈ વાતથી ગુસ્સે કપિલ શર્મા પોતાની ભડાસ કાઢી રહ્યા હતા.

પોલીસમાં ફરિયાદ

પોલીસમાં ફરિયાદ

આ મામલો હજુ અહીં પૂરો થયો નથી. પરંતુ કપિલ શર્માએ પોતાની મેનેજર નીતિ, પ્રીતિ અને પત્રકાર વિકી લાલવાની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે.

25 લાખ રૂપિયા

કપિલે આરોપ લગાવ્યો છે કે સ્પોટબોય પત્રકાર વિકી લાલવાની ઘ્વારા તેમની પાસે 25 લાખ રૂપિયા માંગવામાં આવ્યા અને પૈસા નહીં આપવાને કારણે હવે તેમને બદનામ કરવામાં આવી રહ્યા છે.

English summary
Kapil sharma filed police complaint against his ex managers.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.