4 કલાક જોઇ કપિલની રાહ, શૂટિંગ કેન્સલ કરી પરત ફર્યા સ્ટાર્સ

Written By:
Subscribe to Oneindia News

કપિલ શર્માની મુસીબતો ઓછી થવાનું નામ નથી લેતી. છેલ્લે જ્યારે કપિલ શર્મા અંગેના સારા સમાચાર સાંભળવા મળ્યા હતા, તે હતા તેની સગાઇના સમાચાર. ત્યાર બાદ કપિલ માટે એક પછી એક મુસીબતો જ ઊભી થતી જાય છે. સુનિલ ગ્રોવર સાથેનો લાંબો વિવાદ, કપિલની ટીમની એક્ઝિટ અને હવે કૃષ્ણા અભિષેકનો નવો શો. આ બધા વચ્ચે કપિલના શોની ટીઆરપી સતત જોખમમાં રહી છે અને એને કારણે કપિલ શર્મા પણ ખૂબ ટેન્શનમાં રહે છે, એ વાત સાબિત થઇ ચૂકી છે.

શૂટિંગ માટે તૈયાર હતી મુબારકાંની ટીમ

શૂટિંગ માટે તૈયાર હતી મુબારકાંની ટીમ

આ ટૂંકા ગાળામાં ત્રીજી વાર તબિયત બગડવાને કારણે શૂટિંગ કેન્સલ કરી કપિલને હોસ્પિટલ ભાગવું પડ્યું છે. સ્પોટબોયના રિપોર્ટ અનુસાર, કપિલ અને અન્ય એક્ટર્સ માટે શૂટિંગનો સમય હતો 6.30. અનિલ કપૂર અને અર્જુન કપૂર પોતાના સમય પર શૂટિંગ માટે પહોંચી ગયા હતા.

શૂટિંગ 8 વાગે શરૂ થનાર હતું

શૂટિંગ 8 વાગે શરૂ થનાર હતું

શૂટિંગ 8 વાગે શરૂ થનાર હતું. પરંતુ 8.30 જેવાએ જ કપિલ ફરીથી અનકોન્શિયસ થઇ જતાં તેને કોકીલાબહેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ તે અંડર ઓબ્ઝર્વેશન છે. આ પહેલાં પણ કપિલની ખરાબ તબિયતને કારણે શાહરૂખ ખાન અને અનુષ્કા શર્મા શૂટિંગ કર્યા વિના પરત ફર્યા હતા.

જબ હેરી મેટ સેજલ

જબ હેરી મેટ સેજલ

આ વાત થોડા દિવસો પહેલાંની જ છે, શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા અને ઇમ્તિયાઝ અલી તેમની આગામી ફિલ્મ 'જબ હેરી મેટ સેજલ'નું પ્રમોશન કરવા માટે કપિલના શો પર પહોંચ્યા હતા. પરંતુ કપિલની તબિયત લથડતાં શૂટિંગ કેન્સલ કરવામાં આવ્યું હતું.

'મુબારકાં'ની ટીમે 4 કલાક જોઇ રાહ

'મુબારકાં'ની ટીમે 4 કલાક જોઇ રાહ

એવા પણ અહેવાલો છે કે, કપિલને કારણે 'મુબારકાં'ની ટીમે પણ 4 કલાક રાહ જોવી પડી હતી. તેમને કહેવામાં આવ્યું હતું કે, કપિલની તબિયત સારી નથી પરંતુ તે શૂટિંગ પર આવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

શૂટિંગ કર્યા વિના જ પરત ફરી ટીમ

શૂટિંગ કર્યા વિના જ પરત ફરી ટીમ

આથી અનિલ કપૂર, અર્જુન કપૂર, ઇલિયાના ડિક્રૂઝ અને આથિયા શેટ્ટી 4 કલાક કપિલની રાહ જોતા બેસી રહ્યાં હતા. કપિલની ખરાબ તબિયતને ધ્યાનમાં રાખતાં તેમણે રાહ જોવાનો કોઇ વાંધો ન ઉઠાવ્યો. પરંતુ 10 વાગ્યા સુધી પણ જ્યારે કપિલ પરત ન ફર્યો ત્યારે તેઓ શૂટિંગ કર્યા વિના સેટ પરથી રવાના થઇ ગયા હતા.

English summary
Kapil Sharma was rushed to hospital again. 'Mubarakan' shoot was cancelled!
Please Wait while comments are loading...