કપિલ શર્મા અને લાખો રૂપિયાનું નુકશાન, ચોંકી જશો

Posted By:
Subscribe to Oneindia News

ગયા વર્ષ મુજબ આ વર્ષે પણ કપિલ શર્મા સમાચારોમાં ચમકી રહ્યા છે. કપિલ શર્મા એ હાલમાં જ અજય દેવગણ સાથે મળીને ઘણી ભવ્ય રીતે પોતાનો નવો શૉ ફેમિલી ટાઈમ વિથ કપિલ શર્મા લોન્ચ કર્યો.

family time with kapil sharma

કપિલ શર્મા ઘ્વારા પોતાનો નવો શૉ લોન્ચ કર્યા પછી પણ તેઓ નેગેટિવ ખબરોનો હિસ્સો બની રહ્યા છે. એક વેબસાઈટ ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે કપિલ શર્માએ પોતાના નવા શૉ પર રાની મુખર્જી ને બોલાવ્યા પછી શૂટિંગ કેન્સલ કરી દીધી હતી.

હાલમાં રાની મુખર્જી ને લઈને કપિલ શર્મા ચુપ્પી સાંધીને બેઠા છે. પરંતુ આ વખતે કપિલ શર્મા વિશે ચોંકાવી નાખે તેવી ખબર સામે આવી છે. એક વેબસાઈટ ઘ્વારા પોતાની ખબરમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે કપિલ પોતાના નવા શૉની શૂટિંગ વારંવાર કેન્સલ કરી રહ્યા છે જેને કારણે ચેનલે નુકશાન ભોગવવું પડે છે.

કપિલ શર્મા શૉ વિશે વાત કરવામાં આવે તો તેના એક એપિસોડનો ખર્ચ લગભગ 30 લાખ રૂપિયા જેટલો છે. હવે જો શૂટિંગ કેન્સલ થાય તો કપિલ રોજ 30 લાખ રૂપિયા બરબાદ કરી રહ્યા છે. આ મામલે ચેનલ અને કપિલ તરફથી કોઈ પણ નિવેદન આપવામાં આવ્યું નથી.

English summary
Kapil sharma wasted money on family time with kapil sharma

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.