કેબીસીમાં માતા નીતૂ સિંહ સાથે પહોંચ્યો બેશરમ!

મુંબઈ, 10 સપ્ટેમ્બર : કૌન બનેગા કરોડપતિ શરૂ થતા જ સ્ટાર્સનું પોતાની ફિલ્મોના પ્રમોશન માટે શોમાં આવવું શરૂ થઈ ગયું છે. તાજેતરમાં જ રણબીર કપૂર તથા તેમના માતા નીતૂ સિંહ કેબીસીમાં પોતાની ફિલ્મ બેશરમના પ્રમોશન માટે પહોંચ્યાં. રણબીરે આ શોમાં જતાં પહેલા મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે તેઓ અમિતાભ બચ્ચન સામે જતાં બહુ નર્વસ ફીલ કરે છે. બીજી બાજુ નીતૂએ પોતાના પુત્ર રણબીર અંગે ણી વાતો કરી.

kbc-7-ranbir-kapoor-neetu-besharam

નીતૂ અને રણબીરે જણાવ્યું કે કૌન બનેગા કરોડપતિ એટલે કે કેબીસીમાં આવવા પાછળ મેન કારણ એ છે કે તેઓ ઋષિ કપૂર સમક્ષ સાબિત કરવા માંગતા હતાં કે તેઓ બંને મા-દીકરા પણ કંઇક કરી શકે છે. ઋષિ કપૂર હંમેશા નીતૂ સિંહ અને રણબીરને કહે છે કે તેઓ બંને કંઇ જ નથી કરી શકતાં. રણબીરે જણાવ્યું કે તેઓ ગત વખતે જ્યારે કેબીસીમાં આવ્યા હતાં, ત્યારે તેમણે માત્ર છહ લાખ રુપિયા કમાવ્યા હતાં, કારણ કે તેઓ બહુ નર્વસ હતાં, પરંતુ આ વખતે તેઓ ઘણી મહેનત કરીને આવ્યાં છે અને વધુ નર્વસનેસ ન આવે, તેના માટે તેઓ માતાને પણ સાથે લઈને આવ્યાં છે.

રણબીરે એમ પણ જણાવ્યું કે તેઓ અમિતાભ બચ્ચન સામે બહુ ડરી જાય છે, કારણ કે અમિતાભને બાળપણથી તેમણે ટેલીવિઝન ઉપર જોયાં છે અને તેમને જ્યારેય સામે જુએ છે, તો તેમને થોડીક નર્વસનેસ અનુભવાય છે. રણબીરના માતા નીતૂએ જણાવ્યું કે તેમની પાસે અમિતાભ બચ્ચન સાથે ગાળેલા સમય સાથે જોડાયેલી અનેક સુંદર યાદો છે કે જે આજે પણ તેમના દિલમાં સલામત છે.

નોંધનીય છે કે રણબીર કપૂર અભિનીત બેશરમ ટુંકમાં જ રિલીઝ થવાની છે. ફિલ્મના પ્રમોશનમાં રણબીરે પોતાનો સમગ્ર જોર લગાવી દીધો છે. થોડાંક દિવસ અગાઉ તેમણે પોતાના અને કૅટરીને કૈફ વચ્ચેના સંબંધો અંગે પણ ઘણું બધું કહ્યુ હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X