મુંબઈ, 15 નવેમ્બર : બિગ બૉસ 8 શોમાં દર્શકોના મનોરંજન માટે નિર્માતાઓ કોઈ કચાસ નથી છોડી રહ્યા. સ્પર્ધકો વચ્ચે થતા લડાઈ-ઝગડાઓ વચ્ચે હવે અહીં લોકો માટે કંઈક નવો તડકો લગાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. હા જી, કારણ કે બિગ બૉસના ઘરમાં થનારી છે એક જોરદાર એન્ટ્રી.
જાણવા મળે છે કે બિગ બૉસના ઘરમાં નવી વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી હેઠળ અમેરિકિન ટેલીવિઝન પર્સનાલિટી કિમ કાર્દશિયન પ્રવેશી શકે છે.
તાજેતરમાં જ કિમ કાર્દશિયન પેપર મૅગેઝીન માટે કરાયેલ ટૉપલેસ ફોટોશૂટના કારણે ખૂબ જ ચર્ચામાં રહ્યા છે.
કિમ કાર્દશિયન તે અગાઉ પણ જીક્યૂ મૅગેઝીન માટે ન્યુડ ફોટોશૂટ કરાવી ચુક્યા છે અને એમ પણ તેઓ સતત ચર્ચામાં રહે છે.
હવે જાણવા મળે છે કે બિગ બૉસ મેકર્સે એક મોટી ફાઇનાંસિયલ ઑફર સાથે કિમને એપ્રોચ કરી છે કે જેના માટે તેઓ ઇનકાર કરી શક્યા નહીં.
સાંભળવા મળે છે કે કિમ કાર્દશિયન થોડાક દિવસો માટે બિગ બૉસ શોમાં રહેશે કે જેથી શોની લોકપ્રિયતામાં જોરદાર વધારો થવાની શક્યતા છે.
કહે છે કે બિગ બૉસમાં કિમની એન્ટ્રી આગામી 22મી નવેમ્બરે થઈ શકે છે. જોકે બિગ બૉસની લગભગ દરેક સીઝનમાં કોઇકને કોઇક વિદેશી બાળાને ચોક્કસ બોલાવવામાં આવે છે.
દરમિયાન એવી પણ ચર્ચા છે કે બિગ બૉસની ટીઆરપી વધારવા માટે તેમાં શાંતિ ડાયનામાઇટને પણ બોલાવાઈ શકે છે.