Bigg Boss 13: સિદ્ધાર્થની જીત બાદ ટ્રોલ થઈ રહી છે મનીષા શર્મા, જાણો કોણ છે આ મહિલા
બિગ બૉસ સિઝન 13ના વિજેતા ટીવી અભિનેતા સિદ્ધાર્થ શુક્લા બન્યા છે. શોને દર્શકોનો ખૂબ જ પ્રેમ મળ્યો છે. સિદ્ઘાર્થની જીતની અપેક્ષા પહેલેથી કરવામાં આવી રહી હતી અને છેલ્લે તે વિજેતા પણ ઘોષિત કરવામાં આવ્યા. જો કે ત્યારબાદ સોશિયલ મીડિયા પર આસિમના ફેન્સે શોને ફિક્સ્ડ ગણાવ્યો અને ચેનલ પર પક્ષપાતનો આરોપ લગાવ્યો છે.

સિદ્ધાર્થના બચાવનો આરોપ
પક્ષપાતનો આ આરોપ શો દરમિયાન અભિનેતા અને હોસ્ટ સલમાન ખાન પર પણ બહુ લાગ્યો. લોકોએ કહ્યુ કે સલમાન અને શોની ટીમ સિદ્ધાર્થનો બચાવ કરી રહી છે અને તેને પ્રમોટ પણ કરી રહી છે. આ જ કારણ છે કે સિદ્ધાર્થના વિજેતા બન્યા બાદ પણ તેના વિશે સવાલો ઉઠી રહ્યા છે. આ દરમિયાન એક મહિલાને પણ સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે. આ મહિલાનુ નામ છે મનીષા શર્મા. લોકોનુ કહેવુ છે કે સિદ્ધાર્થની જીત પાછળ આ મહિલાનો હાથ છે.

મનીષા શર્મા અને સિદ્ધાર્થ શુક્લા વચ્ચે સારા સંબંધો
મનીષા શર્મા પર ટ્વિટર પર એ આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે સિદ્ધાર્થને વિજેતા બનાવવા પાછળ તેનો જ હાથ છે. ઘણા રિપોર્ટ્સમાં તો એ પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે મનીષા શર્મા અને સિદ્ધાર્થ શુક્લા વચ્ચે સારા સંબંધો છે અને મનીષા બિગ બૉસ મેકિંગ ટીમની ચીફ કન્ટેન્ટ અધિકારી પણ છે. આ જ કારણ છે કે બિગ બૉસની કન્ટેન્ટ ટીમ સલમાન ખાનને સિદ્ધાર્થ શુક્લાની ક્લાસ લગાવવા દેતી નહોતી.

આ સિઝનના વિજેતા બન્યા સિદ્ધાર્થ
જો કે આ માહિતી મીડિયામાં આવી રહેલા સમાચારો પર આધારિત છે અને હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી. તમને જણાવી દઈએ કે બધી સિઝનના મુકાબલે સિઝન 13ને લોકોએ ખૂબ પસંદ કરી છે. સાથે જ બિગ બૉસની સિઝન 13 ઘણી લાંબી પણ ચાલી છે. સપ્ટેમ્બર 2019માં શરૂ થયેલ આ રિયાલિટી શો લગભગ પાંચ મહિના બાદ ખતમ થયો છે. ફાઈનલ બે કન્ટેસ્ટન્ટ સિદ્ધાર્થ શુક્લા અને આસિમ રિયાઝ હતા. ત્યારબાદ સિદ્ધાર્થે બિગ બૉસની ટ્રોફી અને 50 લાખ રૂપિયા જીતી લીધા.

સિદ્ધાર્થ શુક્લાની ઈમેજ બિલ્ડીંગ કરવાનો આરોપ
વળી, મનીષા પર એ પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે તેમણે સિદ્ધાર્થ શુક્લાની ઈમેજ બિલ્ડિંગ પર ઘણુ કામ કર્યુ છે. ચાલો જોઈએ કે સોશિયલ મીડિયા પર લોકો મનીષા શર્માને કઈ રીતે ટ્વિટ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ Bigg Boss 13: શિલ્પા શિંદેના ગંદા આરોપો પર સિદ્ઘાર્થે આપ્યુ ચોંકાવનારુ રિએક્શન
The most biased show#BiasedBiggBoss13 #ManishaSharma
— Madiha Yasmeen (@madiha_yasmeen) February 15, 2020
Shame on @ColorsTV https://t.co/vB85FqF7KP
Asim is the viewers choice #ManishaSharma i beg you don't play your dirty politics with Asim and poor audience. @ColorsTV @BiggBoss @EndemolShineIND don't play with our emotions.#VoteForAsimRiaz https://t.co/zSIq2U5l4V
— Vikramaditya Singh (@Vikky_Adi) February 15, 2020
Yes, this is reality and level of biasness of @ColorsTV @BiggBoss #ManishaSharma @Sudhanshu_Vats @EndemolShineIND #ColorsTVExposed#AsimRiaz https://t.co/VdZZm5Rlvf
— Parvez Ahmad (@Parvez38084545) February 15, 2020