વર્ષ 2009 સુધી બુરખો પહેરી ફરતી હતી આ હોટ એક્ટ્રેસ

Written By:
Subscribe to Oneindia News

એક્તા કપૂરની સુપરહિટ સીરિયલ 'કુમકુમ ભાગ્ય'ના બીજા શો 'કુંડલી ભાગ્યા'માં હોટ એક્ટ્રેસ અંજુમ ફકિહ મુખ્ય રોલ ભજવી રહી છે. અંજુમ ટીવી ઇન્ડસ્ટ્રીની હોટેસ્ટ એક્ટ્રેસિસમાંની એક છે. તે એક સફળ મોડેલ પણ છે. સોશિયલ મીડિયા પર અંજુમ ખૂબ એક્ટિવ છે, તેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના તેના હોટ ફોટોઝથી ભરેલું હોય છે. અંજુમ વિશેની કેટલીક રસપ્રદ વાતો વાંચો અહીં..

અંજુમ ફકિહ

અંજુમ ફકિહ

મુંબઇમાં રહેતી અંજુમ ફૈખ આ પહેલાં 'તેરે શેહેર મેં' અને 'એક થા રાજા એક થી રાની' જેવી સીરિયલમાં જોવા મળી ચૂકી છે. હાલ તે 'કુંડલી ભાગ્ય'માં કામ કરી રહી છે. તે 'ફોર્ડ સુપર મોડેલ'નું ટાઇટલ પણ જીતી ચૂકી છે.

'ક્યોંકી...'ની મોટી ફેન

'ક્યોંકી...'ની મોટી ફેન

ટીઓઆઇ સાથે પોતાની નવી સીરિયલ અંગે વાત કરતા અંજુમે જણાવ્યું હતું કે, હું ઘણા સમયથી એક્તા કપૂરના પ્રોડક્શન હાઉસ સાથે કામ કરવા માંગતી હતી. હું લકી છું કે મને આ શો મળ્યો. હું 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી' અને 'કહાની ઘર ઘર કી'ની મોટી ફેન છું.

પોઝિટીવ રોલ નથી મળતાં

પોઝિટીવ રોલ નથી મળતાં

'હું આ શોઝ જોતાં-જોતાં મોટી થઇ છું. મને ટીવી શોમાં પોઝિટિવ રોલ એકદમ નથી મળતાં. મને મોટેભાગે નેગેટિવ રોલ આપવામાં આવે છે. મારી હાઇટ પણ અહીં એક રીતે મારે માટે ડિસએડવાન્ટેજ છે. મને જ્યારે 'તેરે શહેર મેં' શો મળ્યો ત્યારે હું મનોમન પ્રાર્થના કરી રહી હતી કે, મારી કો-સ્ટારની હાઇટ 6.2 ફૂટ હોય.'

15 વર્ષની હતી ત્યારથી બનવું હતું મોડેલ

15 વર્ષની હતી ત્યારથી બનવું હતું મોડેલ

અંજુમ 15 વર્ષની હતી, ત્યારથી તેને મોડેલ બનવું હતું. તેનો જન્મ કન્ઝર્વેટિવ મુસ્લિમ પરિવારમાં થયો છે. પોતાની પસંદગીના કરિયરમાં આગળ વધવા માટે તેને પોતાનું ઘર છોડવાની ફરજ પડી હતી. તેણે લગભગ 8 વર્ષ પહેલાં મોડેલિંગ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવા માટે પોતાનું ઘર છોડી દીધું હતું.

4થા ધોરણથી પહેરતી હતી બુરખો

4થા ધોરણથી પહેરતી હતી બુરખો

દરેક મુસ્લિમ યુવતીની જેમ અંજુમ 4થા ધોરણમાં હતી ત્યારથી તે પણ બુરખો પહેરતી હતી. આ અંગે વાત કરતાં તેણે કહ્યું હતું કે, 'જ્યારે મેં મારી માતા સામે મારી મોડેલિંગની ઇચ્છા જાહેર કરી હતી, તો તેણે મને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું હતું કે, તું મારા ઘરમાં રહીને મોડેલિંગ નહીં કરી શકે.'

'પહેલાં પેરેન્ટ્સ મારી ચોઇસથી નાખુશ હતા'

'પહેલાં પેરેન્ટ્સ મારી ચોઇસથી નાખુશ હતા'

'આથી મેં કરિયરની પસંદગી કરતાં ઘર છોડી દીધું હતું. પહેલાં તો મારા પેરેન્ટ્સ મારા આ નિર્ણયથી નારાજ હતા અને મારી સાથે વાત નહોતા કરતાં. પરંતુ હવે તેઓ મારી સફળતાથી ખુશ છે. તેઓ ઘણીવાર મને મળવા મુંબઇ આવે છે.'

મોડેલિંગ ક્ષેત્રે જર્ની પ્રેરણાદાયક

મોડેલિંગ ક્ષેત્રે જર્ની પ્રેરણાદાયક

અંજુમે ઇન્ડિયાની ઘણી ટોપ બ્રાન્ડ્સ માટે મોડેલિંગ કર્યું છે. મોડેલિંગ ક્ષેત્રે તેની જર્ની ઘણી પ્રેરણાદાયક છે. તેણે જણાવ્યું હતું કે, 'હું એવા ફેમિલીમાંથી આવું છું, જ્યાં ઘરમાં મહેમાન આવે ત્યારે સ્ત્રીઓ અને યુવતીઓને પડદા પાછળ રહેવાનું કહેવામાં આવે છે. પરંતુ આ ઇન્ડસ્ટ્રી જોયા બાદ હવે મારી માતાના વિચારો પણ બદલાઇ રહ્યાં છે.'

English summary
Read 'Kundali Bhagya' actress Anjum Fakih's life journey.
Please Wait while comments are loading...