‘ગૌહર-કુશાલના લગ્ન અંગે અટકળો ઉતાવળિયું’

Posted By:
Subscribe to Oneindia News

લોનાવાલા, 30 ડિસેમ્બર : ટેલીવિઝન રિયલિટી શો બિગ બૉસ 7ના વિજેતા ગૌહર ખાનના મોટા બહેન નિગાર ખાનનું માનવું છે કે ગૌહર પોતાના સહ-સ્પર્ધક કુશાલ ટંડન સાથે લગ્ન કરશે કે કેમ, આ અંગે હાલ કંઈ પણ કહેવું ઉતાવળિયું ગણાશે. તેમનું કહેવું છે કે આ અંગે હજી ઇંતેજાર કરવો પડશે.

gauhar-khan-razia-nigaar.
ગૌહર ખાનના માતા રઝિયા ખાને મીડિયા સાથેની વાતચીતમમાં જણાવ્યું - ગૌહર બહુ સમજૂ છોકરી છે. જો તેઓ આમ ઇચ્છશે, તો ચોક્કસ આગળ વાત ચલાવવામાં આવશે. જોકે નિગારે જણાવ્યું કે ભવિષ્યમાં શું થવાનું છે, તે જાણવા માટે ઇંતેજાર કરવાની જરૂર છે.

હાલ બુદ્ધ ટેલીવિઝન સીરિયલમાં કામ કરતાં નિગાર ખાને જણાવ્યું - આપણે સમય પહેલા જ કોઈ વાર્તા નહીં કરવી જોઇએ. આ બહુ સુખદ છે અને આપણે તે બંનેને એક-બીજાનું સન્માન અને સહકાર કરતા જોયાં છે. ચાલો, હાલ આ અંગે નહીં વિચારીએ કે ભવિષ્યમાં શું થશે. આજ ઉપર જ ખુશ રહીએ. નોંધનીય છે કે ગૌહર ખાન બિગ બૉસ 7ના વિજેતા બન્યાં છે.

English summary
Gauahar Khan's elder sister Nigaar Z. Khan believes it's too early to predict whether the "Bigg Boss - Saath 7" winner will marry co-contestant Kushal Tandon, saying: "Let's not hatch eggs before they are laid." Their mother believes things can be taken forward if Gauahar so desires.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.