Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મેરી આશિકી તુમ સે હી Next : ચિરાગ મંડપમાંથી ભાગ્યો, તો હવે રણવીર સાથે લગ્ન કરશે ઈશાની..?

મુંબઈ, 4 નવેમ્બર : મેરી આશિકી તુમ સે હી ટેલીવિઝન સીરિયલના સ્વીટહાર્ટ્સ રણવીર (શક્તિ અરોરા) અને ઈશાની (રાધિકા મદન) અંગે મનાય છે કે બંને લગ્ન કરી લેવાના છે અને હવે તો પરિવારના તમામ સભ્યો પણ તેમની ઉપર લગ્ન કરી લેવાનું દબાણ નાંખી રહ્યા છે.

એમ તો ઈશાની ચિરાગ સાથે લગ્ન કરવાની હતી, પરંતુ જ્યારે ચિરાગને ખબર પડી કે લગ્ન બાદ ઈશાનીની દોલત નહીં મેળવી શકાય, ત્યારે તેણે ઈશાની સાથેના સંબંધ ખતમ કરી દીધાં. બીજી બાજુ રણવીર રિતિકા સાથે લગ્ન કરવા સંમત થયો હતો અને તે પોતાની મંગેતરને સમજવાનો પ્રયત્ન પણ કરવા લાગ્યો હતો. તે ઈશાનીને ભુલી પણ જાય છે, પરંતુ ભાગ્ય બંનેને ફરી વાર એવી પરિસ્થિતિમાં લાવી મૂકે છે કે બંને ઉપર એક-બીજા સાથે લગ્ન કરી લેવાનું દબાણ વધી જાય છે.

રણવીર એ બાબતે ગિલ્ટી અનુભવી રહ્યો છે કે તેના કારણે ઈશાનીએ પોતાની દોલત ગુમાવી દીધી અને ઈશાની સાથે લગ્ન કરવા સંમત થાય છે. બીજી બાજુ, ઈશાની લગ્નની વાત ટાળે છે, પરંતુ તેની માતા ફાલ્ગુની ઈશાનીને લગ્ન કરવા માટે ઇમોશનલી બ્લૅકમેલ કરે છે. જોકે ઈશાની પણ જાણે છે કે રણવીર એકમાત્ર એવી વ્યક્તિ છે કે જે તેને સાચો પ્રેમ કરી શકે છે.

આમ, રણવીર-ઈશાની બંને ઉપર લગ્નનું દબાણ વધી ગયું છે, પરંતુ રણવીરની માતા અમ્બા કોઈ પણ શરતે આ લગ્ન સાથે સંમત થવા તૈયાર નથી. અમ્બા માને છે કે ઈશાની તેમના દીકરા માટે સારી પસંદગી નથી. તે રણવીરને માત્ર દુઃખ જ આપશે, તેના સિવાય કંઈ નહીં આપે.

શું આટલી ગુંચવણો છતાં રણવીર અને ઈશાની લગ્ન કરી લેશે? શું ઈશાની અને રણવીરના ભાગ્યનો હાથ ઊપર રહેશે? લેટ્સ વેટ એન્ડ વૉચ મેરી આશિકી તુમ સે હી.

ચાલો આપને બતાવીએ મેરી આશિકી તુમ સે હી સીરિયલના આગામી એપિસોડની ઝલક :

રણવીરને સમાચાર મળે છે

રણવીરને સમાચાર મળે છે

રણવીરને ઈશાની કેસ હારી ગયાના સમાચાર મળે છે.

ચિરાગ ભાગી જાય છે

ચિરાગ ભાગી જાય છે

ઈશાની સમ્પત્તિ ગુમાવી દેતાં ચિરાગ તેના દિલના ટુકડા કરી ભાગી જાય છે.

ઈશાનીનો પ્રેમ કંટીન્યુ

ઈશાનીનો પ્રેમ કંટીન્યુ

ચિરાગ ભાગી જવા જતા ઈશાનીને ચિરાગ પ્રત્યે પ્રેમ જળવાયેલો રહે છે. તે મંડપમાં બેસી જાય છે. તેને વિશ્વાસ છે કે ચિરાગ તેના માટે પાછો આવશે.

રણવીરનું આગમન

રણવીરનું આગમન

ચિરાગની જગ્યાએ મંડપમાં રણવીર આવે છે.

ઈશાની રુષ્ટ

ઈશાની રુષ્ટ

ઈશાની હજી સુધી એમ જ માને છે કે રણવીરના કારણે તે કેસ હારી ગઈ.

ફાલ્ગુની

ફાલ્ગુની

ફાલ્ગુની ઈશાનીને બચાવવા માટે રણવીરને કંઇક કરવાનું કહે છે.

દબાણ

દબાણ

રણવીર ઉપર ઈશાની સાથે લગ્ન કરવાનું દબાણ કરવામાં આવે છે.

રણવીરનો નિર્ણય

રણવીરનો નિર્ણય

રણવીર તમામ ગિલ્ટ છોડી ઈશાની સાથે લગ્ન કરવાનો નિર્ણય કરે છે.

મંડપમાં રણવીર

મંડપમાં રણવીર

રણવીર દુલ્હો બની મંડપમાં બેસી જાય છે.

ઈશાનીનો ઇનકાર

ઈશાનીનો ઇનકાર

ઈશાની ઇનકાર કરે છે અને મંડપમાંથી જતી રહે છે, પરંતુ ફાલ્ગુની ઈશાનીને રણવીર સાથે લગ્ન કરી લેવાનું દબાણ કરે છે.

રણવીર-ઈશાની

રણવીર-ઈશાની

રણવીર અને ઈશાની દુલ્હા-દુલ્હન બને છે.

રિતિકા પણ રાજી

રિતિકા પણ રાજી

રિતિકા પણ રણવીરને ઈશાની સાથે લગ્ન કરી લેવા કહે છે. રિતિકા કહે છે કે તમે ઈશાનીના પ્રેમમાં છો અને તમે મારી સાથે ખુશ નહીં રહી શકો.

અમ્બા

અમ્બા

અમ્બાને રણવીર-ઈશાનીના લગ્નની જાણ થતા જ તે લગ્ન વિધિ રોકાવવા માટે મંડપમાં ધસી આવે છે.

શું લગ્ન થશે?

શું લગ્ન થશે?

આટલી ગુંચવણો બાદ પણ શું રણવીર અને ઈશાનીના લગ્ન થશે?

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X