MeToo: એક વાર ફરીથી ઈન્ડિયન આઈડલ શોમાંથી બહાર થઈ શકે છે અનુ મલિક
સોની ટીવી ચેનલ પર આવતા મ્યુઝિક રિયોલિટી શો ઈન્ડિયન આઈડલના જજ અનુ મલિકની એક વાર ફરીથી છુટ્ટી થઈ શકે છે.
સોની ટીવી ચેનલ પર આવતા મ્યુઝિક રિયોલિટી શો ઈન્ડિયન આઈડલના જજ અનુ મલિકની એક વાર ફરીથી છુટ્ટી થઈ શકે છે. વાસ્તવમાં આ પહેલા જે રીતે મીટુ અભિયાનમાં અનુ મલિક પર આરોપ લગાવ્યો હતો ત્યારબાદ અનુ મલિકેના શોના જજની ભૂમિકામાં બહાર કરી દીધા હતા. પરંતુ ચેનલે ફરીથી અનુ મલિકને શોમાં ફરીથી શામેલ કરી દીધા હતા. સોનીના આ નિર્ણય બાદ ફરીથી તેમના પર આરોપોનો દોર શરૂ થઈ ગયો ત્યારબાદ માનવામાં આવી રહ્યુ છે કે સોની ચેનલ અનુ મલિકના શોમાં વાપસી પોતાના નિર્ણય પર પુનઃવિચાર કરી રહ્યા છે.

મલિકનો વિરોધ
રિપોર્ટ અનુસાર અનુ મલિકની આગામી અમુક સપ્તાહમાં છુટ્ટી થઈ શકે છે. રિપોર્ટની માનીએ તો જે રીતે અનુ મલિકને ફરીથી શોમાં શામેલ કરવામાં આવ્યા તે બાદ તેમનો જબરદસ્ત વિરોધ થઈ રહ્યો છે. વાસ્તવમાં ચેનલને આ વાતનો અંદાજ નહોતો કે ગઈ સિઝનમાં અનુ મલિક માટે થઈ રહેલો વિરોધ આ વખતે પણ ચાલુ રહેશે. પરંતુ જે રીતે એક વાર ફરીથી લોકો અનુ મલિકનો વિરોધ કરી રહ્યા છે તેને જોતા સોની ચેનલ પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરી રહ્યા છે.

ઘણા લોકોએ ખુલીને કરી વાત
હાલમાં જ ગાયિકા સોના મહાપાત્રાએ સોશિયલ મીડિયા પર સોની ચેનલ અને અનુ મલિક સામે મુહિમ છેડી દીધી હતી. શોમાં અનુ મલિકની વાપસી બાદ સોના મહાપાત્રા જ નહિ પરંતુ નેહા ભસીને પણ પોતાની આપવીતી શેર કરીને કહ્યુ કે પોતાના શરૂઆતના દિવસોમાં તે અનુ મલિક પાસે ગઈ હતી પરંતુ આ દરમિયાન અનુ મલિક સાથે તેમનો અનુભવ સારો નથી રહ્યો. તમને જણાવી દઈએ કે મીટુ અભિયાનની શરૂઆત દરમિયાન સોના મહાપાત્રાએ અનુ મલિક સામે ખુલીને પોતાની વાત સામે રાખી હતી અને તેમને સેક્સ્યુઅલ પ્રીડેટર કહ્યા હતા.

કિસ કરવા માટે કહ્યુ હતુ
માત્ર સોના મહાપાત્રા અને નેહા ભસીન નહિ પરંતુ શ્વેતા પંડિતે પણ અનુ મલિક પર સંગીન આરોપ લગાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે અનુ મલિકે તેમને સુનિધિ ચૌહાણ અને શાન સાથે ગાવાનો મોકો આપવાની વાત કહી હતી. અનુ મલિકે મને કહ્યુ હતુ કે જો હું તેમને કિસ કરીશુ તો તેને આ મોકો આપશે. પરંતુ આ બધા વચ્ચે હેમા સરદેસાઈએ અનુ મલિકનો બચાવ કર્યો હતો. તેમણે કહ્યુ હતુ કે અનુ મલિક એક ઉત્કૃષ્ટ સંગીત નિર્માતા છે તેમણે ઘણા શ્રેષ્ઠ ગાયક બનાવ્યા જેમાં હું પણ શામેલ છુ.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
