પોતાની ફેવરિટ TV એક્ટ્રેસનો આ અંદાજ જોઇ સલમાન પણ ચોંકી જશે

Written By:
Subscribe to Oneindia News

'નાગિન' ફેમ હોટ ટીવી એક્ટ્રેસ મૌની રોય માટે વર્ષ 2017 ખૂબ શુભ રહ્યું છે, ખાસ કરીને કરિયરની બાબતે. 'નાગિન' સિરિયલની સિક્વલ 'નાગિન 2' ટીઆરપીમાં ટોપ પર હતી, આ સાથે જ બોલિવૂડના દબંગ ખાનની પણ મહેરબાની તેની પર વરસી રહી હતી. સલમાન ખાન નવા ટેલેન્ટને તક આપવાની કોઇ તક નથી છોડતા. થોડા સમય પહેલાં ખબર આવી હતી કે, સલમાન મૌનીને પોતાની ફિલ્મથી બોલિવૂડમાં લોન્ચ કરશે.

બોલિવૂડ ડેબ્યૂ

બોલિવૂડ ડેબ્યૂ

હજુ તો સલમાન સાથેની ફિલ્મની વાત પાકી થાય, એ પહેલાં જ ખબર આવ્યા કે મૌની રોય અક્ષય કુમારની આગામી ફિલ્મ 'ગોલ્ડ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. આ ફિલ્મમાં મૌનીનું મહત્વપૂર્ણ પાત્ર છે અને તે ઓગસ્ટ માસથી આ ફિલ્મનું શૂટિંગ કરશે. એવું પણ કહેવાઇ રહ્યું છે કે, સલમાનને કારણે જ મૌનીને આ ફિલ્મમાં ચાન્સ મળ્યો છે.

શિકાગોમાં મૌની

શિકાગોમાં મૌની

મૌની રોયની 'નાગિન 2' સિરિયલનું શૂટિંગ પૂર્ણ થઇ ચૂક્યું છે. હાલ તે શિકાગોમાં વેકેશન એન્જોય કરી રહી છે. પોતાના વેકેશનની ઘણી તસવીરો તેણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. આ સાથે જ તે ફિલ્મની તૈયારીઓમાં લાગી હોય એમ પણ લાગે છે.

'નાગિન 2'ની સફળતા

'નાગિન 2'ની સફળતા

મૌની રોય 'દેવોં કે દેવ મહાદેવ'થી લોકપ્રિય બની હતી, ત્યાર બાદ તેને પાછું વળીને જોવાની જરૂર નથી પડી. 'દેવોં કે દેવ મહાદેવ' બાદ આવેલ તેની સિરિયલ 'નાગિન' સુપરહિટ રહી અને તેનો બીજો ભાગ 'નાગિન 2' પણ સુપરહિટ રહ્યો.

ફેન્સ લિસ્ટમાં સલમાનનું નામ

ફેન્સ લિસ્ટમાં સલમાનનું નામ

ટેલિવિઝનના સિતારાઓમાં હાલ મૌની રોયનું સ્ટારડમ આભને આંબી રહ્યું છે. સોશિયલ મીડિયા પર પણ તેના અનેક ફોલોઅર્સ છે, ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા છે 3.1 મિલિયન. તેના ફેન્સ લિસ્ટમાં એક નામ સલમાન ખાનનું પણ છે. જી હા, કહેવાઇ રહ્યું છે કે, મૌનીએ સલમાન સાથે ખૂબ સારો રેપો કેળવ્યો છે, જે ઘણી મોટી વાત છે.

સલમાનને ખુશ કરવા છે મુશ્કેલ

સલમાનને ખુશ કરવા છે મુશ્કેલ

સૌને ખબર છે કે, સલમાન ખાનને ખુશ કરવા ઘણા મુશ્કેલ છે. જો કે, મૌનીએ આ કામ સફળતાપૂર્વક કરી બતાવ્યું છે. આથી જ તો સલમાનના ટીવી શોમાં તે હંમેશા જોવા મળે છે. મૌની 'બિગ બોસ'માં પોતાની સિરિયલનું પ્રમોશન કરવા પહોંચી હતી, આ સિવાય 'ટ્યૂબલાઇટ' પ્રમોશનના સ્પેશિયલ એપિસોડમાં પણ તે જોવા મળી હતી. બંન્ને વખતે તેણે સલમાન સાથે પર્ફોમન્સ આપ્યું હતું.

બિગ બેનરથી કરી શરૂઆત

બિગ બેનરથી કરી શરૂઆત

મૌની રોયે બાલાજીની સિરિયલ 'ક્યોંકિ સાસ ભી કભી બહુ થી'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તે આજે પણ આ જ બેનર સાથે કામ કરી રહી છે. બે દિવસ પહેલાં જ 'નાગિન 2'નું શૂટિંગ પૂર્ણ થયા બાદ મૌનીએ પોતાના કોસ્ટાર્સ અને એક્તા કપૂરનો આભાર માનતી ખૂબ ઇમોશનલ પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર મૂકી હતી.

'દેવોં કે દેવ મહાદેવ'થી બદલાઇ જિંદગી

'દેવોં કે દેવ મહાદેવ'થી બદલાઇ જિંદગી

'દેવોં કે દેવ મહાદેવ'થી મૌનીને ખરી સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો અને સાથે જ આ સિરિયલના સેટ પર જ તેની મુલાકાત તેના બોયફ્રેન્ડ મોહિત રૈના સાથે થઇ. મૌની અને રોહિત આજે પણ સાથે છે. બંન્નેએ ક્યારેય પોતાના રિલેશન અંગે ખુલીને વાત નથી કરી, પરંતુ ક્યારેય રિલેશનમાં હોવાની વાત નકારી પણ નથી.

English summary
Mouni Roy Makes Chicago Look Stunning And Sets Holiday Goals.
Please Wait while comments are loading...