અક્ષયની 'ગોલ્ડ' પહેલાં HOT અવતારમાં જોવા મળી મૌની રોય

Written By:
Subscribe to Oneindia News

ટેલિવિઝન વિશ્વની સૌથી સુંદર એક્ટ્રેસિસમાં મૌની રોયનું નામ આવે છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. 'દેવોં કે દેવ મહાદેવ' તથા 'નાગિન' સિરિયલથી લોકપ્રિય થયેલ મૌની રોયનો ફેન બેઝ બે પ્રકારનો છે. સિરિયલમાં તેના પાત્ર અને એક્ટિંગને કારણે તેને પસંદ કરતા લોકો તથા સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ અને હોટ અવતારને પસંદ કરતા લોકો. મૌની આ બંને વચ્ચેનું બેલેન્સ ખૂબ સરસ રીતે સાચવે છે.

હોટ ફોટોશૂટ

હોટ ફોટોશૂટ

રિસન્ટલી મૌનીના લેટેસ્ટ ફોટોશૂટની આ તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે. લૂઝ શર્ટમાં જોવા મળતી મૌની અત્યંત સુંદર અને હોટ લાગી રહી છે. તેણે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર આ તસવીર પોસ્ટ કરી છે, જે લોકોને ખૂબ પસંદ પડી રહી છે.

બોલિવૂડમાં એન્ટ્રી

બોલિવૂડમાં એન્ટ્રી

મૌની રોય ટૂંક સમયમાં જ બોલિવૂડમાં પદાર્પણ કરનાર છે. તે અક્ષય કુમારની હોકી આધારિત ફિલ્મ 'ગોલ્ડ'માં જોવા મળશે. પહેલા ચર્ચા હતી કે, તે સલમાન ખાનની ફિલ્મ દ્વારા ડેબ્યૂ કરશે, પરંતુ એ પહેલાં જ અક્ષય કુમારની 'ગોલ્ડ'માં મૌનીનું નામ ફાઇનલ થયું હોવાના સમાચાર આવ્યા હતા.

'ગોલ્ડ'માં મૌનીનો રોલ

'ગોલ્ડ'માં મૌનીનો રોલ

'ગોલ્ડ'માં મૌની રોય અક્ષય કુમારના લવ ઇન્ટરેસ્ટના રોલમાં જોવા મળનાર છે, એવી ખબરો આવી હતી. જો કે, કહેવાઇ રહ્યું છે કે, મૌની પોતાના રોલથી ખાસ ખુશ નથી, કારણ કે તેનો રોલ ખૂબ નાનો છે.

શું કહે છે મૌની?

શું કહે છે મૌની?

જ્યારે મૌનીને પૂછવામાં આવ્યું કે, શું 'ગોલ્ડ'ના તેના રોલથી તેને અસંતોષ છે? તો તેણે આ વાતને અફવા ગણાવતા કહ્યું હતું કે, મને ખબર નથી કોણ આ પ્રકારની વાતો ફેલાવી રહ્યું છે. હું માત્ર એટલું જ કહેવા માંગીશ કે, ફિલ્મ રિલીઝ થાય ત્યાં સુધી રાહ જુઓ. હું આ પ્રોજેક્ટ સાથે જોડાઇને ખૂબ જ ખુશ છું.

બિગ બોસ 11

બિગ બોસ 11

મૌની રોય સલમાન ખાનની ખાસ મિત્ર હોવાનું કહેવાય છે. સલમાનના દરેક ટેલિવિઝન શો કે એપિસોડમાં મૌની જોવા મળે છે. 'ટ્યૂબલાઇટ'ના પ્રમોશન માટે સલમાને રાખેલ સ્પેશ્યિલ શોમાં પણ મૌનીનું પર્ફોમન્સ હતું. આ વખતા બિગ બોસ 11ના પ્રોમોમાં તે જોવા મળી હતી. જલ્દી જ તે બિગ બોસ 11માં પણ કોઇ ટ્વીસ્ટ સાથે જોવા મળે એવી શક્યતા છે.

મોહિત રૈના

મોહિત રૈના

'દેવોં કે દેવ મહાદેવ'માં મહાદેવના મેઇન રોલમાં જોવા મળેલ મોહિત રૈનાને જ મૌની ડેટ કરી રહી છે. થોડા સમય પહેલાં જ આ બંનેના બ્રેકઅપની વાતો ઉડી હતી. જો કે, મૌનીએ મોહિત સાથેની દિવાળી સલિબ્રેશનની તસવીરો પોસ્ટ કરીને સૌને ચૂપ કરી દીધા હતા. તેણે મોહિત સાથેની તસવીર પોસ્ટ કરતાં કેપ્શન લખ્યું હતું, Love.

બ્રેકઅપની ખબરો

બ્રેકઅપની ખબરો

મોહિતી અને મૌનીએ ક્યારેય પોતાનું રિલેશન એક્સેપ્ટ નથી કર્યું અને નકાર્યું પણ નથી. થોડા સમય પહેલાં આ બંને વચ્ચેના બ્રેકઅપની ખબરોએ ખૂબ જોર પકડ્યું હતું, એવી પણ ચર્ચા હતી કે બ્રેકઅપ પછી બંનેએ એકબીજીને ટ્વીટર પર અનફોલો કર્યા છે. જો કે, દિવાળી સેલિબ્રેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી બંનેએ આ ચર્ચા પર પૂર્ણવિરામ મુકી દીધું છે.

English summary
Mouni Roy looks breathtakingly beautiful and hot in her latest photo shoot. Check out the pictures here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.