For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તારક મેહતા ફેમ મુનમુન દત્તાની ધરપકડની માંગ, વિવાદિત વીડિયો ડિલિટ કરી માફી માંગી

તારક મેહતા ફેમ મુનમુન દત્તાની ધરપકડની માંગ, વિવાદિત વીડિયો ડિલિટ કરી માફી માંગી

By Staff
|
Google Oneindia Gujarati News

ટીવીના લોકપ્રિય શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની બબીતા જી એટલે કે મુનમુન દત્તા એક મોટા વિવાદનો ભાગ બની ચૂકી છે, જે બાદ તેની ધરપકડની માંગ ઉઠવા લાગી છે. મુનમુન દત્તાએ એક વીડિયોમાં દલિત સમુદાય માટે જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યો.

જેવી જ આ વાત સામે આવી એક્ટ્રેસને ભારે ટ્રોલ કરવામાં આવી. અનેલોકો મુનમુન દત્તાની ધરપકડની માંગ ઉઠાવવા લાગ્યા. મુનમુન દત્તાના આ વીડિયોને જોયા બાદ મામલો ખુબ ગંભીર થઈ ગયો.

વીડિયો ડિલિટ કર્યો

વીડિયો ડિલિટ કર્યો

મુનમુન દત્તાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી આ વીડિયો ડિલીટ કરી દીધો. પછી તેમણે આ મામલાને લઈ માફીનામું શેર કર્યું. સોશિયલ મીડિયા પર મુનમુન દત્તાએ આ સમગ્ર મામલાને લઈ માફી માંગી છે.

મારા શબ્દોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો

મારા શબ્દોનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો

મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર માફી માંગતા લખ્યું કે આ વીડિયોના સંદર્ભમાં જેમ મે કાલે પોસ્ટ કરી હતી. જ્યાં મારા દ્વારા ઉપયોગ કરાયેલા શબ્દનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો છે.

ઠેંસ પહોંચાડવા માટે નથી કર્યુંઃ મુનમુન દત્તા

ઠેંસ પહોંચાડવા માટે નથી કર્યુંઃ મુનમુન દત્તા

આગળ તે લખે છે કે આ અપમાન, ધમકી કે કોઈની ભાવનાને ઠેંસ પહોંચાડવાના ઈરાદે ક્યારેય નહોતું કર્યું. મારા ભાષાના અવરોધને કારણે મને યોગ્ય રીતે શબ્દનો મતલબ ખબર નહોતી. એકવાર જ્યારે આ શબ્દનો મતલબ મને ખબર પડી કે મેં તરત જ તે હટાવી દીધો.

હું માફી માંગું છું, દુખ છે

હું માફી માંગું છું, દુખ છે

મુનમુન દત્તાએ આગળ લખ્યું કે મને હરેક જાતિ, પંથ અથવા લિંગના વ્યક્તિ માટે અત્યંત સમ્માન છે અને સમાજ અથવા રાષ્ટ્રમાં તેમના અપાર યોગદાનને હું સ્વીકારું છું. હું ઈમાનદારીથી હરેક વ્યક્તિની માફી માંગવાં માંગું છું અને તેમના માટે મને દુખ છે.

મુનમુન દત્તાએ આવું કહ્યું હતું

મુનમુન દત્તાએ આવું કહ્યું હતું

જણાવી દઈએ કે મુનમુન દત્તાએ જે ઈન્સ્ટાગ્રામ વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમાં તે મેકઅપ વિશે વાત કરી રહી હતી. તેમણે કહ્યું હતું કે મારી પાસે લિપ ટિંટ છે જેને મેં મારા ચહેરા પર બ્લશની જેમ લગાવી દીધી હતી. હું જલદી જ યૂટ્યૂબ પર ડેબ્યૂ કરીશ. તેમણે આ વીડિયોમાં જ એક વિશેષ જાતિના શબ્દનો ઉપયોગ કર્યો હતો.

'શ્વેતા તિવારીને પૈસા હજમ કરીને પણ શરમ નથી આવતી'- અભિનવ કોહલી'શ્વેતા તિવારીને પૈસા હજમ કરીને પણ શરમ નથી આવતી'- અભિનવ કોહલી

હેશટેગ ટ્રેન્ડ થયું

હેશટેગ ટ્રેન્ડ થયું

આ ઘટના બાદ ટ્વિટર પર #ArrestMunmunDutta હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યું. જેને લઈ ફિલ્મમેકર નીરજ ઘેવાનીએ પણ પોસ્ટ શેર કરી હતી અને બોલ્યા હતા કે ખોટો મતલબ કાઢ્યો, તકલીફ પહોંચાડવાનો ઈરાદો નહોતો. તમે જે શબ્દ બોલ્યો તેને કવરઅપ કરવાની કોઈ રીત નથી. માફી માંગીને ચૂપ થઈ જાઓ.

English summary
Munmun datta deletes controversial video and apologizes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X