For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કપિલ શર્મા શૉથી બહાર કરવા પર જાણો શુ બોલ્યા સિદ્ધુ?

પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુ હાલમાં પુલવામાંમાં થયેલા આતંકી હુમલા અંગે પોતાના નિવેદનને કારણે ઘેરાયેલા છે.

|
Google Oneindia Gujarati News

પંજાબના મંત્રી નવજોત સિંહ સિદ્ધુ હાલમાં પુલવામાંમાં થયેલા આતંકી હુમલા અંગે પોતાના નિવેદનને કારણે ઘેરાયેલા છે. આ દરમિયાન ટ્વિટર પર #boycottsiddhu હેઝ ટેગ લગાવીને તેનો ખુબ જ વિરોધ કરવામાં આવ્યો છે. લોકો તેમાં કહેવા લાગ્યા કે સિદ્ધુને કપિલ શર્મા શૉથી બહાર કાઢવામાં આવે, નહીં તો તેઓ શૉને બાયકોટ કરશે. તેવામાં ખબર આવી કે સોનીએ સાચે જ સિદ્ધુને શૉથી બહાર કરી દીધા છે. પરંતુ આ બાબતે જયારે સિદ્ધુને પૂછવામાં આવ્યું ત્યારે તેમને જણાવ્યું કે ચેનલ ઘ્વારા તેમને આ બાબતે કોઈ વાત નથી કરવામાં આવી.

આ પણ વાંચો: પુલવામા હુમલોઃ સલમાનથી લઈ અક્ષય સુધી જવાનોની શહીદી પર ભડક્યુ બોલિવુડ, જુઓ પ્રતિક્રિયા

અર્ચના પૂરણ સિંહએ સિદ્ધુની જગ્યા લીધી?

અર્ચના પૂરણ સિંહએ સિદ્ધુની જગ્યા લીધી?

ખબર આવી છે કે ટ્વિટર પર #boycottsiddhu હેઝ ટેગ ચાલ્યા પછી ચેનલે સિદ્ધુને શૉથી બહાર કરી દીધા. એટલું જ નહીં પરંતુ તેની જગ્યા અર્ચના પૂરણ સિંહને આપવામાં આવી. પરંતુ સિદ્ધુ ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને ચેનલના આ નિર્ણય વિશે કોઈ જ જાણકારી નથી અને ચેનલ ઘ્વારા તેમની સાથે આ બાબતે કોઈ વાતચીત પણ નથી કરવામાં આવી.

પુલવામાં હુમલામાં સિદ્ધુએ આવું નિવેદન આપ્યું હતું

પુલવામાં હુમલામાં સિદ્ધુએ આવું નિવેદન આપ્યું હતું

પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલા હુમલા અંગે દેશભરમાં ગુસ્સાનો માહોલ છે. વળી, ઘણી મોટી હસ્તીઓ પણ આ મામલે નિવેદન આપી રહી છે. આ કડીમાં નવજોત સિંહ સિદ્ધુએ કહ્યુ હતુ કે ‘શું અમુક લોકોની કરતૂત માટે સમગ્ર દેશને જવાબદાર ગણી શકાય છે. આતંકવાદીઓનો કોઈ દેશ નથી હોતો, કોઈ ધર્મ નથી હોતો અને કોઈ જાત નથી હોતી.' સિદ્ધુના આ નિવેદન પછી લોકો ભડકી ઉઠ્યા અને આ હુમલામાં પાકિસ્તાનની નિંદા નહીં કરવા બદલ તેઓ સિદ્ધુની દેશભક્તિ પર સવાલ કરવા લાગ્યા.

ભાજપા નેતાએ સિદ્ધુને પાયલ મોકલી

ભાજપા નેતાએ સિદ્ધુને પાયલ મોકલી

સિદ્ધુના નિવેદન અંગે ભાજપ તરફથી પણ સતત હુમલા થઈ રહ્યા છે. અહીં સુધી કે ભાજપ નેતા તજિંદર પાલ બગ્ગાએ ટ્વીટ કર્યુ છે. તેમણે લખ્યુ, 'સિદ્ધુજી તમારા માટે પાયલ મોકલી છે ભેટમાં, પહેરીને પોતાના યાર દિલદાર ઈમરાન ખાનની ધૂન પર નાચો.' બગ્ગાએ સિદ્ધુના ચંદીગઢના સરનામે પાયલ મોકલી છે. એવામાં સિદ્ધુએ વળતો જવાબ આપીને ભાજપ પર હુમલો કર્યો છે. સિદ્ધુએ ભાજપ પર નિશાન સાધીને 20 વર્ષ પહેલાની મસૂદ અઝહરની મુક્તિની યાદ અપાવી. તેમણે કહ્યુ કે, ‘જે લોકો મને દેશદ્રોહી ગણાવી રહ્યા છે એ લોકો બતાવે કે મસૂદ અઝહરને પાકિસ્તાનને કોણે સોંપ્યો હતો? આટલા વર્ષોથી ભાજપ મસૂદને પાછો પકડવા માટે શું કરી રહી છે.

English summary
navjot singh siddhu says I have no intimation from the channel about kapil sharma show
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X