For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દૂરદર્શન પર આવતા જ છવાઈ રામાયણ, 17 કરોડ દર્શકો સાથે બનાવ્યો નવો રેકૉર્ડ

ત્રણ દશકથી પણ વધુ જૂના શો રામાયણે ફરીથી નાના પડદા પર આવતા જ ફરીથી પોતાનો સિક્કો જમાવી લીધો છે.

|
Google Oneindia Gujarati News

ત્રણ દશકથી પણ વધુ જૂના શો રામાયણે ફરીથી નાના પડદા પર આવતા જ ફરીથી પોતાનો સિક્કો જમાવી લીધો છે. હિંદુ ધર્મ પર આધારિત આ શોએ સૌથી વધુ દર્શકો મેળવીને પોતાના નામે એક નવો રેકોર્ડ નોંધાવી લીધો છે. લૉકડાઉન દરમિયાન ગયા શનિવારે એટલે કે 28 માર્ચે ફરીથી લૉન્ચ થયેલ આ સીરિયલના પહેલા ચાર શો જ 170 મિલિયન એટલે કે 17 કરોડ દર્શકો મેળવ્યા છે. આ મહિતી બ્રૉડકાસ્ટ ઑડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બાર્ક) તરફથી આપવામાં આવી છે.

વર્ષ 1987માં પહેલી વાર ટેલીકાસ્ટ

વર્ષ 1987માં પહેલી વાર ટેલીકાસ્ટ

ધાર્મિક શો રામાયણ પહેલી વાર 25 જાન્યુઆરી 1987ના રોજ ટેલીકાસ્ટ થયો હતો. આનો છેલ્લો એપિસોડ જુલાઈ 1988માં ટેલીકાસ્ટ થયો હતો. એટલે કે શો લગભગ 33 વર્ષ જૂનો છે પરંતુ આજ સુધી તેણે દર્શકોને પોતાના મોહપાશમાં બાંધીને રાખ્યા છે. ભગવાન શ્રીરામના જીવનને દર્શાવતા આ શોને રામાનંદ સાગર પ્રોડક્શન તરફથી બનાવવામાં આવ્યો હતો. છેલ્લા એક અઠવાડિયાથી તે હિંદી મનોરંજન ક્ષેત્રે નંબર વન બનેલો છે. શોને કોરોના વાયરસ દરમિયાન દેશભરમાં લગાવવામાં આવેલ લૉકડાઉન દરમિયાન ફરીથી રાષ્ટ્રીય ચેનલ દૂરદર્શન પર લૉન્ચ કરવામાં આવ્યો હતો. સરકારી તંત્ર તરફથી લૉન્ચિંગ પહેલા શો વિશે માહિતી આપવામાં કોઈ કસર છોડવામાં આવી નહોતી.

28 માર્ચે રિ-લૉન્ચ

શનિવારની સવારે આ શોને પહેલી વાર લૉન્ચ કરવામાં આવ્યો. પહેલા દિવસે 34 મિલિયન એટલે કે 3.4 કરોડ લોકોએ આને જોયો હતો અને આટીઆરપી લગભગ 3.4 ટકા હતી. જ્યારે એ જ દિવસે સાંજે જે એપિસોડ ટેલીકાસ્ટ થયો તેને 45 મિલિયન એટલે કે 4.5 કરોડ લોકો તરફથી જોવામાં આવ્યો હતો.આ કુલ ટીઆરપીના લગભગ 5.2 ટકા છે. પ્રસાર ભારતીના સીઈઓ શશિ શેખરે પણ ટ્વિટર દ્વારા આ અંગેની માહિતી લોકોને આપી. તેમણે જણાવ્યુ કે, ‘મને એ જણાવતા ખુશી થઈ રહી છે કે દૂરદર્શન પર પ્રસારિત થઈ રહેલા શો રામાયણ 2015થી અત્યાર સુધી સૌથી વધુ ટીઆરપી જનરેટ કરનાર હિંદી જનરલ એન્ટરટેઈનમેન્ટ શો બની ગયો છે.'

બાર્કે કહ્યુ આંકડા ચોંકાવનારા

બાર્કે કહ્યુ આંકડા ચોંકાવનારા

તેમણે આ વાત બાર્કના હવાલાથી પોતાના ટ્વિટર હેન્ડલ પર લખી. વળી, બાર્કના ચીફ એક્ઝીક્યુટીવ સુનીલ લુલ્લા તરફથી જણાવવામાં આવ્યુ છે કે દર્શકોની જે સંખ્યા આવી છે તે ઘણી ચોંકાવનારી છે. તેમણે પ્રસારભારતીને આને ફરીથી ટેલીકાસ્ટ કરવાના નિર્ણયને એક સુંદર નિર્ણય ગણાવ્યો. તેમણે કહ્યુ કે આવનારા દિવસોમાં એડવર્ટાઈઝ સીરિઝ માટં વધુને વધુ જાહેરાત આપવા માટે આગળ આવવાના છે. તેમણે જણાયુ કે હજુ આગલા થોડા દિવસો સુધી શો દૂરદર્શન પર પ્રસારિત થશે.

મહાભારત અને બીજા અમુક ટીવી શો પુનઃ પ્રસારિત

મહાભારત અને બીજા અમુક ટીવી શો પુનઃ પ્રસારિત

રામાયાણ ઉપરાંત દૂરદર્શન પર મહાભારત પણ ફરીથી પ્રસારિત કરવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત અમુક બીજા શો જેવા કે સર્કસ, શક્તિમાન, બુનિયાદ, શ્રીમાન શ્રીમતી અને દેખ ભાઈ દેખ પણ દૂરદર્શન પર પુનઃપ્રસારિત થાય છે. તમને જણાવી દઈએ કે 19 માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તરફથી દેશવ્યાપી લૉકડાઉનનુ એલાન કરવામાં આવ્યુ હતુ. આ લૉકડાઉન ત્રણ સપ્તાહનુ છે અને 14 એપ્રિલ સુધી ચાલશે.

આ પણ વાંચોઃ વસ્તુઓની હોમ ડિલીવરી કેવી રીતે કોરોના પ્રૂફ બનાવશોઆ પણ વાંચોઃ વસ્તુઓની હોમ ડિલીવરી કેવી રીતે કોરોના પ્રૂફ બનાવશો

English summary
old show Ramayana breaks all the records as its four shows get 17 crores audience.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X