પહેરેદાર પિયા કી શો બંધ થવા પર આવ્યું એક નવું Twist

Posted By:
Subscribe to Oneindia News

એક નાના બાળક અને યુવતીના લગ્ન, સુહાગરાત અને ભારે વિવાદ પછી આખરે સોની ટીવી પર પ્રાઇમ ટાઇમમાં આવતી સીરિયલ પહેરેદાર પિયાકી બંધ કરવામાં આવી રહી છે. પણ અન્ય કોઇ હિન્દી સીરિયલોની જેમ જ આ સીરિયલનો પણ અંત ટ્વિસ્ટથી ભરેલો છે. ચોક્કસથી આ ટી.વી શો આટલા વિવાદ પછી બંધ થઇ રહ્યો છે પણ હવે તે શોના મેકર્સ તેમ ટીવી કાસ્ટ સાથે એક નવા શોને લઇને આવી રહ્યા છે. અને આ નવા શો માટે શૂટિંગ પણ જલ્દી જ શરૂ કરવામાં આવશે. નોંધનીય છે કે પહેલા પણ આ શોમાં બાળકનો રોલ ટૂંકાવીને નવા રતન સિંહનું યંગ વર્ઝન શોઘવાની કોશિષ કરવામાં આવી હતી. પણ આખરે લાંબી રકઝક પછી આ શોને બનાવનાર લોકોએ તેને બંધ કરવાનું જ નક્કી કર્યું. વધુ વાંચો અહીં.

કેમ શો થયો બંધ?

કેમ શો થયો બંધ?

પહેરેદાર પિયા કીનો શો ઓગસ્ટ 28ના રોજ બંધ કરવામાં આવ્યો હતો અને તે પછી બીજા દિવસે જલ્દી જલ્દીમાં આ શોનો અંત કરાવી દેવામાં આવ્યો હતો. બીસીસીસીએ આ શોનો ટાઇમીંગ બદલવાની માંગણી કરી હતી. અને માહિતી અને પ્રસારણ મંત્રાલય તરફથી પણ આ શો માટે કરીને નોટિસ ફટકારવામાં આવી હતી. જે પછી આ શોને બંધ કરવામાં આવ્યો છે.

કેમ શો થયો બંધ?

કેમ શો થયો બંધ?

ઉલ્લેખનીય છે કે આ શોને લઇને શો શરૂ થયાના પહેલા દિવસથી જ વિવાદ ચાલી રહ્યો હતો. શોમાં એક નાનકડા બાળકને એક યુવતી સાથે પ્રેમ થતા, અને તેની સાથે લગ્ન થયેલા બતાવવામાં આવે છે. આટલું ઓછું હોય ત્યાં તેમની વચ્ચે સુહાગરાતનો સીન પણ બતાવવામાં આવે છે. જેના કારણે અનેક લોકો તેની વિરુદ્ધ આપત્તિ વ્યક્ત કરી હતી. અને ઉચ્ચ કક્ષાએ આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

નવો શો

નવો શો

નવા શો વિષે ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા શોના પ્રોડ્યૂસર સુમિત મિત્તલે જણાવ્યું હતું કે નવા શોમાં પણ જૂના શોની જે કાસ્ટ છે તેને જ બતાવવામાં આવશે. અને જલ્દી જ આ અંગેની વિગતવાર જાહેરાત કરી શૂટિંગ શરૂ કરવામાં આવશે.

નવા શોમાં શું હશે?

નવા શોમાં શું હશે?

સુમિત મિત્તલે નવા શો અંગે વાત કરતા કહ્યું હતું કે હાલ તે આ અંગે વધુ સારી અને રસપ્રદ સ્ટોરી બનાવવા જઇ રહ્યા છે. અને તેમાં જૂની સ્ટોરીમાં જ 10 વર્ષનો અંતરાલ બતાવવામાં આવશે. 10 વર્ષ પછી આ શોમાં શું શું થાય છે તે દર્શકોને બતાડવામાં આવશે. બનતા સુધી સ્પટેમ્બર 25 પછી ફરીથી આ શોને ઓન એર કરવામાં આવે તેવી સંભાવના છે.

English summary
Pehredaar Piya Ki makers, Shashi Sumeet Productions are planning to come up with a new show with the same cast!

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.