
Wedding : નિકિતિન-કૃતિકાના ધામધૂમપૂર્વક થયા લગ્ન, રિસેપ્શનમાં ઉમટી સેલિબ્રિટીઓ...
મુંબઈ, 4 સપ્ટેમ્બર : ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસનો થંગબલી યાદ છે? એ જ થંગબલી કે જે રીલ લાઇફમાં મીનમ્મા (દીપિકા પાદુકોણે)ની પાછળ પડ્યો હતો, તેને રીયલ લાઇફમાં મીનમ્મા મળી ગઈ છે. હા જી, ખતરોં કે ખિલાડી 5ના ફાઇનલિસ્ટ અને ચેન્નઈ એક્સપ્રેસમાં થંગબલીનો રોલ કરી જાણીતા બનેલા નિકિતિન ધીર અને ટેલીવિઝન અભિનેત્રી કૃતિકા સેંગરના ગઈકાલે લગ્ન થઈ ગયાં. લગ્ન બાદ યોજાયેલ રિસેપ્શનમાં ટેલીવિઝન જગત અને બૉલીવુડ જગતની અનેક હસ્તીઓ ઉમટી પડી હતી.
નિકિતિન-કૃતિકાના લગ્નની તૈયારીઓ ઘણા દિવસથી ચાલતી હતી. પરમ દિવસે રાત્રે સંગીત સેરેમની યોજાઈ અને ગઈકાલે બંનેના ધામધૂમપૂર્વક લગ્ન સમ્પન્ન થયાં. આ પ્રસંગે નિકિતિનના પિતા પંકજ ધીર સહિત પરિજનો અને મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં, તો ખતરોં કે ખિલાડી 5ના સાથી સ્પર્ધકો સહિત ટેલીવિઝન જગતની અનેક સેલિબ્રિટીઓએ પણ હાજરી આપી હતી. બૉલીવુડમાંથી હેમા માલિની, રઝા મુરાદ સહિતના સ્ટાર્સે આ પ્રસંગમાં હાજર રહી નવ-યુગલને આશીર્વાદ આપ્યા હતાં.
નિકિતિન ધીર શાહરુખ ખાન અભિનીત ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મમાં થંગબલીનો રોલ કર્યા બાદ લાઇમલાઇટમાં આવ્યા હતાં, તો સુંદર ટેલીવિઝન અભિનેત્રી કૃતિકા સેંગર ઝાંસી કી રાની તથા પુનર્વિવાહ જેવા શો માટે જાણીતા છે. નિકિતિન-કૃતિકાના આ લગ્ન ઍરેંજ-સહ-લવ મૅરેજ હશે.
ચાલો જોઇએ નિકિતિન-કૃતિકાના લગ્ન સમારંભની તસવીરી ઝલક :

એક થયા કૃતિકા-નિકિતિન
આખરે ટેલીવિઝન સ્ટાર નિકિતિન ધીર અને કૃતિકા સેંગર એક થઈ જ ગયાં.

પંકજ-કૃતિકા-નિકિતિન
ગઈકાલે કૃતિકા-નિકિતિનના લગ્ન થયાં. તસવીરમાં નિકિતિનના પિતા પંકજ ધીર પણ જણાય છે.

અનંગ-ચિત્રા
નિકિતિન-કૃતિકાના લગ્ન સમારંભમાં અનંગ દેસાઈ અને ચિત્રા દેસાઈ.

અર્જુન
નિકિતિન-કૃતિકાના લગ્ન સમારંભમાં અર્જુન પરિવાર સાથે.

દેબિના-ગુરમીત
કેકેકેના સાથીઓ દેબિના બૅનર્જી અને ગુરમીત ચૌધરીએ પણ આ વેડિંગ રિસેપ્શનમાં હાજરી આપી હતી.

દીપાલી-પુનીત
નિકિતિન-કૃતિકાના લગ્ન સમારંભમાં પત્ની દીપાલી સાથે પુનીત ઇસ્સાર.

ડૉલી બિંદ્રા
નિકિતિન-કૃતિકાના લગ્ન સમારંભમાં ડૉલી બિંદ્રા.

હેમા માલિની
નિકિતિન-કૃતિકાના લગ્ન સમારંભમાં હેમા માલિની પણ આશીર્વાદ આપવા પહોંચ્યા હતાં.

કરણવીર બોહરા
નિકિતિન-કૃતિકાના લગ્ન સમારંભમાં કરણવીર બોહરા.

કુશાલ-ગૌહર
નિકિતિન-કૃતિકાના લગ્ન સમારંભમાં કુશાલ ટંડન અને ગૌહર ખાન સજોડે પહોંચ્યા હતાં. બિગ બૉસ બાદથી બંને વચ્ચે અફૅર ચાલી રહ્યુ છે.

માનસી-રોહિત
નિકિતિન-કૃતિકાના લગ્ન સમારંભમાં પત્ની માનસી સાથે રોહિત રૉય.

મૃણાલ કુલકર્ણી
નિકિતિન-કૃતિકાના લગ્ન સમારંભમાં મૃણાલ કુલકર્ણી.

નાવેદ જાફરી
નિકિતિન-કૃતિકાના લગ્ન સમારંભમાં નાવેદ જાફરી.

પૂજા-રાજ
નિકિતિન-કૃતિકાના લગ્ન સમારંભમાં પૂજા ગૌર અને રાજ સિંહ અરોરા.

રણવીર-કોંકણા
નિકિતિન-કૃતિકાના લગ્ન સમારંભમાં રણવીર શૌરી અને કોંકણા સેન શર્મા.

રવિ બહલ
નિકિતિન-કૃતિકાના લગ્ન સમારંભમાં રવિ બહલ.

રઝા મુરાદ
નિકિતિન-કૃતિકાના લગ્ન સમારંભમાં પત્ની સાથે રઝા મુરાદ.

શાહબાઝ ખાન
નિકિતિન-કૃતિકાના લગ્ન સમારંભમાં પરિવાર સાથે પહોંચ્યા શાહબાઝ ખાન.

શિશિર શર્મા
નિકિતિન-કૃતિકાના લગ્ન સમારંભમાં શિશિર શર્મા.

સ્મિતા-અંકુશ
નિકિતિન-કૃતિકાના લગ્ન સમારંભમાં સ્મિતા બંસલ અને અંકુશ.

સુધાંશુ-મોના
નિકિતિન-કૃતિકાના લગ્ન સમારંભમાં સુધાંશુ પાન્ડે તથા મોના પાન્ડે.

વિવિયન-વાહબિઝ
નિકિતિન-કૃતિકાના લગ્ન સમારંભમાં વિવિયન ડીસેના અને વાહબિઝ દોરાબજી.

ગૌહર-કુશાલ સાથે
નિકિતિન-કૃતિકા સાથે ગૌહર અને કુશાલ.

રજનીશ-યુસુફ
નિકિતિન-કૃતિકાના લગ્ન સમારંભમાં સેલ્ફી લેતા સલમાન યુસુફ ખાન અને રજનીશ દુગ્ગલ.

કેકેકે ગૅંગ
નિકિતિન-કૃતિકાના લગ્ન સમારંભમાં ખતરોં કે ખિલાડી ગૅંગ.

કુશાલ-કરણવીર
નિકિતિન-કૃતિકાના લગ્ન સમારંભમાં કુશાલ ટંડન તથા કરણવીર બોહરા.

મોહિત રૈના
નિકિતિન-કૃતિકાના લગ્ન સમારંભમાં મોહિત રૈના.