Excl : બિગ બૉસમાં રાખી એટલે બબાલ જ બબાલ

મુંબઈ, 24 નવેમ્બર : ખબર છે કે બિગ બૉસ સીઝન 6માં વિવાદાસ્પદ આયટમ ગર્લ રાખી સાવંતની એન્ટ્રી થનાર છે. બિગ બૉસ 1થી લોકોની નજરોમાં આવેલ રાખીને વિવાદોના દેવી તરીકે ગણાય છે. તેથી જો તેઓ બિગ બૉસમાં આવે, તો આપ સમજી શકો છો કે શો કેટલો મસાલેદાર થઈ જશે. વનઇન્ડિયાએ કેટલાંક લોકો સાથે આ શો તેમજ રાખીની એન્ટ્રી અંગે વાતચીત કરી.

સતત અને એક પણ શો મિસ ન કરનાર બિગ બૉસના દર્શકો રોહિત ખન્ના, દીપક શ્રીવાસ્તવ, રાણી શ્રીવાસ્તવ, ગીતિકા ચૌધરીએ વનઇન્ડિયાને જણાવ્યં કે રાખીનો મતલબ છે બબાલ જ બબાલ. જો તેઓ શોમાં આવ્યાં, તો શોની ટીઆરપી હાઈ અને કક્ષા લો થઈ જશે. રાહુલ ગાંધીથી લઈ અરવિંદ કેજરીવાલ સુધીના લોકો પર નિશાનો સાધનાર રાખી સાવંત તો ફસાદ સાથે જ લઈને ચાલે છે. જો તેઓ શોમાં આવે, તો શો ફૅમિલી શો ક્યાં રહી જશે. તે તો પૂર્ણત્વે નૉનવેજ થઈ જશે, કારણ કે રાખીનો જીભ ઉપર કાબૂ નથી.

આવો આપને બતાવીએ રાખીના કેટલાંક આશ્ચર્યજનક અને વિવાદાસ્પદ નિવેદનો તેમની તસવીરો સાથે.

સન્ની વધુ મજા કરાવી શકે

સન્ની વધુ મજા કરાવી શકે

કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ સામે રાખીએ કેસ કર્યો છે કારણ કે સિંહે જણાવ્યુ હતું કે કેજરીવાલ અને રાખી બંને જ પોતાને એક્સપોઝ કરે છે. જવાબમાં રાખીએ જણાવ્યું કે દિગ્ગીજી આપને મારા કરતાં વધુ મજા સન્ની લિયોન આપી શકે છે.

કેજરીવાલને ટિપ્સ આપવાના હતા રાખી

કેજરીવાલને ટિપ્સ આપવાના હતા રાખી

રાખીએ કેજરીવાલને રાજકારણ તેમજ દુનિયાના લોકોને સમજાવવા માટેની ટિપ્સ આપવાની વાત કરી હતી. તે અંગે ખૂબ હોબાળો મચ્યો હતો. આ અગાઉ રાખીએ કેજરીવાલને રાવણ કહ્યા હતાં.

કરીનાએ કર્યો મોટો ગુનો

કરીનાએ કર્યો મોટો ગુનો

કરીના કપૂરના લગ્ન અંગે રાખીએ જણાવ્યુ હતું કે સૈફ સાથે લગ્ન કરવાં કરીના કપૂરનો સૌથી મોટો ગુનો છે કારણ કે સફ અલી ખાન કરીના કપૂરને યુઝ કરી છોડી દેશે.

જયસવાલ સાથે પોસ્ટર અંગે ભડક્યાં

જયસવાલ સાથે પોસ્ટર અંગે ભડક્યાં

શ્રીપ્રકાશ જયસવાલ સાથે પોતાનું પોસ્ટર જોઈ રાખી ભડકી ઉઠ્યા હતાં. તેમને વાંધો એ વાતનો હતો કે તેમને એક વૃદ્ધ નેતા સાથે જોડવામાં આવ્યાં.

આમિર અંગે ટિપ્પણી

આમિર અંગે ટિપ્પણી

રાખીએ આમિર ખાન અંગે ટિપ્પણી કરતાં જણાવ્યુ હતું કે તેઓ કરે તો સમાજ સેવા અને હું કરું તો નાટક. તે અંગે તેમને ખૂબ સાંભળવુ પડ્યુ હતું.

વિદ્યા કરતા વધુ ડર્ટી

વિદ્યા કરતા વધુ ડર્ટી

વિદ્યા બાલનની સફળતા અંગે રાખીએ જણાવ્યુ હતું કે તેઓ વિદ્યા કરતાં વધુ ડર્ટી ફિલ્મ બનાવશે. વિદ્યાને પરાણે હિટ કરવામાં આવી રહી છે.

રામદેવ સાથે લગ્ન

રામદેવ સાથે લગ્ન

રાખીએ ગત વર્ષે એમ કહી સનસનાટી મચાવી દીધી હતી કે તેઓ બાબા રામદેવ સાથે લગ્ન કરી તેમના બાળકોના માતા બનવા માંગે છે.

કૅટ સામે કૉપીનો આરોપ

કૅટ સામે કૉપીનો આરોપ

અગ્નિપથના હિટ ગીત ચિકની ચમેલી... અંગે રાખીએ કૅટરીના કૈફ સામે પોતાના ડાંસ સ્ટેપ કૉપી કરવાનો આરોપ મુક્યો હતો.

વીણા ધંધાદારી સ્ત્રી

વીણા ધંધાદારી સ્ત્રી

બિગ બૉસ સીઝન 4માં વીણા મલિક માટે રાખીએ જણાવ્યુ હતું કે તેમાં અને ધંધો કરનારમાં કોઈ ફરક નથી.

રાહુલ સાથે લગ્ન

રાહુલ સાથે લગ્ન

રાખી સાવંતે જણાવ્યું હતું કે તેઓ રાહુલ ગાંધીના મોટા ફૅન છે અને તેમની સાથે લગ્ન કરવા માંગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X