એક્સ ગર્લફ્રેન્ડ સાથે રણબીર કપૂર કરશે ‘નચ બલિયે 9'માં એન્ટ્રી
પોતાના નવા શો નચ બલિયે 9 માટે સલમાન એક મોટા લૉન્ચની તૈયારી કરી રહ્યા છે. આ વખતનું નચ બલિયે ઘણુ અલગ હશે.
સલમાન ખાન જુલાઈમાં નચ બલિયે 9 લઈને આવી રહ્યા છે. તે આ શોના નિર્માતા છે. કપિલ શર્મા શો બાદ તે આ શોનું નિર્માણ કરી રહ્યા છે. પોતાના નવા શો નચ બલિયે 9 માટે સલમાન એક મોટા લૉન્ચની તૈયારી કરી રહ્યા છે. આ વખતનું નચ બલિયે ઘણુ અલગ હશે. દરેક વખતે તમે જોયુ હશે કે નચ બલિયેમાં રિયલ લાઈફ જોડીઓ એક સાથે ડાંસ અને રોમાંસનો તડકો લગાવે છે. આ વખતના શોમાં એક મોટુ ટ્વિસ્ટ લાવવામાં આવી રહ્યુ છે. જેના કારણે ટીવીના ઘણા સ્ટાર્સ પોતાના એક્સ બૉયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ સાથે રોમાંસ અને ડાંસનો ફ્લેવર બતાવતા જોવા મળશે.

દીપિકા પાદુકોણ પોતાના એક્સ બૉયફ્રેન્ડ રણબીર કપૂર સાથે
આ નવા કૉન્સેપ્ટને દર્શકો સામે યોગ્ય રીતે લાવવા માટે રણબીર કપૂર આ શોનો હિસ્સો બની શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રણવીર સિંહ પોતાની પત્ની દીપિકા પાદુકોણ સાથે નચ બલિયેના પહેલા એપિસોડમાં જોવા મળવાના હતા. પરંતુ હવે એવુ માનવામાં આવી રહ્યુ છે કે એક્સ કપલનો કૉન્સેપ્ટ સમજાવવા માટે દીપિકા પાદુકોણ પોતાના એક્સ બૉયફ્રેન્ડ રણબીર કપૂર સાથે શોનો હિસ્સો બની શકે છે. બંનેને એક સાથે ગ્રાન્ડ પ્રીમિયર એપિસોડમાં બતાવવામાં આવશે. તેમની સાથે સલમાન ખાન આ સિઝનની બધી જોડીઓને દર્શકો સામે રજૂ કરશે. આમ તો દીપિકા અને રણબીરને એક સાથે જોવાનું ઘણુ રસપ્રદ થવાનુ છે. જો કે અહીં જુઓ દીપિકા પાદુકોણના બૉયફ્રેન્ડનું લાંબુ લિસ્ટ અને ફોટા...

દીપિકા અને નિહાર
વર્ષ 2005માં દીપિકા અને નિહારની મુલાકાત એક્ટિંગ સ્કૂલમાં થઈ. પરંતુ 3 વર્ષના સંબંધ બાદ દીપિકાએ નિહાર સાથે પોતાનો સંબંધ ખતમ કરી દીધો.

દીપિકા અને સિદ્ધાર્થ માલ્યા
દીપિકાની જિંદગીમાં સિદ્ધાર્થ માલ્યાની પણ એન્ટ્રી થઈ. આઈપીએલ મેચ દરમિયાન બંનેનો સંબંધ બધાની સામે આવ્યો. પરંતુ દીપિકા વધુ સમય સુધી આ સંબંધમાં ન રહી.

દીપિકા અને ઉપેન પટેલ
થોડા સમય માટે પણ એ અફવા રહી હતી કે ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા દીપિકાનો સંબંધ ઉપેન પટેલ સાથે પણ રહ્યો છે.

આ રીતે થઈ મુલાકાત
ત્યારબાદ દીપિકાએ પોતાના કેરિયર પર ફોકસ કર્યુ. બચના એ હસીનોના સેટ પર દીપિકાની મુલાકાત રણબીર કપૂર સાથે થઈ. પછી શું બંને વચ્ચે દોસ્તી અને પછી પ્રેમ થઈ ગયો.

ડિપ્રેશનનો શિકાર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રણબીરે દીપિકાને એક પુરસ્કાર સમારંભ દરમિયાન પ્રપોઝ કર્યુ હતુ. બંને લગભગ 3 વર્ષ એકબીજા સાથે રહ્યા. બંનેનો સંબંધ લગ્ન સુધી પણ પહોંચવાનો હતો. આવુ ન થઈ શક્યુ. દીપિકા ડિપ્રેશનનો શિકાર થઈ ગઈ.

ક્રિકેટર યુવરાજ સિંહ સાથે
તમને જાણીને નવાઈ લાગશે કે થોડા સમય માટે પણ ક્રિકેટર યુવરાજ સિંહે પણ દીપિકા પાદુકોણને ડેટ કરી છે.

રણવીર અને દીપિકા
સંજય લીલા ભણશાળીની ‘ગોલીયોં કી રાસલીલાઃ રામલીલા' ના સેટ પર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો. 6 વર્ષના અફેર બાદ તેમણે નવેમ્બર 2018માં ઈટલીના લેક કોમોમાં લગ્ન કર્યા.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
