For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સારેગામાપા : ગુલામ અલી ખાનની હાજરીમાં જામશે જુગલબંદીઓ

By Kanhaiya
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 6 ડિસેમ્બર : દરેક અઠવાડિયે ભાવપૂર્ણ રજુઆતો સજીવ કરવાનો પોતાનો વાયદો પાળતાં ઝી ટીવીના 8મી ડિસેમ્બરના રોજ પ્રસારિત થનાર હીરો સા રે ગા મા પા 2012 એપિસોડમાં ગઝલ ઉસ્તાદ ગુલામ અલી ખાનની હાજરીમાં મસ્તિષ્કને ઝનકૃત કરી દેનાર કેટલીક જુગલબંદીઓ રજુ કરાશે. આ એપિસોડની કોર થીમ જુગલબંદી જ રખાઈ છે. તેથી તેના ટૉપ 10 પ્રતિભાગીઓ એક-બીજા સાથે ટક્કર લેતાં સુંદર રીતે પોતાની ગાયકી ઉજાગર કરતાં દેખાતા હતાં.

Ghulam Ali-Javed Ali

કાર્યક્રમમાં થનાર વિવિધ પ્રકારની વાતચીત દરમિયાન શોના એંકર જાવેદ અલીએ ઉસ્તાદ ગુલામ અલી સાથે પોતાના સંબંધો અંગે અનેક રસપ્રદ કિસ્સા સંભળાવ્યાં. તેમણે જણાવ્યું - હું બાળપણથી જ ગુલામ અલી સાહેબનો જબરદસ્ત પ્રશંસક રહ્યો છું. જ્યારે હું 5 કે 6વસનો હતો ત્યારે મારા પ્રસિદ્ધ કવ્વાલ પિતા સાથે દિલ્હી ખાતે ખાન સાહેબને મળવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયો હતો. હું રેડિયો ઉપર ગુલામ અલી ખાન સાહેબને ખૂબ ધ્યાનપૂર્વક સાંભળતો હતો. એક દિવસ મારા પિતા મને પોતાની સાથે તેમના એક કાર્યક્રમમાં લઈ ગયાં અને મને ત્યાં તેમના ગાયન બાદ તેમની સાથે વ્યક્તિગત રીતે મળવાની તક મળી. મેં તેમની સામે તેમની એક ગઝલ ગાઈ સંભળાવી કેજે સાંભળી તેઓ એટલા પ્રભાવિત થયાં કે તેમણે પોતાના કાર્યક્રમમાં મને આવી ગાવાનું કહ્યું. ગુલામ અલીજી મને જાવેદ હુસૈનના સ્થાને જાવેદ અલી કહી બોલાવતાં અને ત્યારથી જ હું જાવેદ અલી તરીકે ઓળખાવવા લાગ્યો. જાવેદે ગુલામ અલી સાહેબના સન્માનમાં તેમની ગઝલ ‘હમકો કિસી કે...' રજુ કરી.

આ એપિસોડમાં રજુ થયેલ જુગલબંદીઓમાંથી રૉકસ્ટાર તેમજ પુણે મહારાષ્ટ્રના જસરાજ જોશી તથા ટોંક રાજસ્થાનના ઉસ્તાદ મોહમ્મદ અમાન વચ્ચેથયેલ જુગલબંદીએ સૌના શ્વાસ થંભાવી દીધાં. તેમણે ‘ગરજ બરસ સાવન ઘિર આયો...' ઉપર શાનદાર રજુઆત આપી કે જેના માટે તેમને સૌ મેંટર્સ પાસેથી સ્ટૅન્ડિંગ ઓવેશન મળ્યું તથા મેંટર સાજિદે બંનેને 1000 રુપિયાનું નજરાણું રજુ કર્યું. મેંટર શંકર મહાદેવને તેમના જોરદાર પ્રદર્શન પર સિટી વગાળતાં જણાવ્યું કે ક્યા જોડી હૈ યાર. હું નથી જાણતો કે સા રે ગા મા પાના ઇતિહાસમાં અગાઉ ક્યારેય આવું પરફૉર્મન્સ થયું હોય. અવિશ્વસનીય રજુઆત. બંનેને એક-બીજાની ગાયકીના ક્ષેત્રે પ્રવેશ કર્યો નહીં. છતાં આટલી સુંદર રીતે ગાયું. આને કહેવાય જુગલબંદી.

બીજું એક નોંધનીય પરફૉર્મન્સ કર્યું જાજિમ તથા હિમાંશુની જુગલબંદીએ. બંનેએ ગુલામ અલી ખાન સાહેબની ગઝલ ‘આવારગી' ઉપર પરફૉર્મ કર્યું. આનાથી આનંદિત મેંટર શંકર મહાદેવને જણાવ્યું - આ મારા માટે ઐતિહાસક પળ છે. આપણે એક-બીજા પ્રત્યે પ્રેમ જોઈ શકીએ છીએ. આ જાજિમ અને હિમાંશુ બંનેના કૅરિયરની પરાકાષ્ઠા છે. સુરમાં પણ ગાઈ રહ્યા હતાં અને અલ્ફાજો પણ સારા ગાઈ રહ્યા હતાં. હું ખૂબ ખુશ થયો આપ બંનેથી.

આ એપિસોડ 8મી ડિસેમ્બરના રોજ ટેલીકાસ્ટ થશે.

English summary
‘Hero Sa Re Ga Ma Pa 2012’ will showcase some mind blowing jugalbandi’s in the presence of the ghazal maestro, Ustad Ghulam Ali Khan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X