For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાના પડદે રવિવારે પુનઃ થશે સુપર હીરો શક્તિમાનની એન્ટ્રી

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 29 જૂન : બાળકોનો વ્હાલો શક્તિમાન આવતીકાલે એટલે કે રવિવારે નાના પડદે અવતરિત થઈ રહ્યો છે. જોકે આ વખતે શક્તિમાન માત્ર 70 મિનિટની ટેલીફિલ્મ તરીકે અવતરિત થઈ રહ્યો છે, નહિં કે કોઈ સીરિયલ સ્વરૂપે.

shaktimaan

શક્તિમાન બાળકોની એક ખૂબ જ લોકપ્રિય સીરિયલ હતી અને હવે મુકેશ ખન્નાએ શક્તિમાનનો રોલ કર્યો હતો. આ સીરિયલ દ્વારા મુકેશ ખન્ના ભારતીય સુપર હીરો તરીકે ખ્યાતિ પામ્યા હતાં. મુકેશ ખન્નાએ હવે હમારા હીરો શક્તિમાન નામે એક ટેલીફિલ્મ બનાવી છે. સિત્તેર મિનિટની આ ટેલીફિલ્મ આગામી રવિવારે એટલે કે 30મી જૂનના રોજ પોગો ચૅનલ ઉપર બપોરે 12 વાગ્યે પ્રસારિત થવાની છે. હમારા હીરો શક્તિમાન ટેલીફિલ્મ છે કે જેનું નિર્માણ ભીષ્મ ઇંટરનેશલ તથા ગોલ્ડ ટેલીવિઝન નેટવર્કે કર્યું છે. આ ટેલીફિલ્મનું બજેટ એક કરોડ રુપિયા છે. તેમાં સુરેન્દ્ર પાલ કિલ્વિશ, ગુફી પેંટલ જૈકોલ તેમજ જૂનિયર શક્તિમાન નામનું પાત્ર પણ છે.

હમારા હીરો શક્તિમાન ટેલીફિલ્મની વાર્તા શક્તિમાન કરતાં જુદી છે. આ ટેલીફિલ્મમાં એક જૂનિયર શક્તિમાન પણ છે. ટેલીફિ્મમાં ગીતા વિશ્વાસનો રોલ પણ બદલી નંખાયો છે. ટેલીફિલ્મમાં શક્તિમાનમાં કિલ્વિશનો રોલ કરનાર સુરેન્દ્ર પાલ જ પુનઃ કિલ્વિશના રોલમાં છે. હમારા હીરો શક્તિમાન ટેલીફિલ્મમાં જૈકોલનો રોલ બદલી નંખાયો છે. તેમાં ગુફી પેંટલ જૈકોલનો રોલ કરી રહ્યાં છે.

સિત્તેર મિનિટની આ ટેલીફિલ્મનું પ્રસારણ પોગો ચૅનલ ઉપર રવિવારે બપોરે 12.00 વાગ્યે કરવામાં આવશે. તેનું પુનઃ પ્રસારણ સાંજે 6.30 વાગ્યે કરવામાં આવશે. હમારા હીરો શક્તિમાન ટેલીફિલ્મના નિર્માતા-લેખક-દિગ્દર્શક બૃજમોહન પાન્ડે છે કે જેમણે શક્તિમાન જેવી સીરિયલની વાર્તા લખી હતી. શક્તિમાન સીરિયલ દૂરદર્શન ઉપર આવતી હતી અને આ સીરિયલ દ્વારા મુકેશ ખન્ના પ્રથમ ભારતીય સુપર હીરો તરીકે જાણીતા બન્યા હતાં. આ ટેલીફિલ્મનું નિર્માણ એક કરોડ રુપિયાના ખર્ચે કરવામાં આવ્યું છે.

English summary
Hamara Hero Shaktimaan Telefilm will telecast on 30th June, 2013 on Pogo Channel.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X