નાના પડદાની રીયલ લાઇફમાં પણ ભારે ઉથલ-પાથલ : Shocking Breakups

મુંબઈ, 1 સપ્ટેમ્બર : સામાન્ય જગતમાં જ્યારે જોડીઓ બનતી-બગડતી રહે છે અને આ તે જોડીઓ અને તેમના પરિજનો માટે અસામાન્ય, પણ બાકીના લોકો માટે સામાન્ય બાબત ગણાય છે. તેવી જ રીતે ગ્લૅમર જગતમાં પણ જોડીઓનું બનવુ-બગડવુ ચાલુ જ રહે છે. જોકે ગ્લૅમર જગતમાં આવુ બનતા હૅડલાઇન્સ બને છે.

હૉલીવુડથી લઈ બૉલીવુડ સુધી જોડીઓ બનવા અને બગડવા અંગેના સમાચારો અને અટકળો સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ સેલેના ગોમ્ઝ અને જસ્ટિન બીબર વચ્ચે પુનઃ પૅચ-અપના સમાચારો હૅડલાઇન્સમાં રહ્યાં, તો બૉલીવુડ સ્ટાર હૃતિક રોશન તેમજ સુઝાન વચ્ચેના છુટાછેડાની પણ ખૂબ ચર્ચાઓ ચાલી.

હૉલીવુડ કે બૉલીવુડ જ નહીં, પણ નાના પડદા એટલે કે ટેલીવિઝન જગતમાં પણ રીયલ લાઇફમાં જોડીઓ બનતી અને બગડતી રહે છે. અહીં પણ અનેક જોડીઓ વચ્ચે બ્રેક-અપ અને પૅચ-અપ થયા કરે છે, તો કેટલીય જોડીઓ છુટાછેડા લઈ જુદા-જુદા માર્ગ અખ્તયાર કરી લે છે.

ચાલો તસવીરો સાથે આપને બતાવીએ ટીવી સ્ટાર્સના શૉકિંગ બ્રેક-અપ :

દૃષ્ટિ-નીરજ

દૃષ્ટિ-નીરજ

દૃષ્ટિ ધામી અને નીરજ ખેમકાએ જાહેરમાં ક્યારેય પોતાની રિલેશનશિપ અંગે ખુલાસો નથી કર્યો. નીરજ ઝલક દિખલા જામાં દૃષ્ટિને સપોર્ટ કરતા દેખાયા હતાં. જોકે પાછળથી બંને જુદા થઈ ગયાં અને તેની પાછળના કારણોનો કોઈ ખુલાસો ન થયો.

કરણ-શ્રદ્ધા

કરણ-શ્રદ્ધા

કરણ સિંહ ગ્રોવર અને શ્રદ્ધા નિગમે 2008માં લગ્ન કર્યા હતાં, પરંતુ 2009માં બંનેએ છુટાછેડા લઈ લીધા. કરણ સામે આરોપ હતો કે તેમના નિકોલ સાથે સંબંધો છે. જોકે કરણે ફાઇનલી જેનિફર વિંગેટ સાથે લગ્ન કર્યાં.

સારા-અલી

સારા-અલી

સારા ખાન અને અલી મર્ચંટે બિગ બૉસમાં લગ્ન કર્યા હતાં, પરંતુ થોડાક જ વખતમાં બ્રેક-અપ થઈ ગયું. સારાએ અલી સામે જુઠા વાયદાનો આરોપ મૂક્યો હતો.

પ્રત્યુષા-મકરંદ

પ્રત્યુષા-મકરંદ

બિગ બૉસ 7માં એન્ટર થતા પહેલા પ્રત્યુષા બૅનર્જીએ મકરંદ મલ્હોત્રા સાથેના સંબંધ સમાપ્ત કરી નાંખ્યાં. પ્રત્યુષાનો આરોપ હતો કે મકરંદે તેમની ઉપર હુમલો કર્યો.

ડેલનાઝ-રાજીવ

ડેલનાઝ-રાજીવ

ડેલનાઝ ઈરાની અને રાજીવ પૉલનું લગ્ન જીવન 14 વર્ષ ચાલ્યું, પરંતુ પછી બંને વચ્ચે છુટાછેડા થઈ ગયાં. ડેલનાઝનું માનવુ હતું કે રાજીવ બેવફા થઈ ગયા છે.

શ્વેતા-રાજા

શ્વેતા-રાજા

શ્વેતા તિવારીએ રાજા ચૌધરી સામે અત્યાચારનો આરોપ મૂક્યો હતો અને બંનેએ પછી છુટાછેડા લઈ લીધાં. એટલુ જ નહીં શ્વેતાએ દીકરી પલકની કસ્ટડી પણ મેળવી લીધી. શ્વેતાએ ગત વર્ષે જ અભિનવ કોહલી સાથે લગ્ન કરી લીધાં.

રાખી-અભિષેક

રાખી-અભિષેક

રાખી સાવંતે અભિષેકને તે વખતે તમાચો મારી દીધો કે જ્યારે અભિષેકે ટેલીવિઝન ઉપર રાખીને પ્રપોઝ કરી. આમ બંને વચ્ચે બ્રેક-અપ થઈ ગયું અને પછી રાખીએ સ્વયંવર નામના ટીવી રિયલિટી શો દરમિયાન ઇલેશ પટેલની વર તરીકે પસંદગી કરી.

રૂપલ-અખલક

રૂપલ-અખલક

રૂપલ ત્યાગી અને અખલક ખાન પોતાની લવ-લાઇફ અંગે મીડિયા સામે ખુલ્લા હતાં, પરંતુ પાછળથી બંને જુદા થઈ ગયાં, કારણ કે તેમને અનુભવ્યું કે તેમની પસંદ-નાપસંદ જુદી છે.

કરણ-કૃતિકા

કરણ-કૃતિકા

કરણ કુંદ્રા અને કૃતિકા કામરા કિતની મોહબ્બત હૈના સેટ પર મળ્યા અને પ્રેમમાં પડ્યાં, પરંતુ 2012માં બંને વચ્ચે બ્રેક-અપ થઈ ગયું. કરણ હાલમાં મધુરા નાઇક સાથે ડેટિંગ કરે છે.

કરણ-કવિતા

કરણ-કવિતા

કરણ ગ્રોવર અને કવિતા કૌશિક નચ બલિયેમાં સાથે દેખાયા હતાં, પરંતુ પછી બંનેના રસ્તા જુદા પડી ગયાં.

કરણ-ચાહત

કરણ-ચાહત

કરણ મલ્હોત્રા અને ચાહત ખન્નાએ 2012માં પોતાના સંબંધો જાહેર કર્યા, પરંતુ પછી ચાહતે દાવો કર્યો કે કરણ તેમના અને તેમના વાલીઓ પર અત્યાચાર કરે છે. આમ બંને જુદા થઈ ગયાં.

ગૌરવ-મૌની

ગૌરવ-મૌની

ગૌરવ ચોપરા તથા મૌની રૉય જરા નચ કે દિખાના સેટ પર મળ્યા અને પોતાનો સંબંધ જાહેર પણ કર્યો, પરંતુ પછીથી બંને જુદા થઈ ગયાં. મૌની હાલમાં મોહિત રૈના સાથે ડેટિંગ કરે છે.

અંકિત-અદા

અંકિત-અદા

અદા ખાને અંકિત ગેરા સાથેના સંબંધો તોડી નાંખ્યા, કારણ કે તેમને અંકિતના જીવનમાં કંઇક ગરબડ દેખાઈ. રૂપલ ત્યાગીએ આના માટે આરોપ મૂક્યો હતો.

ઐજાઝ-અનીતા

ઐજાઝ-અનીતા

ઐજાઝ ખાન અને અનીત હસનંદાણીની મુલાકાત કાવ્યાંજલિના સેટ પર થઈ અને બંને ડેટિંગ કરવા લાગ્યા. જોકે પછી ઐજાઝની નિકટતાઓ નતાલિયા ડે લ્યુસિયો સાથે વધી અને ઐજાઝ-અનીતાના રસ્તા જુદા થઈ ગયાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X