બિગ બૉસ 14માં થયા 3 શૉકિંગ એવિક્શન, આ કન્ટેસ્ટન્ટ થયા શોમાંથી બહાર!
મુંબઈઃ બિગ બૉસ 14 ત્રીજા સપ્તાહમાં પહોંચી ગયુ છે. જેમ જેમ શો આગળ વધી રહ્યો છે તેમ એક પછી એક નવા ટ્વિસ્ટ જોવા મળી રહ્યા છે. શો વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાસ્તવમાં, એક ટાસ્ક હાર્યા બાદ સિદ્ધાર્થ શુક્લાની ટીમના ત્રણ કન્ટેસ્ટન્ટ ઘરમાંથી બેઘર થઈ ગયા છે. ગયા એપિસોડમાં સીનિયર્સની અલગ અલગ ત્રણ ટીમ બનાવવામાં આવી હતી. જેમાં ફ્રેશર્સ પોતાની મરજીથી શામેલ થયા હતા. શોમાં કન્ફર્મ કન્ટેસ્ટન્ટ બનવાનો આ એક મહત્વનો પડાવ હતો.

આ કન્ટેસ્ટન્ટ થયા શોમાંથી બહાર
બિગ બૉસે એક ત્રણ સીનિયર્સની ટીમને એક ટાસ્ક આપ્યુ હતુ. ધ ખબરી નામના ટ્વિટર હેન્ડલ મુજબ આ ટાસ્કમાં સિદ્ધાર્થ શુક્લાની ટીમ હારી ગઈ છે. આ સાથે સિદ્ધાર્થની ટીમમાં શામેલ એજાજ ખાન અને પવિત્રા પુનિયાને ઘરમાંથી એલિમિનેટ થવુ પડ્યુ છે. એજાજ-પવિત્રા સાથે શહેજાદ દેઓલ પણ શોમાંથી બહાર થઈ ગયા છે. નિક્કી તંબોલી બેઘર થઈ નથી કારણકે તે પહેલેથી કન્ફર્મ કન્ટેસ્ટન્ટ હતી.

પવિત્ર પુનિયા, એજાજ અને શહેજાદ થયા બહાર
બિગ બૉસના ઘરમાં સીનિયર્સની ટીમ બનાવી છે અને ફ્રેશર્સને આ ટીમોમાં જોઈન કરવામાં આવ્યા છે. જેસ્મિન ભસીન, રૂબીના અને અભિનવ શુક્લાએ હિના ખાનની ટીમ જોઈન કરી છે. વળી, જાન કુમાર શાનૂ અને રાહુલ વૈદ્ય ગૌહર ખાનની ટીમમાં આવ્યા છે. એજાજ ખાન, નિક્કી તંબોલી અને પવિત્ર પુનિયા સિદ્ધાર્થ શુક્લાની ટીમનો હિસ્સો બન્યા હતા. જો કે એજાજ-પવિત્રા અને શહેજાદના બિગ બૉસ સિક્રેટ રૂમમાં હોવાના સમાચાર પણ છે પરંતુ હજુ આ વિશે કોઈ કન્ફર્મેશન નથી.

બીજા ઘણા સીનિયર્સની થઈ શકે છે એન્ટ્રી
એવી પણ ચર્ચા છે કે ત્રણે સીનિયર્સ હવે બિગ બૉસના ઘરમાંથી જઈ ચૂક્યા છે અને ટૂંક સમયમાં ત્રણ નવા સીનિયર્સની એન્ટ્રી થશે.જેમાં રશ્મિ દેસાઈ, આસિમ રિયાઝ અને ગૌતમ ગુલાટીના નામની ચર્ચા છે. તમને જણાવી દઈએ કે બિગ બૉસના ઘરમાં પહેલા સપ્તાહમાં જ સીનિયર્સે નિર્ણય લઈને કન્ટેસ્ટન્ટ સારા ગુરપાલને બેઘર કરી દીધી હતી. જે બાદ સોશિયલ મીડિયા પર સિદ્ધાર્થનો ઘણો વિરોધ પણ થયો હતો.
મહારાષ્ટ્રઃ ખીણમાં ખાબકી બસ, 5ના મોત, 35 ઘાયલ