સ્ટાર પરિવાર એવોર્ડ 2017 વિનર્સ લિસ્ટઃ ઇશ્કબાઝે મારી બાજી

Posted By:
Subscribe to Oneindia News

આ વખતના સ્ટાર પરિવાર એવોર્ડ્સના વિનર્સની ઘોષણા થઇ ચૂકી છે. 13 મેના રોજ મુંબઇ ખાતે આ શો યોજાયો હતો. હજુ સુધી આ એવોર્ડ ટીવી પર ટેલિકાસ્ટ નથી થયા, પરંતુ અમે તમને અહીં આ એવોર્ડ્સની કેટલીક તસવીરો બતાવવા જઇ રહ્યાં છે. આ વખતની વિનર્સ લિસ્ટમાં ઇશ્કબાઝ અને યે રિશ્તા ક્યા કેહલાતા હે શોએ અન્ય તમામ સિરિયલ્સને પાછળ છોડી દીધી છે.

 શિવાય અને અનિકા

શિવાય અને અનિકા

ઇશ્કબાઝમાં શિવાય સિંહ ઓબરોયનું પાત્ર ભજવતા નકુલ મહેતાએ બાજી મારી છે. બેસ્ટ બેટા તથા ડિજિટલ સ્ટારનો એવોર્ડ નકુલ મહેતાને મળ્યો છે. તેની કોસ્ટાર સુરભિ ચંદન એટલે કે સિરિયલમાં અનિકાનું પાત્ર ભજવતી એક્ટ્રેસને બેસ્ટ ફીમેલ સદસ્ય તથા બેસ્ટ ડિજિટલ સ્ટાર ફીમેલનો એવોર્ડ મળ્યો છે. બેસ્ટ જોડી ઇન્ટરનેશનલનો એવોર્ડ પણ શિવાય અને અનિકા એટલે કે નકુલ અને સુરભિના ફાળે ગયો છે.

ઇશ્કબાઝને સૌથી વધુ એવોર્ડ

ઇશ્કબાઝને સૌથી વધુ એવોર્ડ

સિરિયલ ઇશ્કબાઝને સૌથી વધુ એવોર્ડ મળ્યાં છે. એક્ટર કુણાલ જયસિંહ એટલે કે ઓમકારા સિંહ ઓબરોયને બેસ્ટ નયા સદસ્ય મેલ એવોર્ડ મળ્યો છે. તો બીજી બાજુ શ્વેતલાનાના નેગેટિવ રોલમાં જોવા મળતી રેહાના મલ્હોત્રાને મોસ્ટ સ્ટાયલિશ સદસ્યનો એવોર્ડ મળ્યો છે.

યે રિશ્તા ક્યા કેહલાતા હે

યે રિશ્તા ક્યા કેહલાતા હે

સિરિયલ યે રિશ્તા ક્યા કેહલાતા હેના કાર્તિક અને નાયરા એટલે કે એક્ટર્સ શિવાંગી અને મોહસિન ખાનને બેસ્ટ જોડીનો એવોર્ડ મળ્યો છે. બેસ્ટ પતિ-પત્નીનો એવોર્ડ પણ કાર્તિક અને નાયરાને ફાળે ગયો છે. સાથે જ ચંદ્ર નંદિનીના રજત ટોક્સ અને શ્વેતા બાસુને પણ બેસ્ટ પતિ-પત્નીનો એવોર્ડ મળ્યો છે.

બેસ્ટ માતા-પિતા

બેસ્ટ માતા-પિતા

બેસ્ટ માંનો એવોર્ડ યે હે મોહબ્બતેંની ઇશિતા એટલે કે દિવ્યંકા ત્રિપાઠીને મળ્યો છે તથા આ સિરિયલમાં રમણનું પાત્ર ભજવતાં કરણ પટેલને બેસ્ટ પિતાનો એવોર્ડ મળ્યો છે.

બેસ્ટ બહુ, બેસ્ટ બેટી

બેસ્ટ બહુ, બેસ્ટ બેટી

સાથ નિભાના સાથિયામાં ગોપીનું પાત્ર ભજવતી એક્ટ્રેસ દેવોલીના બેસ્ટ બહુ બની છે. નામકરણ સિરિયલમાં નાની અવનિનું પાત્ર ભજવનાર અરશીન નામદાર તથા મેરી દુર્ગામાં દુર્ગાના રોલમાં જોવા મળેલ અનન્યા અગ્રવાલને બેસ્ટ બેટીનો એવોર્ડ મળ્યો છે.

English summary
Here read a Star Parivaar Awards Winners List: Ishqbaaz Bags Maximum Awards and Yeh Rishta Kya Kehlata Hai’s Kartik and Naira Bag Best Jodi Award
Please Wait while comments are loading...