'તારક મહેતા..'ના દયાભાભીના શ્રીમંતમાં ઉમટ્યું ગોકુલ ધામ

Written By:
Subscribe to Oneindia News

તારક મહેતા ફેમ દિશા વાકાણી એટલે કે આપણા બધાના લોકપ્રિય દયાભાભી હાલ પ્રેગનેન્ટ છે. તેની પ્રેન્ગનેસીને સાત મહિના પુરા થતા પુરા ગુજરાતી રીતી રીવાજ સાથે તેની શ્રીમંત વિધિ કરવામાં આવી હતી. હાલ તો દિશા વાકાણીએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સીરિયલમાંથી બ્રેક લીધો છે અને મુંબઈ સ્થિત તેના ઘરે આરામ કરી રહી છે.

દિશા વાકાણીનો લૂક

દિશા વાકાણીનો લૂક

શ્રીમંતના પ્રસંગમાં દયાભાભીએ લાલ રંગની પારંપરિક સાડી પહેરી હતી. મળતી મહિતી અનુસાર દિશા વાકાણીએ આ પ્રસંગની ઉજવણી બે દિવસ કરી હતી. પહેલા દિવસે સાંજી રાખવામાં આવી હતી અને બીજા દિવસે તેણે શ્રીમંતની વિધિ કરી હતી.

'તાકર મહેતા...' અને દિશા વાકાણી

'તાકર મહેતા...' અને દિશા વાકાણી

દિશા વાકાણી 2008માં સબ ચેનલની સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોડાઇ અને દયા ભાભી તરીકે ખૂબ લોકપ્રિય થઈ છે. તેના શ્રીમંતના પ્રસંગમાં ઘરના સભ્યો ઉપરાંત તારાક મહેતાની ટીમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભવ્ય ગાંધી(ટપુ), દીલિપ જોશી(જેઠાલાલ), મુનમુન દત્તા(બીબતા), કવિ કુમાર આઝાદ(ડૉ. હંસરાજ હાથી), અંબિકા રાજંકર(કોમલ હાથી) અને સમય શાહ(ગોગી) હાજર રહ્યા હતા.

મયુર પંડ્યા સાથે લગ્ન

મયુર પંડ્યા સાથે લગ્ન

દિશા વાકાણીએ 24 નવેમ્બર અને 2015ના રોજ મુંબઈના અકાઉન્ટન્ટ મયુર પંડ્યા સાથે લગ્ન કર્યા હતા. 17 સપ્ટેમ્બર 1978ના રોજ અમદાવાદમાં જન્મેલ દિશાને બાળપણથી જ અભિનય કરવામાં ઘણો રસ હતો. આથી જ તેણે અમદાવાદથી ડ્રામેટિક આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

દિશા વાકાણીએ બોલીવૂડમાં કરેલ કામ

દિશા વાકાણીએ બોલીવૂડમાં કરેલ કામ

દિશા વાકાણીએ બોલીવૂડની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેણે 'ફુલ ઓર આગ', 'દેવદાસ', 'મંગલ પાંડે: ધ રાઈઝિંગ', 'સી કંપની', 'જોધા અકબર' વગેરે જેવી ફિલ્મામાં કામ કર્યું છે.

English summary
taarak mehta ka ooltah chashmah actress disha vakani baby shower.Read more here..

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.