
તારક મહેતાની સોનૂએ 'હાય ગરમી' ગીત સાથે કર્યો હૉટ ડાંસ, Video વાયરલ
મુંબઈઃ તારક મહેતાના ઉલ્ટા ચશ્માની સોનૂ હાલમાં પોતાના નવા ડાંસ વીડિયો માટે ચર્ચામાં છે. સોનૂની ભૂમિકા નિભાવી રહેલ અભિનેત્રી પલક સિંધવાની પોતાના સોશિયલ મીડિાય અકાઉન્ટ પર ઘણી સક્રિય રહે છે. પોતાના સુંદર ફોટા સાથે પલક પોતાના ઘણા વીડિયો પણ પોસ્ટ કરતી રહે છે જે ઘણી વાર તેના અંગત જીવન સાથે જોડાયેલા હોય છે તો ક્યારેક શૂટિંગ વચ્ચેનો ટાઈમપાસ.

'હાય ગરમી' ગીત પર ડાંસ
આ વખતે પણ પલકે આવો જ એક વીડિયો અપલોડ કર્યો છે. જ્યાં તે 'હાય ગરમી' ગીત પર ડાંસ કરતી દેખાઈ રહી છે. આને શેર કરીને પલકે લખ્યુ છે કે બિહાઈન્ડ ધ સીન્સ તમે પણ એન્જૉય કરો. આ સાથે જ આ વીડિયો શરૂ થવા સાથે ચેતવણી લખેલી છે જેનો અર્થ છે કે તમે જે જોવા જઈ રહ્યા છો તે ખૂબ જ હૉટ છે.

સ્ટાઈલિશ અને ગ્લેમરસ ફોટા
ફેન્સ તેના આ વીડિયો પર ખૂબ જ કમેન્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ વીડિયોમાં સોનૂ સાથે તેની માની ભૂમિકા નિભાવી રહેલ માધવી ભાભી પણ છે. પલક સોશિયલ મીડિયા પર પણ ઘણી સક્રિય છે. તે પોતાના ઘણા સ્ટાઈલિશ અને ગ્લેમરસ ફોટા પોસ્ટ કરતી રહે છે.

અસલી જીવનમાં સ્ટાઈલિશ
પલક થોડા સમય પહેલા જ આ શોનો હિસ્સો બની છે. આ પહેલા સોનૂની ભૂમિકા નિધિ ભાનુશાળી નિભાવી રહી હતી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની પલક અસલી જીવનમાં ઘણી સ્ટાઈલિશ છે.
View this post on InstagramA post shared by Palak Sindhwani (@palaksidhwani) on
Pics: બર્થડે ગર્લ અથિયા શેટ્ટીના હૉટ અને બોલ્ડ ફોટા વાયરલ