આ છે સલમાનની ફેવરિટ એક્ટ્રેસ, બધા શોમાં હોય છે સાથે!

Written By:
Subscribe to Oneindia News

સલમાન ખાન હવે થોડા જ સમયમાં બિગ બોસની સીરિઝ 11 લઈને કલર્સ પર આવી રહ્યો છે, ત્યારે આ શોના પ્રીમિયરમાં તેની ફેવરિટ એક્ટ્રેસ પણ સાથે જોવા મળી છે. ટેલિવિઝનની આ એક્ટ્રેસ હવે બોલીવૂડમાં આવી રહી છે. પરંતુ ઘણા સમયથી એવું જોવા મળ્યું છે કે, સલમાન કોઈ પણ પ્રોજેક્ટમાં કામ કરી રહ્યો હોય, તેની આ ફેવરિટ અભિનેત્રી તેની સાથે જોવા મળે છે. તો ચાલો જાણીએ ફેવરિટ એક્ટ્રેસ કોણ છે અને સલમાન સાથે કયા નવા પ્રોજેક્ટમાં જોવા મળશે?

બિગ બોસ 11ના પહેલા શોમાં સલમાન અને તેની ફેવરિટ એક્ટ્રેસ

બિગ બોસ 11ના પહેલા શોમાં સલમાન અને તેની ફેવરિટ એક્ટ્રેસ

મળતી માહિતી અનુસાર, બિગ બોસ 11માં આ વર્ષે પડોશીનો થીમ રાખવામાં આવ્યો છે. આ થીમને સમજાવવા સલમાન ખાન અને તેની ફેવરિટ એક્ટ્રેસ મૌની રોય સાથે આવશે તેવી જાણકારી મળી રહી છે. આ સિવાય સલમાનની સાથે મૌની એક સ્પેશિયલ ડાંસ પણ કરશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. જો કે, ચેનલ તરફથી આવી કોઈ જાહેરાત હજુ કરવામાં નથી આવી.

બિગ બોસમાં મૌની રોય બીજી વાર એન્ટ્રી કરશે

બિગ બોસમાં મૌની રોય બીજી વાર એન્ટ્રી કરશે

1 ઓક્ટોબરના રોજ શરૂ થનાર બિગ બોસની 11મી સીરિઝના પ્રીમિયર એપિસોડમાં મૌની રોય પણ શો હોસ્ટ કરતી દેખાઈ રહી છે. જો આ વાત સાચી હોય તો, મૌની રોયની બિગ બોસમાં આ બીજી એન્ટ્રી હશે. આ પહેલા તે બિગ બોસ 8માં જોવા મળી હતી અને હવે આ વર્ષે તે સલમાનની સાથે શોને હોસ્ટ કરતી જોવા મળી શકે છે.

વિવાદોમાં ઘેરાયેલ મૌની રોય

વિવાદોમાં ઘેરાયેલ મૌની રોય

થોડા સમય અગાઉ મૌની રોય તેની કલર્સ પર આવતી 'નાગિન' સિરિયલના કારણે વિવાદોમાં ફસાઈ હતી. 'નાગિન'માં બતાવાતા સાહિત્યને લઈને વિવાદ થયો હતો, ત્ચારે આ વિવાદ અંગે ખુલાસો કરતા મૌનીએ જણાવ્યું હતું કે, દર્શકો અમારા શોને પસંદ કરે છે અને એ જ અમારા માટે મહત્વનું છે.

મૌની રોયની બોલીવૂડમાં એન્ટ્રી

મૌની રોયની બોલીવૂડમાં એન્ટ્રી

'નાગિન' સિરિયલથી ચર્ચામાં આવ્યા બાદ મૌની રોય હવે બોલીવૂડમાં અક્ષય કુમારની આગામી ફિલ્મ 'ગોલ્ડ'થી ગ્રાન્ડ અન્ટ્રી કરવા જઇ રહી છે. આ ફિલ્મ 2018માં 15મી ઓગસ્ટના રોજ ફિલ્મ રિલીઝ થશે, આ ફિલ્મ માટે મૌનીનું નામ ફાઇનલ થયું એ પહેલાં એવી ચર્ચા હતી કે, તે સલમાન ખાનની ફિલ્મ દ્વારા બોલીવૂડ ડેબ્યૂ કરશે. પરંતુ એ શક્ય ન બન્યું. એવી પણ ચર્ચા હતી કે, સલમાનને કારણે જ તેને આ ફિલ્મ મળી છે.

ટેલિવિઝનથી બોલીવૂડનો સફર

ટેલિવિઝનથી બોલીવૂડનો સફર

એકતા કપુરની 'ક્યુકિં સાસભી કભી બહુ થી' દ્વારા તેના કરિયરની શરૂઆત કર્યા બાદ મૌની રોય એકતા કપુરની પણ પહેલી પસંદ છે. 'નાગિન' સિરિયલથી તે વધુ લોકપ્રિય થઇ. આજે તેના ઈન્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા 3.1 મિલિયન છે. સલમાન ખાનના થતા ટી.વી પરના બધા શોમાં મૌની રોય જોવા મળે છે, જે શ્રેણીમાં હવે બિગ બોસની 11મી સીરિઝમાં પણ તે સાથે જોવા મળશે.

English summary
There is buzz that Mouni Roy host Bigg Boss 11 with Salman Khan.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.