Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સિદ્ધાર્થ શુક્લાને '40 વર્ષનો બુઢ્ઢો' કહેવા પર ભડકી અભિનેત્રી કહ્યુ, 'લોકો 75 વર્ષે પણ સુપરસ્ટાર છે'

બિગ બૉસ 13ના સૌથી સ્ટ્રોંગ કન્ટેસ્ટન્ટ મનાતા સિદ્ધાર્થ શુક્લા વિશે ઘરની અંદર કંઈક એવી ટિપ્પણીઓ થઈ રહી છે જેના પર વિવાદ વધવા લાગ્યો છે.

બિગ બૉસ 13ના સૌથી સ્ટ્રોંગ કન્ટેસ્ટન્ટ મનાતા સિદ્ધાર્થ શુક્લા વિશે ઘરની અંદર કંઈક એવી ટિપ્પણીઓ થઈ રહી છે જેના પર વિવાદ વધવા લાગ્યો છે. વાસ્તવમાં બિગ બૉસે આ સપ્તાહમાં ઘરવાળાને બીબી ટ્રાન્સપોર્ટ ટાસ્ક આપ્યુ જેમાં બે ટીમો વચ્ચે મુકાબલો થયો. આ ટાસ્કમાં એક તરફ પારસની ટીમ હતી અને બીજી તરફ અસીમની ટીમ હતી. આ ટાસ્ક દરમિયાન પારસ છાબડા અને માહિરા શર્માએ સિદ્ધાર્થ શુક્લાની ઉંમર પર કમેન્ટ કરી. તેમણે સિદ્ધાર્થને '40 વર્ષનો બુઢ્ઢો' કહી દીધો પરંતુ આ ટિપ્પણી પર સિદ્ધાર્થે કોઈ જવાબી પ્રતિક્રિયા ન આપી. જો કે જે રીતે પારસ અને માહિરાએ '40 વર્ષનો બુઢ્ઢા' વાળી ટિપ્પણી કરી તેના વિશે અભિનેત્રી અને બિગ બૉસની વિનર રહી ચૂકેલી ગૌહર ખાને આકરી નારાજગી વ્યક્ત કરી. માત્ર ગૌહર ખાને જ નહિ બિગ બૉસના એક્સ કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલા વિકાસ ગુપ્તા અને કામ્યા પંજાબીએ પણ આ ટિપ્પણીનો વિરોધ કર્યો છે.

સિદ્ધાર્થને માહિરા અને પારસને કહ્યુ ‘40 વર્ષનો બુઢ્ઢો'

સિદ્ધાર્થને માહિરા અને પારસને કહ્યુ ‘40 વર્ષનો બુઢ્ઢો'

બિગ બૉસ 13ની કન્ટેસ્ટન્ટ પારસ અને માહિરાએ જે રીતે સિદ્ધાર્થને ‘40 વર્ષનો બુઢ્ઢો' કહીને કટાક્ષ કર્યો છે તેના પર બંને કન્ટેસ્ટન્ટે સોશિયલ મીડિયા પર ખાસ્સા ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. માત્ર બિગ બૉસના ફેન્સ જ નહિ ઘણા સેલિબ્રિટીઝ અને બિગ બૉસના એક્સ કન્ટેસ્ટન્ટે પણ આ મુદ્દે અવાજ બુલંદ કર્યો છે. સમગ્ર મામલે બિગ બૉસની વિનર રહી ચૂકેલી અને બોલિવુડ અભિનેત્રી ગૌહર ખાને ટિપ્પણી કરતા કહ્યુ કે લોકો 75 વર્ષની ઉંમરે પણ સુપરસ્ટાર છે. આવી માનસિકતા પર શરમ આવે છે.

માસ્ટરમાઈન્ડ વિકાસ ગુપ્તાએ કહ્યુ - કંઈ પણ બોલવુ છે બસ

આના પર બિગ બૉસ સિઝન 11ના કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલા માસ્ટરમાઈન્ડ વિકાસ ગુપ્તાએ પણ સિદ્ધાર્થ વિશે કરાયેલ કમેન્ટ પર ટિપ્પણી કરી છે. વિકાસ ગુપ્તાએ ટ્વીટ કરીને લખ્યુ, ‘માત્ર એટલા માટે કે કોઈ નાનુ કે મોટુ છે, કદાચ બીજા વ્યક્તિ માટે એટલુ સફળ નથી, પરંતુ જ્યારે તે એક જ મંચ પર પ્રતિસ્પર્ધા કરી રહ્યા હોય તો કૃપા કરીને બિગ બૉસના ઘરમાં રહેવા કે બીજાથી સારા દેખાડવા માટે કોઈના સ્ટેટસ કે પછી ઉંમરને માપદંડ ના બનાવો. કંઈ પણ બોલવુ છે બસ.'

કામ્યા પંજાબીએ પારસને ઘેર્યો, કહી દીધી આ વાત

આ મુદ્દે બિગ બૉસની એક્સ કન્ટેસ્ટન્ટ કામ્યા પંજાબીએ પણ રિએક્ટ કર્યુ છે. તેણે લખ્યુ, ઓ હો... પારસના હિસાબથી 40 વર્ષના લોકો બુઢ્ઢા હોય છે. ખબર નહિ પોતાના મા-બાપને શું કહેશે? ખાસ કરીને આ શોના હોસ્ટ સલમાન ખાનને શું કહેશે આ?

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X