આનંદી તરીકે નવા તોરલ ટીવી જગતમાં જાણીતા ચહેરા
મુંબઈ, 1 માર્ચ : કલર્સના સુપરહિટ શો બાલિકા વધુની આનંદી બદલાઈ ગઈ છે. હા જી, આપની આનંદીનો રોલ હવે પ્રત્યુષા બૅનર્જી નહીં, પણ તોરલ રાસપુત્રા કરવાના છે. તોરલ ભલે બાલિકા વધુ માટે નવા ચહેરા હોય, પણ ટેલીવિઝનની દુનિયા માટે નવું નામ નથી. તેઓ કેસરિયા બાલમ આવો હમારે દેશ, છોટી સી ઝિંદગી અને યહાં કે હમ સિકંદર જેવા શોમાં કામ કરી ચુક્યાં છે. તોરલ કચ્છી ગુજરાતી છે. તેમનો જન્મ અંજાર ખાતે થયો છે.

તોરલને અર્થ ફિલ્મમાં સ્મિતા પાટિલનો રોલ ખૂબ ગમે છે. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે તેમની મનપંદ ફિલ્મ છે કે જે તેઓ અનેક વાર જોઈ ચુક્યાં છે અને દરેક વખતે ફિલ્મ તેમને ગમે છે. તોરલને એવો જીવનસાથી જોઇએ કે જે નિખાલસ અને પ્રામાણિક હોય. તોરલને ખબર છે કે બાલિકા વધુમાં આનંદીનો રોલ ખૂબ લોકપ્રિય છે અને લોકો પ્રત્યુષાને આ રોલ માટે ખૂબ પસંદ પણ કરે છે. એવામાં તેઓ લોકોના દિલોમાં આનંદી તરીકે પ્રત્યુષાના સ્થાને જગ્યા બનાવી શકશે કે કેમ, તો જોવાનું રસપ્રદ રહેશે.
નોંધનીય છે કે આનંદીનો રોલ કરનાર પ્રત્યુષા બૅનર્જીની શોમાંથી વિદાય થઈ ગઈ છે. કહે છે કે શો સંચાલકો પ્રત્યુષાના નખરાંથી પરેશાન હતાં. તેથી તેમણે પ્રત્યુષાને શોમાંથી હાંકી કાઢ્યાં, પરંતુ આંતરિક સૂત્રોના જણાવ્યા મુબજ પ્રત્યુષાને વિક્રમ ભટ્ટની ફિલ્મમાં હીરોઇનનો રોલ મળી ગયો છે. તેથી તેમણે નખરાં શરૂ કર્યા હતાં કે જેથી હેરાન થઈ શો વાળા પોતે જ તેમને શોમાંથી બહારનો રસ્તો બતાવવા મજબૂર થઈ ગયાં.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત







Click it and Unblock the Notifications
