Top 10 : દીયા-બાતીને પછડાટ આપતો સાથિયા, તારક મહેતાની લીડ...

અમદાવાદ, 5 જુલાઈ : ટેલીવિઝન શોની નવી ટીઆરપી રેટિંગ જાહેર થઈ ચુકી છે કે જે મુજબ સ્ટાર પ્લસ પર પ્રસારિત થતો સાથ નિભાના સાથિયા શો નંબર વન પૉઝિશન પર આવી ગયો છે. સાથ નિભાના સાથિયાએ સ્ટાર પ્લસના જ શો દીયા ઔર બાતી હમને પછડાટ આપી નંબર વન પૉઝિશન હાસલ કરી છે.

ટેલીવિઝન ઑડિયંસ મીઝરમેંટ (ટૅમ)ના 22 જૂનથી 29મી જૂન દરમિયાનના સપ્તાહના આંકડાઓ મુજબ સબ ટીવીના લોકપ્રિય કૉમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોએ વધુ પ્રગતિ કરી ચોથાથી ત્રીજુ સ્થાન હાસલ કરી લીધું છે, તો કપિલ શર્માના લોકપ્રિય કૉમેડી શો કૉમેડી નાઇટ્સ વિથ કપિલની પણ ફરીથી ટૉપ ટેનમાં એન્ટ્રી થઈ છે. ઉપરાંત પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા આ વખતે ટૉપ 10ની યાદીમાંથી ફેંકાઈ ગયો છે, તો મહાભારત, કુમકુમ ભાગ્ય અને વીરાએ પોત-પોતાની પૉઝિશનો જાળવી રાખવામાં સફળતા હાસલ કરી છે.

ચાલો તસવીરો સાથે જાણીએ 22મીથી 29મી જૂન. 2014 દરમિયાનના ટૉપ 10 ટીવી શો :

સાથિયા સાથ નિભાના

સાથિયા સાથ નિભાના

સ્ટાર પ્લસનો શો સાથ નિભાના સાથિયા 9.7 ટીઆરપી રેટિંગ સાથે પહેલા સ્થાને પહોંચી ગયો છે. આ શોએ દીયા ઔર બાતી હમને માત આપી છે કે જે ગઈ વખતે પહેલા સ્થાને હતો.

દીયા ઔર બાતી હમ

દીયા ઔર બાતી હમ

સ્ટાર પ્લસ પર જ પ્રસારિત થતો શો દીયા ઔર બાતી હમ 9.2 ટીઆરપી રેટિંગ સાથે બીજા સ્થાને આવી ગયો છે. સાથે ટોચ ઉપર રહ્યો છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

સબ ટીવી પર પ્રસારિત થતો લોકપ્રિય કૉમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ વધુ એક વખત છલાંગ લગાવી ચોથાથી ત્રીજુ સ્થાન હાસલ કર્યું છે. તેની ટીઆરપી રેટિંગ 7.0 રહી છે.

જોધા અકબર

જોધા અકબર

ઝી ટીવી પર પ્રસારિત થતો જોધા અકબર શો ગત વખતે ત્રીજા સ્થાને હતો કે જે હવે 6.8 ટીઆરપી રેટિંગ સાથે ચોથા સ્થાને સરકી ગયો છે.

મહાભારત

મહાભારત

સ્ટાર પ્લસના શો મહાભારતે 6.7 ટીઆરપી સાથે પાંચમુ સ્થાન જાળવી રાખ્યું છે.

યે રિશ્તા ક્યા કહલાતા હૈ

યે રિશ્તા ક્યા કહલાતા હૈ

સ્ટાર પ્લસના શો યે રિશ્તા ક્યા કહલાતા હૈએ 6.0 ટીઆરપી રેટિંગ સાથે છઠુ સ્થાન હાસલ કર્યુ છે કે જે ગત વખતે સાતમા સ્થાને હતો.

યે હૈ મોહબ્બતેં

યે હૈ મોહબ્બતેં

સ્ટાર પ્લસ પર જ પ્રસારિત થતા યે હૈ મોહબ્બતેં શો 6.0 ટીઆરપી સાથે સાતમા સ્થાને રહ્યો છે.

કૉમેડી નાઇટ્સ વિથ કપિલ

કૉમેડી નાઇટ્સ વિથ કપિલ

કલર્સ પર પ્રસારિત થતો કપિલ શર્માનો લોકપ્રિય કૉમેડી શો કૉમેડી નાઇટ્સ વિથ કપિલ ફરી એક વખત ટૉપ 10માં એન્ટર થવામાં સફળ રહ્યો છે. 5.9 ટીઆરપી રેટિંગ સાથે કપિલનો શો 8મા સ્થાને રહ્યો છે. ગત વખતે આઠમા સ્થાને પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા શો હતો કે જે આ વખતે ટૉપ 10ની યાદીમાંથી આઉટ થઈ ચુક્યો છે.

કુમકુમ ભાગ્ય

કુમકુમ ભાગ્ય

ટૉપ ટેનની યાદીમાં ગત વખતે નવમા સ્થાન સાથે એન્ટ્રી કરનાર ઝી ટીવીના શો કુમકુમ ભાગ્યે 5.7 ટીઆરપી રેટિંગ સાથે નવમું સ્થાન જાળવી રાખ્યુ છે.

વીરા

વીરા

સ્ટાર પ્લસના એક વીર કી અરદાસ વીરા શોએ પણ 5.1 ટીઆરપી રેટિંગ સાથે દસમુ સ્થાન જાળવી રાખ્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X