
ટીવી એક્ટર આમિર અલી-સંજીદા શેખ થયા અલગ, લગ્નના 9 વર્ષ બાદ ડિવૉર્સ
મુંબઈઃ ટીવી સ્ટાર આમિર અલી અને સંજીદા શેખ લગ્નના 9 વર્ષ બાદ અલગ થવા જઈ રહ્યા છે. બંનેએ એકબીજાથી ડિવૉર્સ લેવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા અમુક સમયથી બંનેના દાંપત્ય જીવનમાં તણાવ ચાલી રહ્યો હતો. બંને વચ્ચે ડિવૉર્સની વાત 9 મહિના પહેલા આવી હતી. સંજીદા અને આમિરને એક દીકરી છે જેનુ નામ આયરા અલી છે કે જે ડિવૉર્સ બાદ મા સાથે રહેશે. તમને જણાવી દઈએ કે આમિર અને સંજીદાએ હંમેશાથી પોતાના લગ્નજીવનને વ્યક્તિગત રાખ્યુ છે. એવામાં માનવામાં આવી રહ્યુ છે કે બંને પોતાના ડિવૉર્સની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરવાની ટાળી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે ડિવૉર્સનો નિર્ણય સંજીદા શેખે લીધો અને ડિવૉર્સ પછી તે પોતાની મા સાથે રહેશે. હિંદુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ લગભગ 9 મહિના પહેલા બંનેના ડિવૉર્સ પેપર સામે આવ્યા હતા. ડિવૉર્સ બાદથી આમિર અને સંજીદા અલગ-અલગ રહે છે. બંનેએ ડિવૉર્સના સમાચારને એકદમ વ્યક્તિગત રાખ્યા છે અને આ વિશે કોઈ પણ પ્રકારનુ નિવેદન જાહેર કર્યુ નથી.
નોંધનીય વાત એ છે કે આમિર અને સંજીદા વચ્ચે સંબંધોમાં અંતર 2020માં સામે આવ્યુ હતુ. બંનેના સંબંધોને લઈને અલગ-અલગ પ્રકારના સમાચારો સામે આવ્યા હતા પરંતુ એ જ સમયે બંનેએ સરોગસીથી એક બાળકીને જન્મ આપ્યો. બંને પોતાની દીકરીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર પણ કરતા હતા. મહત્વની વાત એ છે કે બંને એકબીજા વચ્ચે સંબંધોને લઈને એકદમ શાંત હતા. આ જ કારણ છે કે ડિવૉર્સના સમાચાર સામે આવ્યા બાદ બંનેના ફેન્સ ચોંકી ગયા છે. આમિર અને સંજીદા એકબીજા સાથે ઘણા વર્ષો સુધી રિલેશનશિપમાં હતા અને બંનેએ 2012માં એકબીજા સાથે લગ્ન કર્યા હતા. બંનેએ ડાંસ રિયાલિટી શો નચ બલિએ-3માં જોવા મળ્યા હતા અને બંને શોના વિજેતા રહ્યા હતા.