આ છે ટેલિવિઝન દુનિયાની સૌથી હોટેસ્ટ એક્ટ્રેસ

Written By:
Subscribe to Oneindia News

ટીવી એક્ટ્રેસ નિયા શર્મા છેલ્લા થોડા દિવસોથી ફરી એકવાર ચર્ચામાં છે. 2017ની શરૂઆત સાથે જ નિયાને એશિયાની 3જી હોટેસ્ટ એક્ટ્રેસનું બિરુદ મળ્યું હતું અને હવે તેણે ફરી એકવાર આ વાત સાબિત કરી દીધી છે. નિયા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે અને તે અહીં પોતાના ફેન્સ માટે અવારનવાર તસવીરો પોસ્ટ કરતી રહે છે.

છેલ્લા થોડા દિવસોમાં નિયાએ પોતાના નવા મ્યૂઝિક વીડિયો તથા ફોટોશૂટ ના જે ફોટા પોસ્ટ કર્યા છે, તેણે ખૂબ ચર્ચા જગાવી છે. ઘણાએ નિયાના વખાણ કર્યા છે, તો ઘણાએ તેને વખોડી છે.

રીલ લાઇફમાં સંસ્કારી વહુ, રિયલ લાઇફમાં હોટ ચિક

રીલ લાઇફમાં સંસ્કારી વહુ, રિયલ લાઇફમાં હોટ ચિક

નિયા શર્મા ટીવી સિરિયલ 'એક હજારો મેં મેરી બેહના હે' થી જાણીતી થઇ હતી. ત્યાર બાદ તેણે 'જમાઇ રાજા' સિરિયલમાં રોશનીનું પાત્ર ભજવ્યું હતું, જેમાં તેનો રોલ ખાસો લોકપ્રિય પણ થયો હતો. નિયા ટીવી સ્ક્રિન પર જેટલી સંસ્કારી દેખાય છે, રિયલ લાઇફમાં તે એટલી જ હોટ છે. બ્લેક સ્વિમ સૂટમાં નિયાનો આ ફોટો જોઇને તમે એ વાત તો સમજી જ ગયા હશો.

વિવાદો વચ્ચે પણ બિંદાસ છે નિયા

વિવાદો વચ્ચે પણ બિંદાસ છે નિયા

નિયા શર્માના હોટ અને બોલ્ડ લૂકને કારણે તે ઘણીવાર ચર્ચામાં રહે છે. હાલમાં જ તેનો મ્યૂઝિક વીડિયો 'વાદા' લોન્ચ થયો છે, જેમાં નિયાએ તમામ હદો પાર કરી હોવાનો આરોપ તેના પર લગાવવામાં આવ્યો હતો. બિંદાસ નિયા આ તમામ ખબરોને હસવામાં ઉડાવી આગળ વધતી જાય છે.

ડ્રેસિંગ સેન્સ

ડ્રેસિંગ સેન્સ

નિયાની ડ્રેસિંગ સેન્સ કમાલની છે. તેને પોતાની ડ્રેસિંગ સેન્સ માટે સારા-ખરાબ અનેક કોમેન્ટ્સ મળ્યાં છે, આમ છતાં તે પોતાના આઉટફિટ્સ સાથે એક્સપરિમેન્ટ કરવાનું ચૂકતી નથી. તે કોઇ પણ આઉટફિટ કે લૂક ખૂબ સ્ટાયલ અને કોન્ફિડન્સ સાથે કેરી કરે છે. એક્ટિંગ કરતાં વધારે તેની આ ડ્રેસિંગ સેન્સને કારણે જ સોશિયલ મીડિયા પર તેનું ફેન ફોલોઇંગ વધ્યું છે.

ટેલિવિઝનની સોનમ કપૂર

ટેલિવિઝનની સોનમ કપૂર

આ કારણે જ તેને ટેલિવિઝનની સોનમ કપૂરનું ટાઇટલ મળ્યું છે. નિયા તેના બોલ્ડ અંદાજ માટે જ પોપ્યૂલર થઇ છે. આજે ભાગ્યે જ કોઇ ટેલિવિઝન એક્ટ્રેસ એવી હશે, જે ઇન્ટરનેશનલ ફેશન આટલી સ્ટાયલ અને સહજતાથી કેરી કરી શકતી હોય.

English summary
Tv actress Nia Sharma Share her latest pic in swim suit , see pics.
Please Wait while comments are loading...