આમિર ખાન સાથે કામ કરી ચૂકેલી અભિનેત્રીએ કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યુ કારણ

સ્ટાર પ્લસની સીરિયલ ‘દિલ તો હેપ્પી હે જી' ફેમ ટીવી અભિનેત્રી સેજલ શર્માએ આત્મહત્યા કરી લીધી છે.

અભિનેતા કુશલ પંજાબીના મોત બાદ ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે. સ્ટાર પ્લસની સીરિયલ 'દિલ તો હેપ્પી હે જી' ફેમ ટીવી અભિનેત્રી સેજલ શર્માએ આત્મહત્યા કરી લીધી છે. માહિતી મુજબ સેજલ શર્માએ શુક્રવારે સવારે લગભગ 4 વાગે પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી. મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવી રહ્યુ છે કે સેજલ શર્મા પોતાની પર્સનલ લાઈફથી ઘણી દુઃખી હતી અને તેણે ડિપ્રેશનમાં આવીને આટલુ મોટુ પગલુ ઉઠાવ્યુ છે. અભિનેત્રીના આત્મહત્યાની માહિતી મળ્યા બાદ પોલિસ ઘટના સ્થળે પહોંચી અને કેસ નોંધીને શબને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધુ.

આત્મહત્યાનુ કારણ અંગત

આત્મહત્યાનુ કારણ અંગત

સેજલ શર્મા મુંબઈમાં મીરા રોડ ઈસ્ટ સ્થિત શિવાર ગાર્ડનની રૉયલ નેસ્ટ સોસાયટીમાં રહેતી હતી. કેસની માહિતી મળ્યા બાદ પોલિસ જ્યારે ઘટના સ્થળે પહોંતી તો તેમને રૂમની અંદર એક સુસાઈડ નોટ મળી, જેમાં આત્મહત્યાનુ કારણ અંગત લખેલુ હતુ. સેજલને એક્ટિંગ સાથે સાથે ડાંસિંગનો પણ ખૂબ શોખ હતો અને તે છેલ્લી વાર સ્ટાર પ્લસની સીરિયલ ‘દિલ તો હેપ્પી હે જી'માં જોવા મળી હતી. આ સીરિયલમાં તેણે સિમ્મી ખોસલાની ભૂમિકા નિભાવી હતી.

ઉદયપુરની રહેવાસી હતી સેજલ શર્મા

ઉદયપુરની રહેવાસી હતી સેજલ શર્મા

સેજલ શર્મા રાજસ્થાનના ઉદયપુરની રહેવાસી હતી. સેજલ 2017માં મુંબઈ આવી અને ઑડિશન આપવાનુ શરૂ કર્યુ. ‘દિલ તો હેપ્પી હે જી' સેજલ શર્માની પહેલી ટીવી સીરિયલ હતી. એક ઈન્ટરવ્યુ દરમિયાન સેજલે જણાવ્યુ હતુ કે તે ઈ સીરિયલનો હિસ્સો બન્યા બાદ ખૂબ ખુશ છે. સેજલે કહ્યુ કે બાળપણથી જ તેની ઈચ્છા હતી કે તે એક અભિનેત્રી બને અને હવે તેનુ સપનુ પૂરુ થવા જઈ રહ્યુ છે.

આમિર ખાન સાથે કર્યુ હતુ કામ

આમિર ખાન સાથે કર્યુ હતુ કામ

ટીવી સીરિયલથી પહેલા સેજલ શર્મા ઘણી જાહેરાતોમાં પણ જોવા મળી ચૂકી છે. તેણે ફિલ્મ અભિનેતા આમિર ખાન સાથે વીવો મોબાઈલની જાહેરાતમાં કામ કર્યુ. આ સાથે જ તેણે ઉષા ફેન્સની જાહેરાતમાં રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા સાથે પણ કામ કર્યુ. સેજલ શર્માને પહેલી જાહેરાત મોટોરોલા મોબાઈલ માટેની મળી હતી. તે ઉપરાંત સેજલે આઝાદ પરિન્દે વેબ સીરિઝ પણ કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X