અંગૂરી ભાભીના ઘરની બહાર નેતાઓની લાઈન કેમ લાગી છે? મળી રહી છે મો માંગી કિંમત
એક ઈન્ટરવ્યુમાં અંગૂરી ભાભીએ એમ કહીને બધાને ચોંકાવી દીધા કે હાલમાં બહુ બધા રાજકીય દળો તરફથી તેમને ચૂંટણી પ્રચાર કરવાની ઑફર મળી રહી છે
એક વાર ફરીથી ટીવીની ચર્ચિત અંગૂરી ભાભી એટલે કે અભિનેત્રી શુભાંગી અત્રે જબરદસ્ત ચર્ચામાં છે. કારણ છે તેમનો એક મોટો ખુલાસો. વાસ્તવમાં એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ એમ કહીને બધાને ચોંકાવી દીધા કે હાલમાં બહુ બધા રાજકીય દળો તરફથી તેમને ચૂંટણી પ્રચાર કરવાની ઑફર મળી રહી છે અને તે અત્યાર સુધીમાં લોકસભા ચૂંટણી પ્રચારની છ ઑફર ઠુકરાવી ચૂકી છે પરંતુ હજુ પણ રાજકીય પક્ષો તેમની પાછળ પડ્યા છે. જો કે શુભાંગીએ ઑફર આપનારના નામનો ખુલાસો નથી કર્યો.

અંગૂરી ભાભીને મળી રહી છે ચૂંટણી પ્રચારની બંપર ઑફર
શુભાંગીએ કહ્યુ કે તે એક કલાકાર છે, અભિનય કરવો તેનો શોખ છે અને તે કોઈ પણ પ્રકારની રાજકીય ગોટાળામાં પડવા નથી માંગતી અને આ જ કારણે તેણે ચૂંટણી પ્રચારની ઑફરો ઠુકરાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે શુભાંગી ટીવીના શો ‘ભાભીજી ઘર પર હે' માં લીડ રોલ પ્લે કરી રહી છે, તેમના કેરેક્ટરનું નામ અંગૂરી છે, આ કૉમેડી શોની લોકપ્રિયતા નાના શહેરોમાં ખૂબ વધુ છે અને અંગૂરી ભાભીની એક સારી એવી ફેન ફોલોઈંગ પણ છે.

આ કારણોસર શુભાંગીએ ઠુકરાવી ઑફર
વાસ્તવમાં અંગૂરી ભાભીનું કેરેક્ટર નાના શહેરોમાં ખૂબ વધુ લોકપ્રિય છે અને એટલા માટે શુભાંગીને જે પણ ઑફર મળી છે તે બધા નાના શહેરોમાંથી છે. આ અંગે શુભાંગીએ જ ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે તેમણે પ્રચાર માટે સારી એવી કિંમત મળી રહી હતી પરંતુ તે આ બધાનો હિસ્સો નથી બનવા માંગતી એટલા માટે તેમણે આ બધી ઑફરો ઠુકરાવી દીધી.

શિલ્પા શિંદેને શુભાંગી અત્રેએ કરી હતી રિપ્લેસ
તમને જણાવી દઈએ કે શિલ્પા શિંદેના શો ‘ભાભીજી ઘર પર હે' છોડ્યા બાદ શુભાંગી અત્રેને લેવામાં આવી હતી. શોમાં કામ કરતા તેમને 3 વર્ષ થઈ ગયા છે. દર્શકો તેમના રોલ અને અભિનયને ખૂબ પસંદ કરી રહ્યા છે અને આજે પણ આ શો ટીઆરપીમાં આગળ છે. કોઈને આજે યાદ પણ નથી કે આ શોની પહેલી ભાભી કોણ હતી. શુભાંગીએ આ રીતે પોતાના રોલ સાથે ન્યાય કર્યો છે.

શુભાંગીએ લગાવી હતી લોકોની ક્લાસ
હાલમાં જ શુભાંગી અત્રે વિશે ચર્ચા હતી કે તેમની પર્સનલ લાઈફ બરાબર નથી ચાલી રહી ત્યારબાદ શુભાંગીએ આવી અફવા ફેલાવનારાને બરાબર ઝાટક્યા હતા. તેણે કહ્યુ હતુ કે હું એક દીકરી, પત્ની, મા, વહુ અને એક જવાબદાર અભિનેત્રી છુ. લોકો મારા વિશે વાત કરશે પરંતુ હું ઈચ્છુ છુ કે લોકો મારા કામ માટે મને ઓળખે. હું અને મારા પતિ સાથે સાથે મોટા થયા છે અને અમે એકબીજાને છેલ્લા 20 વર્ષોથી ઓળખીએ છીએ. એવામાં આ રીતની બકવાસ પર કોઈએ ધ્યાન આપવાની જરૂર નથી.












Click it and Unblock the Notifications
