For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ન જોઈ હોય, તો 15મીએ જોઈ લેજો ભાગલાનો દર્દ કહેતી ‘તમસ’

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 12 ઑગસ્ટ : રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક ગોવિંદ નિહલાણીનું માનવું છે કે ફિલ્મ અને ટેલીવિઝન ઉદ્યોગમાં પરિવર્તનો સતત ચાલુ રહેશે, કારણ કે ફિલ્મ અને ટીવી સમાજના અરીસા છે અને સમાજ સતત બદલાતું હોય છે. એક ઇંટરવ્યૂ દરમિયાન નિહલાણીએ જણાવ્યું - ટેલીવિઝનમાં સતત પરિવર્તનો થશે. ટીવી તથા સિનેમા આપણા સમાજના પ્રત્યેક તબકક્કાના પ્રત્યુત્તર છે. આ કોઈ ચોક્કસ અને સપાટ વસ્તુ નથી.

tamas

ગોવિંદ નિહલાણીએ અત્યાર સુધી ટેલીવિઝન શ્રેણી નિર્માણ શરુઆત નથી કરી. આમ છતાં તેમણે વિભાજન દરમિયાન શીખ-હિન્દુઓની પાકિસ્તાન ખાતેથી ભારતમાં હિજરત પર બનેલી વિવાદાસ્પદ લઘુ-શ્રેણી તમસને નાના પડદે ઉતારી હતી. દૂરદર્શન ઉપર પ્રસારિત થઈ ચુકેલી લઘુ શ્રેણી તમસ આગામી 15મી ઑગસ્ટે હિસ્ટ્રી ટીવી 18 ચૅનલ ઉપર રાત્રે નવ વાગ્યે પુનઃ પ્રસારણ કરાશે. નિહલાણીનું માનું છે કે આજે પણ આ પ્રકારની શ્રેણીઓ પ્રાસંગિક છે. ફરક એટલું જ છે કે તમસ ડેલી સોપ નથી. તે રાષ્ટ્રીય સમસ્યા ઉપર બનાવાઈ હતી. તેના પાત્રોની વિશેષતા તથા વિભાજનના સમયની યાદો તમસને બીજી શ્રેણીઓથી જુદી પાડે છે.

ગોવિંદ નિહલાણીએ જણાવ્યું - મને લાગે છે કે તમસ આજના સમયમાં પણ ક્યાંકને ક્યાંક પ્રાસંગિક છે. આ પ્રકારના કાર્યક્રમો હવે નથી બનાં. આજે ગ્બોબલાઇઝેશનના તબક્કામાં લોકો ઇતિહાસ પ્રત્યે ઉદાસીન થઈ ચુક્યાં છે. દરરોજ નવી વિચારધારાઓ જન્મે છે. આજે આર્થિક લાભને મહત્વ અપાય છે. બાકીની વાતો પછી આવે છે.

નોંધનીય છે કે ગોવિંદ નિહલાણીએ આક્રોશ, વિજેતા, અર્ધ સત્ય, પાર્ટી, દૃષ્ટિ, રુકમાવતી કી હવેલી, દ્રોહકાલ જેવી ફિલ્મો બનાવી છે. ગોવિંદ નિહલાણી હજાર ચૌરાસી કી માં, દેવ તથા તક્ષક જેવી ફિલ્મોના દિગ્દર્શક તરીકે જાણીતા છે.

English summary
National Award-winning director Govind Nihalani feels the movie and television industries will keep changing because they act as a mirror to society, which constantly changes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X