VIDEO: સલમાનના શો માં પહોંચ્યા ‘ડાંસિંગ અંકલ', આપી ફ્લાઈંગ KISS

સોશિયલ મીડિયા પર ‘ડાંસિંગ અંકલ' ના નામથી જાણીતા વિદિશા નિવાસી સંજીવ શ્રીવાસ્તવ હવે તમને સોની ટીવીના હિટ શો ‘દસ કા દમ' માં જોવા મળશે.

સોશિયલ મીડિયા પર 'ડાંસિંગ અંકલ' ના નામથી જાણીતા વિદિશા નિવાસી સંજીવ શ્રીવાસ્તવ હવે તમને સોની ટીવીના હિટ શો 'દસ કા દમ' માં જોવા મળશે. ગોવિંદાની જેમ ડાંસ કરતા સંજીવ શ્રીવાસ્તવ આવતા અઠવાડિયે આ શો નો હિસ્સો બનશે.

‘દસ કા દમ' માં જોવા મળશે ડબ્બુ અંકલ

‘દસ કા દમ' માં જોવા મળશે ડબ્બુ અંકલ

સોની એન્ટરટેઈનમેન્ટે ‘દસ કા દમ' નો આવતા અઠવાડિયાનો એક વીડિયો રિલીઝ કર્યો છે જેમાં ડબ્બુ અંકલ ગોવિંદાના ગીત પર પૂરા ફોર્મમાં ડાંસ કરી રહ્યા છે અને સલમાન ખાન એકીટસે તેમને જોઈ રહ્યા છે. આ વીડિયોમાં એક જગ્યાએ ડબ્બુ અંકલ સલમાન ખાનને ફ્લાઈંગ કિસ આપી રહ્યા છે. જે જોઈને સલમાન ખાન હસવા લાગે છે.

ડબ્બુ અંકલે શેર કર્યા ફોટા

આ પહેલા ડબ્બુ અંકલે સોશિયલ સાઈટ પર સલમાન ખાન સાથેના ફોટા પણ શેર કર્યા હતા. ત્યારબાદ હવે સલમાન ખાન અને સોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં ડબ્બુ અંકલ ‘દસ કા દમ' ના સેટ પર ડાંસિંગ ધમાલ મચાવતા જોવા મળી રહ્યા છે.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ પણ અંકલના ફેન

ઉલ્લેખનીય છે કે પોતાના ડાંસથી સોશિયલ મીડિયા પર તહેલકો મચાવનાર સંજીવ શ્રીવાસ્તવમા ફેન્સ સતત વધી રહ્યા છે. ગોવિંદાએ પોતે પણ તેમના ડાંસની પ્રશંસા કરી હતી. બોલિવુડ હસ્તીઓ વચ્ચે અને સોશિયલ મીડિયા પર તો તેમના ડાંસની ચર્ચા થઈ રહી છે પરંતુ તેમની પ્રશંસા શિવરાજ સિંહે પણ કરી હતી.

મધ્યપ્રદેશના પાણીમાં કંઈક તો ખાસ છે...

મધ્યપ્રદેશના પાણીમાં કંઈક તો ખાસ છે...

સીએમ શિવરાજ સિંહે તેમના માટે એક ટ્વિટ કર્યુ હતુ કે "અમારા વિદિશાના ભોપાલમાં કાર્યરત પ્રોફેસર શ્રી સંજીવ શ્રીવાસ્તવતીની જિંદાદિલીએ આખા ભારતમાં ઈન્ટરનેટ પર તહેલકો મચાવી દીધો છે. માનો કે ના માનો મધ્યપ્રદેશના પાણીમાં કંઈક તો ખાસ છે."

સંજીવ શ્રીવાસ્તવ બન્યા ઈન્ટરનેટ સનસની

સંજીવ શ્રીવાસ્તવ બન્યા ઈન્ટરનેટ સનસની

તમને જણાવી દઈએ કે સંજીવ શ્રીવાસ્તવ મધ્યપ્રદેશના વિદિશાના રહેવાસી છે અને ભોપાલના ભાભા એન્જિનિયરીંગ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટમાં ઈલેક્ટ્રોનિક્સના આસિસટન્ટ પ્રોફેસર છે. તેમને પ્રેમથી લોકો ડબ્બુજી બોલાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X