Pics : જાણો કોણ છે ખતરોં કે ખિલાડી રજનીશ દુગ્ગલ?

મુંબઈ, 26 મે : ખતરોં કે ખિલાડી 5 રવિવારે સાંજે જોશીલા માહોલમાં સમ્પન્ન થઈ ગયો અને આ વખતની સીઝનનો તાજ મૉડેલ કમ એક્ટર રજનીશ દુગ્ગલના માથે સજ્યો. રજનીશે ખૂબ જ ધૈર્ય અને સાહસ સાથે તમામ ખતરાઓનો ખૂબ જ સરળતાથી સામનો કર્યો અને આ રિયલિટી શો જીતી 25 લાખ રુપિયા તથા એક એસયૂવી કાર પોતાના નામે કર્યાં. રજનીશે ફાઇનલમાં જાણીતા ટીવી એક્ટર ગુરમીત ચૌધરી તથા ચેન્નઈ એક્સપ્રેસ ફેમ નિકેતન ધીરને હરાવી આ ખિતાબ પોતાના નામે કર્યો.

રજનીશ દુગ્ગલે પોતાના વિજય બાદ જણાવ્યું - મેં આ શો પાસે ઘણુ બધુ શીખ્યું. આ શો વડે હું એક મજબૂત માણસ સાબિત થયો. હું અહીં માત્ર જીતવાના ઉદ્દેશે જ આવ્યો હતો અને તેમાં હું સફળ રહ્યો.

નોંધનીય છે કે કલર્સ ટેલીવિઝનના આ લોકપ્રિય શોને આ વખતે રોહિત શેટ્ટીએ હોસ્ટ કર્યો હતો કે જેમાં રણવીર શૌરી, રજનીશ દુગ્ગલ, નિકેતન ધીર, ગુરમીત ચૌધરી, દેવીના બૅનર્જી, મુગ્ધા ગોડસે, દયાનંદ શેટ્ટી, કરણવીર વોહરા, તેજસ સિદ્ધૂ, દીના ઉપ્પલ, પૂજા ગૌર, કુશાલ ટંડન, ગૌહર ખાન, ગીતા ટંડન, એજાઝ ખાન તથા રોશેલ મારિયા રાવે ભાગ લીધો હતો. ગત 22મી માર્ચથી પ્રસારિત થતા આ શોનું તમામ શૂટિંગ દક્ષિણ આફ્રિકામાં થયુ હતું.

ચાલો જાણીએ ખતરોં કે ખિલાડી 5ના વિનર રજનીશ દુગ્ગલ વિશે :

મિસ્ટર વર્લ્ડ ઇન્ડિયા ખિતાબ

મિસ્ટર વર્લ્ડ ઇન્ડિયા ખિતાબ

રજનીશ દુગ્ગલનો જન્મ 19મી નવેમ્બર, 1981ના રોજ થયો હતો. તેમણે વર્ષ 2003માં ગ્રૅસિમ મિસ્ટર વર્લ્ડ ઇન્ડિયાનો ખિતાબ પોતાના નામે કર્યો હતો.

દિલ્હીનો યુવાન

દિલ્હીનો યુવાન

રજનીશનો જન્મ દિલ્હીના પંજાબી પરિવારમાં થયો છે. તેમનું શિક્ષણ દિલ્હીમાં થયુ હતું. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી બી કૉમ કર્યું છે. તેઓ પોતાની કૉલેજમાં જૂડો ચૅમ્પિયન હતાં.

ટીવી એડનું જાણીતુ નામ

ટીવી એડનું જાણીતુ નામ

રજનીશ આજે મૉડેલિંગ તથા ટીવી એડ ઇન્ડસ્ટ્રીનું જાણીતુ નામ છે. તેમની વીવલ, શેવર્લે બીટની જાહેરાતો ખૂબ જ પ્રસિદ્ધ છે.

વર્ષ 2008માં બૉલીવુડ એન્ટ્રી

વર્ષ 2008માં બૉલીવુડ એન્ટ્રી

રજનીશ દુગ્ગલે વર્ષ 2008માં હિન્દી ફિલ્મ 1920 સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. પછી તેમણે બી કૅરફુલ, ડેંજરસ ઇશ્ક તથા સમ્રાટ એન્ડ કમ્પની જેવી ફિલ્મોમાં કામ કર્યું.

ખતરોં કે ખિલાડી 5ના વિનર

ખતરોં કે ખિલાડી 5ના વિનર

રજનીશ દુગ્ગલે ખતરોં કે ખિલાડી 5નો ખિતાબ હાસલ કર્યો અને એક એસયૂવી કાર તેમજ 25 લાખ રુપિયા પોતાના નામે કર્યાં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X