
તારક મહેતા શોમાં દયાભાભીની ટૂંક સમયમાં થશે એન્ટ્રી? પ્રોમોમાંથી મળ્યા આ સંકેતો
મુંબઈ, 9 મે : સોની સબ ટીવી પર પ્રસારિત થતો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હંમેશા ચાહકોનો પ્રિય રહ્યો છે, પરંતુ જ્યારથી દિશા વાકાણી ઉર્ફે દયાબેને શો છોડી દીધો છે, ત્યારથી દરેક ચાહક એક જ પ્રશ્ન પૂછી રહ્યા છે કે, દયાબેન શોમાં ક્યારે પરત આવશે? હવે તેના ફેન્સ માટે એક મોટા સમાચાર છે. હા, હવે શોમાં સૌની પ્રિય દયાબેન ટૂંક સમયમાં પરત ફરવાના સંકેત મળી રહ્યા છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો પ્રોમો
તાજેતરમાં, શોના નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર એક પ્રોમો રજૂ કર્યો છે. જેને જોઈને ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે, દયાબેન ટૂંકસમયમાં શોમાં પરત ફરી શકે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, સુંદર દયાબેનને લેવા મુંબઈ પહોંચે છે, પરંતુ પહોંચવામાં મોડું થાય છે અનેતે જેઠાલાલને ફોન કરીને કહે છે કે, તેની ટ્રેન ચૂકી ગઈ છે. જેના પર જેઠાલાલ કહે છે કે, હું તમારી ફ્લાઈટની ટિકિટ બુક કરાવીશ, તમેલોકો ફ્લાઈટમાં આવો. હવે આ પ્રોમો વીડિયો જોયા પછી, ચાહકો દયા બેનની વાપસીને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.
આ અગાઉ રિલીઝ થયેલો પ્રોમો
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ મેકર્સે એક પ્રોમો વીડિયો રિલીઝ કર્યો હતો, જેમાં પ્રોમોની શરૂઆત સાડી પહેરેલી મહિલાની એન્ટ્રીથી થાયછે. જે ગોકુલધામ સોસાયટીમાં પ્રવેશી રહી છે. આ પ્રોમો જોયા બાદ, એવી તમામ પ્રકારની અફવાઓ હતી કે, દિશા વાકાણી ઉર્ફે દયાબેન ટૂંકસમયમાં શોમાં પરત ફરવા જઈ રહી છે. જોકે, બાદમાં અપડેટ કરવામાં આવ્યું હતું કે, તે શોમાં પરત ફરી રહી નથી.

શું ખરેખર દયાબેન પાછા આવશે?
હાલમાં, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના નિર્માતાઓએ શોમાં દયાબેનની વાપસી અંગે કોઈ માહિતી આપી નથી, પરંતુ આ પ્રોમો વીડિયોજોયા પછી ચાહકોની ખુશીનો પાર નથી રહ્યો. આવા સમયે, કેટલાક ચાહકો કહી રહ્યા છે કે, આ શોની ટીઆરપી વધારવા માટે કરવામાંઆવી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે, દયાબેન આ વખતે શોમાં પરત ફરશે કે નહીં.