ઝી ગોલ્ડ એવોર્ડ 2017માં પણ છવાઇ રમણ-ઇશિતાની જોડી

Written By:
Subscribe to Oneindia News

4 જુલાઇ, 2017 ને મંગળવારના રોજ મુંબઇમાં 10માં ઝી ગોલ્ડ એવોર્ડ્સનું આયોજન થયું હતું. આ ઇવેન્ટમાં 'ઇશ્કબાઝ' અને 'યે રિશ્તા ક્યા કેહલાતા હે'ની સ્ટારકાસ્ટથી માંડીને નાગિન 2ના તમામ ટીવી એક્ટર્સ હાજર રહ્યાં હતા. આ શો ભારતી સિંહ અને જય ભાનુશાલીએ હોસ્ટ કર્યો હતો. સાથે દિવ્યંકા-કરણ(રમણ-ઇશિતા), શિવાંગી-મોહસિન(કાર્તિક-નાયરા), ગુરમીત ચૌધરી, અર્જુન બિજલાની, કરણવીર બોહરા, મૌની રોય વગેરે જેવા સ્ટાર્સે સુંદર પર્ફોમન્સ પણ આપ્યું હતું.

કાર્તિક અને નાયરા(કાયરા)

કાર્તિક અને નાયરા(કાયરા)

રિલ અને રિયલ લાઇફ જોડી મોહસિન ખાન અને શિવાંગી જોષી એટલે કે 'યે રિશ્તા ક્યા કેહલાતા હે'ના કાર્તિક અને નાયરા એવોર્ડ ફંક્શનમાં કંઇક આ અંદાજમાં જોવા મળ્યા હતા. 'યે રિશ્તા ક્યા કેહલાતા હે' સિરિયલને અહીં 5 એવોર્ડ મળ્યા હતા.

યે હે મોહબ્બતેં

યે હે મોહબ્બતેં

આ એવોર્ડ ફંક્શનમાં પણ 'યે હે મોહબ્બતેં' સિરિયલ છવાઇ ગઇ હતી. કરણ પટેલ(રમણ ભલ્લા) અને દિવ્યંકા ત્રિપાઠી(ડૉ.ઇશિતા ભલ્લા)નું પર્ફોમન્સ શાનદાર હતું. આ સાથે જ બેસ્ટ એક્ટર અને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ ફરી એક વાર કરણ પટેલ અને દિવ્યંકા ત્રિપાઠીને ફાળે ગયો હતો. બેસ્ટ જોડીનો એવોર્ડ પણ કરણ અને દિવ્યંકાને મળ્યો હતો.

ઇશ્કબાઝ

ઇશ્કબાઝ

સિરિયલ 'ઇશ્કબાઝ'ના સુરભિ ચંદા(અનિકા) અને કુનાલ જયસિંહ(ઓમકારા) તથા 'યે હે મોહબ્બતેં'ના અદિતિ ભાટિયા(રૂહી) અને અભિષેક વર્મા(આદિત્ય ભલ્લા) કંઇક આ રીતે પોઝ આપતાં જોવા મળ્યા હતા. 'ઇશ્કબાઝ'ની અનિકા એટલે કે સુરભિ ચંદાને અહીં બેસ્ટ ફિટ એક્ટ્રેસનો એવોર્ડ એનાયત થયો હતો.

'નાગિન' એક્ટ્રેસિસ

'નાગિન' એક્ટ્રેસિસ

'નાગિન'ની બંન્ને એક્ટ્રેસિસ મૌની રોય અને અદા ખાનને એવોર્ડ્સ મળ્યા હતા. મૌનીએ આ વર્ષે બે એવોર્ડ્સ ફેસ ઓફ ધ યર અને બેસ્ટ એક્ટ્રેસ પોપ્યૂલર પર કબજો જમાવ્યો હતો. અદા ખાનને બેસ્ટ એક્ટ્રેસ ઇન નેગેટિવ રોલનો એવોર્ડ મળ્યો હતો.

વોહ અપના સા

વોહ અપના સા

'વોહ અપના સા' સિરિયલમાં નેગેટિવ પાત્રમાં જોવા મળતી એક્ટ્રેસ રિદ્ધિ ડોગરાને બેસ્ટ એક્ટ્રેસ ઇન નેગેટિવ રોલનો એવોર્ડ મળ્યો હતો. બેસ્ટ એક્ટ્રેસ ઇન નેગેટિવ રોલ(પોપ્યૂલર)નો એવોર્ડ અનિતા હંસનંદાનીને મળ્યો હતો. અનિતા 'યે હે મોહબ્બતેં'માં શગુનના પાત્ર માટે જાણીતી છે.

'ગુલામ'ના 'વીર'ને મળ્યો એવોર્ડ

'ગુલામ'ના 'વીર'ને મળ્યો એવોર્ડ

'ગુલામ' સિરિયલમાં વીરનું નેગેટિવ પાત્ર ભજવતા વિકાસને બેસ્ટ એક્ટર ઇન નેગેટિવ રોલનો એવોર્ડ મળ્યો હતો. વિકાસની વાઇફ ગુંજન વાલિયાએ કંઇક આ રીતે આ પ્રસંગ સેલિબ્રેટ કર્યો હતો. આ સિવાય 'સાથ નિભાના સાથિયા'માં અહમના પાત્રથી ફેમસ થયેલ મોહમ્મદ નઝીમને મોસ્ટ ફિટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.

પ્રાચી શાહ અને પારુલ ચૌહાણ

પ્રાચી શાહ અને પારુલ ચૌહાણ

રાજશ્રી પ્રોડક્શન્સની સિરિયલ 'એક શૃંગાર સ્વાભિમાન'માં જોવા મળતી એક્ટ્રેસ પ્રાચી શાહને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો. 'યે રિશ્તા ક્યા કેહલાતા હે'માં જોવા મળતી પારુલ ચૌહાણને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ(પોપ્યુલર)નો એવોર્ડ મળ્યો હતો.

English summary
Zee Gold Awards 2017: Check out the winners' list.
Please Wait while comments are loading...