• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાહુબલીની નેટફ્લિક્સ સીરિઝ- રાજમાતા સિવાગામીની કહાની લઈને આવી રહી છે આ નવી સુપરસ્ટાર

By Staff
|
Google Oneindia Gujarati News

મૃણાલ ઠાકુરે સુપર 30થી પોતાનું ફિલ્મ ડેબ્યૂ કર્યુ્ં અને પછી બાટલા હાઉસમાં જોવા મળી. બંને ફિલ્મો હિટ થઈ ચૂકી છે અને હવે તે પોતાના આગામી પ્રોજેક્ટ માટે આગળ વધી ગઈ છે. મૃણાલનો આગામી પ્રોજેક્ટ Baahubali- Before the Beginning છે. નેટફ્લિક્સની આ સીરિઝ રાજમાતા સિવાગામીની કહાની છે.

એટલે કે સિવાગામીના માહિષ્મતીની રાજમાતા બનતા પહેલાનું જીવન શું હતું, ક્યાં હતું અને કેવું હતું. સીરીઝમાં મૃણાલ રાજમાતા સિવાગામીનો મુખ્ય રોલ નિભાવી રહી છે. આ સીરીઝ આનંદ નીલકંઠનના પુસ્તક ધી રાઈઝ ઑફ સીવાગામી પર બની છે.

પહેલી સીઝનનું શૂટ કરી ચૂકી છે

પહેલી સીઝનનું શૂટ કરી ચૂકી છે

મૃણાલ આ સીરીઝના પહેલી સીઝનનું શૂટ કરી ચૂકી છે અને બીજી સીઝનની તૈયારી કરી રહી છે. મૃણાલે એક ઈન્ટર્વ્યૂમાં જણાવ્યું કે જ્યારે તમને કોઈ કહાનીનો અંત માલૂમ પડી જાય છે તો તેના પાછળની કહાની અને બહુ પાછળના અતિત જાણવાની જીજ્ઞાસા વધી જાય છે. આ સીરીઝ એ ઉત્સુકતાને શાંત કરશે.

કુમકુમ ભાગ્યથી કરિયરની શરૂઆત

કુમકુમ ભાગ્યથી કરિયરની શરૂઆત

માનવું પડશે કે જી ટીવીના સીરિયલ કુમકુમ ભાગ્યથી પોતાના કરિયરની શરૂઆત કરનાર મૃણાલ ઠાકુરે આવતા જ હલચલ મચાવી દીધી છે. ત્યારે આવો તમને મળાવીએ બૉલીવુડની કેટલીક હિરોઈનો સાથે જેમણે પોતાના કરિયરની શરૂઆત ટીવીથી જ કરી હતી.

વિદ્યા બાલન- પરિણીતા

વિદ્યા બાલન- પરિણીતા

હમ પાંચની રાધીકાથી સિલ્ક સ્મિતા સુધી વિદ્યા બાલન લાંબી સફર ખેડી ચૂકી છે. હવે તે સુપરસ્ટાર છે. પરંતુ પોતાના કરિયરની શરૂઆત વિદ્યાએ એકતા કપૂરના હમ પાંચથી કરી હતી.

અંકિતા લોખંડે

અંકિતા લોખંડે

અંકિતા લોખંડેએ ટીવીના પવિત્ર સંબંધથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ વર્ષે અંકિતાએ મણિકર્ણિકાથી પોતાનું ફિલ્મ કરિયર શરૂ કર્યું.

મૌની રૉય

મૌની રૉય

મૌની રૉયએ ક્યોંકિ સાસ ભી કભી બહૂથી સાથે પોતાના કરિયરની શરૂઆત ટીવી પર કરી હતી. ફિલ્મોમાં મૌનીને અક્ષય કુમારનો સાથ મળ્યો અને તેમણે ગોલ્ડથી પોતાનું ફિલ્મ ડેબ્યૂ કર્યું.

રાધિકા મદાન

રાધિકા મદાન

રાધિકાએ ટીવી પર મેરી આશિકી તુમ સે હી નામના સીરિયલથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. વિશાલ ભારદ્વાજે તેમને ટેલેન્ટને ઓળખ્યું અને તેમણે પટાખાથી પોતાનું ફિલ્મ ડેબ્યૂ કર્યું.

પ્રાચી દેસાઈ- રૉક ઑન

પ્રાચી દેસાઈ- રૉક ઑન

કસમથી ટીવીની દુનિયામાં રાતોરાત મશહૂર થઈ હતી પ્રાચી દેસાઈ. કેટલાય વર્ષ તે શો કર્યા બાદ તેમણે ફિલ્મોમાં ફરહાન અખ્તરની રૉક ઑનથી ડગલૂં માંડ્યું.

આમના શરીફ

આમના શરીફ

આમના શરીફ ટીવીનો સૌથી સુંદર ચહેરો માનવામાં આવતો હતો અને તેની રાજીવ ખંડેલવાલ સાથે જોડી સુપરહિટ હતી. પરંતુ પછી આમનાએ અને રાજીવ બંનેએ જ ફિલ્મો કરી. આમનાનું ફિલ્મી કરિયર આફતાબ શિવદસાનીની ફિલ્મોથી શરૂ થઈ ત્યાં જ ખતમ થઈ ગયું.

સાક્ષી તંવર

સાક્ષી તંવર

સાક્ષી તંવરે દંગલથી પોતાનું ફિલ્મ ડેબ્યૂ કર્યું. ફિલ્મમાં તે આમિર કાનની પત્નીના રોલમાં જોવા મળી હતી. આ ઉપરાંત તે સની દેઓલ સાથે મોહલ્લા અસ્સી પણ કરી ચૂકી છે.

યામી ગૌતમ- વિક્કી ડોનર

યામી ગૌતમ- વિક્કી ડોનર

ટીવી પર યામી ગૌતમનું સીરિયલ યે પ્યાર ના હોગા કમ ટૉપ પર રહી હતી. અબીર ખન્ના અને લહર માથુરની કેમેસ્ટ્રી લોકોને ભારે પસંદ આવી હતી. પછી યામીએ વિક્કી ડોનરથી ફિલ્મોનું રૂખ અપનાવ્યું.

સુરવીન ચાવલા- હેટ સ્ટોરી 2

સુરવીન ચાવલા- હેટ સ્ટોરી 2

સુરવીન ચાવલાએ કહીં તો હોગા, કસૌટી જિંદગી કી અને કાજલ જેવાં સીરિયલ્સથી ટીવી પર રાજ કર્યું. પછી હમ તુમ અને શબાના, અગલી, હિમ્મતવાલા બાદ હેટ સ્ટોરી 2એ તેમને સ્ટાર બનાવી દીધી.

જેનિફર વિંગેટ

જેનિફર વિંગેટ

જેનિફર વિંગેટ પણ કૃણાલ કોહલી સાથે એક ફિલ્મ કરી ચૂકી છે. જો કે તેમણે ટીવી પર પોતાની વાપસી કરી લીધી છે.

<strong>સેક્સી સોફીએ શેર કરી હૉટ તસવીરો, એકલા હોવ ત્યારે જ જોજો</strong>સેક્સી સોફીએ શેર કરી હૉટ તસવીરો, એકલા હોવ ત્યારે જ જોજો

English summary
baahubali- before the beginning netflix series is ready to rock
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X