For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેક્રેડ ગેમ્સ 2માં સૈફ અલી ખાનની આ હરકતથી વધ્યો વિવાદ, કાયદાકીય કાર્યવાહીની ધમકી

ઑનલાઈન એપ નેટફ્લિક્સ પર ચર્ચિત વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સ વિવાદોમાં ફસાઈ ગઈ છે.

|
Google Oneindia Gujarati News

ઑનલાઈન એપ નેટફ્લિક્સ પર ચર્ચિત વેબ સીરિઝ સેક્રેડ ગેમ્સ વિવાદોમાં ફસાઈ ગઈ છે. આ સીરિઝમાં ફિલ્મ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી, સૈફ અલી ખાન સહિત તમામ મોટા કલાકારોએ મહત્વની ભૂમિકા નિભાવી છે. પરંતુ સીરિઝમાં સૈફ અલી ખાનના રોલ માટે વિવાદ ઉભો થઈ ગયો છે. દિલ્લી ધારાસભ્ય મંજિદર સિંહ સિરસાએ નેટફ્લિક્સની સીરિઝ સેક્રેડ ગેમ્સમાં તીખી ટીકા કરી છે. આ સીરિઝમાં સૈફ અલી ખાન એક સરદારની ભૂમિકામાં છે જેનુ નામ સરતાજ છે.

saif ali khan

સૈફ કડુ કાઢીને ફેંકી દે છે

વાસ્તવમાં સીરીઝમાં સૈફ હાથમાં પહેરાતુ કડુ કાઢીને ફેંકી દે છે જેના માટે વિવાદ થઈ ગયો છે. દિલ્લીના રાજૌરી ગાર્ડનથી અકાલી ધારાસભ્યએ માંગ કરી છે કે સીરિઝથી આ સીને તરત જ હટાવવામાં આવે. એટલુ જ નહિ સિરસાએ ધમકી આપી છે કે આવુ કરવામાં ન આવ્યુ તો તે કાયદાકીય રીતો અપનાવશે. સિરસાનું કહેવુ છે કે સિખ ધર્મમાં કડુ પહેરવુ એક ધાર્મિક પરંપરા છે માટે તેને કાઢીને ફેંકી દેવુ ધર્મનું અપમાન છે.

તરત હટાવવામાં આવે સીન

સિરસાએ ટ્વિટર પર એક ટ્વીટ કરીને સીરીઝના એ દ્રશ્યને શેર કર્યો છે જેમાં સૈફ અલી ખાન હાથમાંથી કડુ કાઢીને ફેંકી દે છે. સિરસા લખે છે કે હું આશ્ચર્યચક્તિ છુ કે છેવટે કેમ બોલિવુડ સિખ ધર્મનું અપમાન કરવા પર તુલ્યો છે. અનુરાગ કશ્યપે જાણીજોઈને સેક્રેડ ગેમ્સ 2માં આ દ્રશ્યને રાખ્યુ છે જેમાં સૈફ પોતાનુ કડુ કાઢીને સમુદ્રમાં ફેંકી દે છે. આ કોઈ સામાન્ય ઘરેણુ નથી. આ સિખોનું ગર્વ છે અને ગુરુ સાહિબના આશીર્વાદ છે.

સિખ ધર્મ વિશે નથી કર્યુ રિસર્ચ

અનુરાગ કશ્યપ પર નિશાન સાધતા સિરસાએ કહ્યુ કે જો તમને સિખો વિશે માહિતી ન હોય, તમે આના પર સંધોશન ન કર્યુ હોય તો કેમ સીરિઝમાં સિખ કેરેક્ટરને મુખ્ય ભૂમિકામાં રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે હું માંગ કરુ છુ કે ફિલ્મમાંથી આ સીનને વહેલી તકે હટાવવામાં આવે નહિતર કાયદાકીય કાર્યવહી કરીશુ.

આ પણ વાંચોઃ સંગીતકાર ખય્યામનું 93 વર્ષની વયે નિધન, 10 વર્ષની ઉંમરે છોડ્યુ હતુ ઘરઆ પણ વાંચોઃ સંગીતકાર ખય્યામનું 93 વર્ષની વયે નિધન, 10 વર્ષની ઉંમરે છોડ્યુ હતુ ઘર

English summary
Controversy over sacred games 2 Saif Ali khan throw kara MLA threatens legal action.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X