For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે શાહરુખ ખાન અંગે પાકિસ્તાની સેનાએ બકવાસ કરી

બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ આજકાલ તેની વેબસીરીઝ 'બાર્ડ ઓફ બ્લડ' વિશે જબરદસ્ત ચર્ચામાં છે, તે આ સિરીઝના નિર્માતા છે, તાજેતરમાં વેબ સિરીઝનું ટ્રેલર રિલીઝ થયું છે

|
Google Oneindia Gujarati News

બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ આજકાલ તેની વેબસીરીઝ 'બાર્ડ ઓફ બ્લડ' વિશે જબરદસ્ત ચર્ચામાં છે, તે આ સિરીઝના નિર્માતા છે. તાજેતરમાં વેબ સિરીઝનું ટ્રેલર રિલીઝ થયું છે, જેને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું છે. આ સિરીઝમાં તમને ભારત અને પાકિસ્તાનની ગુપ્ત એજન્સીઓ વચ્ચે ટકરાવ જોવા મળશે અને આ જ કારણે શાહરૂખ ખાન પાકિસ્તાની સેનાના પ્રવક્તા આસિફ ગફૂરના નિશાન પર આવી ગયા છે.

પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ કરી બકવાસ

પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ કરી બકવાસ

તેમણે શાહરૂખની આ વેબ સિરીઝ પર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો છે અને તેથી તમામ હદ પાર કરી તેમણે કિંગ ખાનને બોલીવુડ સિન્ડ્રોમથી ગ્રસિત કહી દીધા છે. ગફૂરે આ અંગે એક ટ્વીટ કરી છે, જેમાં તેમણે લખ્યું છે કે શાહરૂખ ખાન બોલીવુડ સિન્ડ્રોમમાં ઘેરાયલા રહો.

આસિફ ગફૂરને યુઝર્સે ધોઈ નાખ્યો

હકીકત માટે રૉ ના જાસૂસ કુલભૂષણ જાધવ, વિંગ કમાન્ડર અભિનંદન અને 27 ફેબ્રુઆરી 2019 ની પરિસ્થિતિની વાસ્તવિકતા પર નજર નાખો, તો તમે તેના બદલે ભારતના કબજા હેઠળના જમ્મુ-કાશ્મીરમાં થઇ રહેલા અત્યાચાર અને નાઝવાદ પ્રતિ આસક્ત આરએસએસ વિરુદ્ધ શાંતિ અને માનવતાને પ્રોત્સાહિત કરી શકો છો.

ગફૂરને લોકોએ ખુબ જ ખરુંખોટું સંભળાવ્યું

જોકે ગફૂરના આ ટ્વિટ પછી શાહરુખ નહિ પરંતુ તે પોતે લોકોના નિશાના પર આવ્યા છે, લોકોએ ગફૂર પર સખત સવાલ ઉઠાવ્યા છે, ટ્વિટર યુઝરે તેમને પૂછ્યું છે કે જો કન્ફેશન કોઈ પુરાવો નથી હોતો, તો કેટલાકએ લખ્યું છે કે ગફૂર ભારતના તે ટ્વિટર એકાઉન્ટ્સને લક્ષ્યાંક બનાવે છે જેમને વિશ્વના મોટાભાગના લોકો ફોલો કરે છે.

રેસ્કયૂ મિશન પર છે વેબ સિરીઝ 'બાર્ડ ઓફ બ્લડ'

નોંધપાત્ર એ છે કે વેબ સિરીઝ 'બાર્ડ ઓફ બ્લડ' એ ત્રણ ભારતીય જાસૂસોની કહાની છે જેઓ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં બચાવ મિશન પર જતા હોય છે, ટ્રેલરમાં તેને સુસાઇડ મિશન તરીકે વર્ણવવામાં આવ્યું છે, તેમાં લીડ રોલ ઇમરાન હાશમી અને વિનીતકુમાર સિંહએ નિભાવ્યો છે, વેબ સિરીઝ 27 સપ્ટેમ્બરના રોજ નેટફ્લિક્સ પર પ્રદર્શિત થશે, જેનું નિર્દેશન ઋભુ દાસગુપ્તા દ્વારા કરવામાં આવ્યું છે, આ સિરીઝ લેખક બિલાલ સિદ્દીકીનું પુસ્તક બાર્ડ ઓફ બ્લડ પર આધારિત છે.

આ પણ વાંચો: બાહુબલીની નેટફ્લિક્સ સીરિઝ- રાજમાતા સિવાગામીની કહાની લઈને આવી રહી છે આ નવી સુપરસ્ટાર

English summary
Now the Pakistani army is talking about Shah Rukh Khan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X