keyboard_backspace

National Education Day 2021 : રાષ્ટ્રીય શિક્ષણ દિવસ કોના માનમાં ઉજવવામાં આવે છે? ઇતિહાસ અને તથ્યો જાણો

દર વર્ષે 11 નવેમ્બરને દેશમાં National Education Day તરીકે ઉજવવામાં આવે છે. તે ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે.

Google Oneindia Gujarati News

National Education Day 2021 : દર વર્ષે 11 નવેમ્બરને દેશમાં National Education Day તરીકે ઉજવવામાં આવે છે. તે ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે. મૌલાના અબુલ કલામ આઝાદે 1947 થી 1958 સુધી પંડિત જવાહરલાલ નેહરુના પ્રથમ મંત્રીમંડળમાં શિક્ષણ પ્રધાન તરીકે સેવા આપી હતી, તેમણે ભારતમાં શિક્ષણના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

Maulana Abul Kalam Azad

મૌલાના અબ્દુલ કલામ આઝાદ

મૌલાના અબુલ કલામ આઝાદ વિદ્વાન અને સ્વતંત્રતા સેનાની હતા. મૌલાના અબુલ કલામ આઝાદ અફઘાન ઉલેમાના પરિવારના હતા. જેઓ બાબરના સમયમાં હેરાતથી ભારત આવ્યા હતા. તેની માતા અરબી મૂળના હતા અને તેનું નામ શેખ આલિયા બિન્ત મોહમ્મદ હતું. તેમના પિતા મૌલાના સૈયદ મુહમ્મદ ખૈરુદ્દીન બિન અહેમદ અલ હુસૈની, એક પર્શિયન માણસ હતા. મોહમ્મદ ખૈરુદ્દીન અને તેમના પરિવારે 1857માં કલકત્તા છોડી દીધું અને ભારતીય આઝાદીની પ્રથમ ચળવળ દરમિયાન મક્કા ગયા હતા. જે બાદ જ્યારે મોહમ્મદ ખૈરુદ્દીન 1890માં ભારત પરત ફર્યા, ત્યારે મોહમ્મદ ખૈરુદ્દીને કલકત્તામાં મુસ્લિમ વિદ્વાન તરીકે નામના મેળવી હતી.

આઝાદનો જન્મ 11 નવેમ્બર, 1888ના રોજ ઓટ્ટોમન સામ્રાજ્ય (હવે સાઉદી અરેબિયા)ના મક્કામાં થયો હતો. મૌલાના આઝાદ માત્ર સુધારક, સ્વાતંત્ર્ય સેનાની અને વિદ્વાન ન હતા પરંતુ શિક્ષણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ માટે પણ પ્રતિબદ્ધ હતા. તેમણે 15 ઓગસ્ટ, 1947થી 2 ફેબ્રુઆરી, 1958 સુધી સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી તરીકે દેશની સેવા કરી હતી.

2008 થી ઉજવવામાં આવે છે National Education Day

11 સપ્ટેમ્બર, 2008ના રોજ માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. મંત્રાલયે ભારતના શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાનને યાદ કરીને ભારતના આ મહાન સપૂતના જન્મદિવસને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. ત્યારથી તે દર વર્ષે ઉજવવામાં આવે છે. મૌલાના અબુલ કલામ આઝાદને શિક્ષણવિદ અને સ્વાતંત્ર્ય સેનાની તરીકેના યોગદાન બદલ 1992માં ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.

મૌલાના અબુલ કલામ આઝાદના જીવન સાથે જોડાયેલા 10 રસપ્રદ તથ્યો

1. તમને જાણીને નવાઈ લાગશે કે, મૌલાના અબુલ કલામ આઝાદનું પૂરું નામ મૌલાના સૈયદ અબુલ કલામ ગુલામ મુહિયુદ્દીન અહેમદ બિન ખૈરુદ્દીન અલ હુસૈની આઝાદ હતું. તેમનો જન્મ 11 નવેમ્બર, 1888ના રોજ થયો હતો. એક પ્રખ્યાત વિદ્વાન અને કવિ, તેઓ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના અગ્રણી નેતાઓમાંના એક હતા.

2. મૌલાના આઝાદના લગ્ન તેર વર્ષની ઉંમરે એક યુવાન મુસ્લિમ છોકરી ઝુલેખા બેગમ સાથે થયા હતા. તેઓ દેવબંદી વિચારધારાની નજીક હતા અને કુરાનના અન્ય અભિવ્યક્તિઓ પર લેખો લખતા હતા.

3. મૌલાના અબુલ કલામ આઝાદ IIT અને દેશની ઘણી અગ્રણી સંસ્થાઓ પાછળના માણસ હતા. ઇસ્લામિક શિક્ષણ ઉપરાંત તેમણે અન્ય ગુરુઓ પાસેથી ફિલસૂફી, ઇતિહાસ અને ગણિતનું શિક્ષણ પણ મેળવ્યું હતું. આઝાદે ઉર્દૂ, ફારસી, હિન્દી, અરબી અને અંગ્રેજી ભાષાઓમાં નિપુણતા મેળવી હતી.

4. શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને દરેક વ્યક્તિને સાક્ષર બનાવવા માટે 11મી નવેમ્બરના રોજ દેશમાં વિવિધ કાર્યક્રમો અને ઝુંબેશનું આયોજન કરવામાં આવે છે.

5. તેમના કાર્યકાળ દરમિયાન તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાંના એક હતા. જેમણે રાષ્ટ્રીય શિક્ષણ પ્રણાલીની સ્થાપના કરી હતી. તેથી તેમનું પ્રાથમિક ધ્યાન મફત પ્રાથમિક શિક્ષણ આપવા પર હતું.

6. ભારતમાં તેમનું સૌથી મોટું યોગદાન શિક્ષણની ભેટ છે. તેમને 1920માં આમંત્રિત કરવામાં આવ્યા હતા અને ઉત્તર પ્રદેશના અલીગઢમાં જામિયા મિલિયા ઈસ્લામિયાની ફાઉન્ડેશન કમિટીના સભ્ય તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી.

7. 1934માં તેમણે જામિયા મિલિયા ઈસ્લામિયાના કેમ્પસને નવી દિલ્હી ખસેડવામાં મદદ કરી હતી.

8. સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી તરીકે દિલ્હીમાં કેન્દ્રીય શિક્ષણ સંસ્થાનની સ્થાપના માટે જવાબદાર હતા. જે પછીથી દિલ્હી યુનિવર્સિટી હેઠળના શિક્ષણ વિભાગ તરીકે જાણીતું બન્યું હતું.

9. તેમણે 1953માં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની સ્થાપના કરી હતી. તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ અથવા IISc બેંગ્લોરની સ્થાપના માટે આગ્રહ કર્યો હતો.

10. દેશના વિકાસમાં તેમનું સૌથી મોટું યોગદાન ભારતીય ટેકનોલોજી સંસ્થાનનું છે. તેમના નેતૃત્વ હેઠળ 1951માં પ્રથમ IIT - IIT ખડગપુરની સ્થાપના કરવામાં આવી હતી. તેમણે IIT ની ક્ષમતામાં વિશ્વાસ કર્યો અને કહ્યું કે, 'મને કોઈ શંકા નથી કે આ સંસ્થાની સ્થાપના ઉચ્ચ પ્રગતિ માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. ટેકનિકલ શિક્ષણ અને સંશોધનમાં દેશમાં પ્રગતિ થશે.

English summary
National Education Day 2021: In whose honor is National Education Day celebrated? know history and facts.
Related News
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X